સુરતના નબીરાનો નવાબી શોખ, હાથમાં બંદૂક પકડીને કર્યો બાઈક સ્ટંટ, પોલીસ ક્યાં સૂતી છે?

સુરત (surat) માં રાત્રિ કર્ફ્યૂના ધજાગરા ઉડાવતી અને પોલીસને પડકાર ફેંકતી ઘટના બની છે. બાઈક સ્ટંટ કરીને બંદૂક પકડીને ફરતા યુવકનો વીડિયો (viral videi) સોશિયલ મીડિયામાં વાયરલ છે. નિક ઓડેદરા નામના શખ્સે બેખૌફ બનીને રસ્તા પર સ્ટંટ કર્યાં છે. તેણે હાથમાં બંદૂક રાખી બાઈક પર સ્ટંટ (bike stunt) કર્યા હતા. 
સુરતના નબીરાનો નવાબી શોખ, હાથમાં બંદૂક પકડીને કર્યો બાઈક સ્ટંટ, પોલીસ ક્યાં સૂતી છે?

ચેતન પટેલ/સુરત :સુરત (surat) માં રાત્રિ કર્ફ્યૂના ધજાગરા ઉડાવતી અને પોલીસને પડકાર ફેંકતી ઘટના બની છે. બાઈક સ્ટંટ કરીને બંદૂક પકડીને ફરતા યુવકનો વીડિયો (viral videi) સોશિયલ મીડિયામાં વાયરલ છે. નિક ઓડેદરા નામના શખ્સે બેખૌફ બનીને રસ્તા પર સ્ટંટ કર્યાં છે. તેણે હાથમાં બંદૂક રાખી બાઈક પર સ્ટંટ (bike stunt) કર્યા હતા. 

ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ના શહેર સુરતમાં જ રાત્રિ કરફ્યુના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. નવાબી શોખ રાખનાર નિક આડેદરા નામના યુવકનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નિક ઓડેદરા નામના શખ્સે હાથમાં ખુલ્લેઆમ બંદૂક રાખીને બાઈક પર સ્ટંટ કર્યો હતો. એટલુ જ નહિ, આ યુવક બાઈક પર એક યુવકની ઉપર ચઢીને બેસ્યો છે. બાઇક ચાલક પર બેસીને બાઇક સવારી કરવાનો નવાબી શોખનો વીડિયો અત્યંત ચોંકાવનારો છે. નિક ઓડેદરા સુરત (surat crime) માં અવારનવાર ચર્ચામાં રહે છે. 

No description available.

No description available.

અગાઉ પણ નિક ઓડેદરાએ અનેક ગુના આચર્યા છે. ત્યારે સવાલ છે કે, શું આવા યુવકોને ગુના આચરવાના પરવાના મળી ગયા છે. શું નિક ઓડેદરાના કાયદા લાગુ નથી પડતા. રાત્રિ કર્ફ્યૂમાં આવા સ્ટંટ કેમ કરવામાં આવે છે. શું નિક ઓડેદરાને કાયદાનો ડર નથી. અવાર નવાર નિયમોના લીરા ઉડાવતા નિક ઓડેદરા સામે કેમ કડક કાર્યવાહી નથી થતી. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં અગાઉ પર આ રીતે અનેક પ્રકારના નબીરાઓ સ્ટંટ કરતા દેખાયા છે, છતા પોલીસનો ડર લોકોમાં રહ્યો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news