લગ્ન પ્રસંગમાં પહોંચી ગઇ પોલીસ, પોલીસનું કોવિડના નિયમોનું ચેકીંગ

પોલીસ (Police) અને મામલતદારને લગ્ન પ્રસંગોમાં પોલીસ વિભાગને અને મામલતદારને કોવિડ (Covid 19) ના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.

લગ્ન પ્રસંગમાં પહોંચી ગઇ પોલીસ, પોલીસનું કોવિડના નિયમોનું ચેકીંગ

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ (Valsad) જિલ્લા અને શહેરમાં વધતા જતા કોરોના (Coronavirus) ના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર આર આર રાવલે જિલ્લાના લગ્ન પ્રસંગોમાં કોવિડ (Covid 19) ની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવા અને લગ્નસરના પ્રસંગમાં 50 સગા સંબંધીઓ સાથે પ્રસંગ ઉજવવા સૂચના આપવામાં આવી હતી. 

પોલીસ (Police) અને મામલતદારને લગ્ન પ્રસંગોમાં પોલીસ વિભાગને અને મામલતદારને કોવિડ (Covid 19) ના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. જેને લઈને સીટી પોલીસે (Police) પોલીસ મથક હદ વિસ્તારમાં યોજાઈ રહેલા લગ્નસરના પ્રસંગોમાં કોવિડની ગાઈડલાઈનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગોમાં સોશ્યલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક વગેરે કોવિડના તમામ નિયમોનું કડક ચેકીંગ હાથ ધર્યું હતું. 
No description available.
'SORRY...મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે, પેપર પર લખી ચોરે વેક્સીન પરત કરી'

સાથે લગ્નસરાના પ્રસંગોમાં પરિવારના સભ્યોને કોવિડના તમામ નિયમોનું પાલન કરવા અને વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા જરૂરી સૂચનો કર્યા હતા. શુક્રવારે શહેરમાં યોજાઈ રહેલા લગ્ન પ્રસંગોમાં કોવિડની તમામ ગાઈડ લાઈનનું જાગૃતિ અને લગ્નસરાના પ્રસંગમાં નિયમોનું પાલન કરતા જોવા મળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news