અમદાવાદમાં 1 હજાર કરોડના ખર્ચે બનશે 431 ફૂટ ઉંચું મંદિર, આવી હશે સુવિધાઓ
અમદાવાદ શહેરના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મા ઉમિયાનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. મા ઉમિયા ધામનો આગામી 29મી ફેબ્રુઆરીના રોજ શિલાન્યાસ કરવામાં આવશે. તેવી આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે જાહેરાત કરી હતી. આ પ્રસંગે 5 લાખ લિટર ગંગાજળનો અભિષેક કરવામાં આવશે.
Trending Photos
ગૌરવ પટેલ /અમદાવાદ: અમદાવાદ શહેરના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મા ઉમિયાનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. મા ઉમિયા ધામનો આગામી 29મી ફેબ્રુઆરીના રોજ શિલાન્યાસ કરવામાં આવશે. તેવી આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે જાહેરાત કરી હતી. આ પ્રસંગે 5 લાખ લિટર ગંગાજળનો અભિષેક કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, શિલાન્યાસના દિવસે 108 શીલાઓ મૂકવામાં આવશે.
આ કાર્યક્રમ માટે દેશના વડા પ્રધાન અને ગૃહમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યુ છે સંસ્થાને વડાપ્રધાનનો સંદેશો મળ્યો છે અને સંસ્થાને એવી આશા છે કે ગૃહમંત્રી અમિત શાહ શિલાન્યાસ સમારોહમાં હાજર રહેશે. મા ઉમિયાની મંદિર શિલાન્યાસ સમારોહમાં શ્રી શ્રી રવિશંકર,મહંત સ્વામી સહિતના દેશભરના 21 સાધુ-સંતો - મહંતો - ધર્માચાર્યો મહામંડલેશ્વર અને કથાકાર હાજર રહેશે. ૧૦૦ વિધા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે સામાજિક પ્રોજેક્ટ તૈયાર થનાર છે, જેમાં 431 ફૂટ ઊંચા ભવ્ય મંદિરનો શિલાન્યાસ થશે.
અમદાવાદ શહેરના જાસપુર ખાતે ઉમિયા માતાનું 431 ફૂંટ ઉંચુ મંદિર બનાવવામાં આવશે. 29 ફેબ્રુઆરીએ મંદિરનો શિલાન્યાય કરાશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આ મંદિર બનાવવામાં આવશે. આજે NRI અભિવાદન સમારોહ જાસપુરમાં યોજાયો હતો. આ પ્રસંગે CM રૂપાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, એરપોર્ટ અને બોર્ડર પર NRIને તકલીફ ન થાય તેના માટે હવે રાજ્યમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. NRIનું ચેકિંગ ન કરવા આદેશ આપવામાં આવ્યા છે. વધુમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉમા સુરક્ષા કવચની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આ યોજનામાં પરિવારના એક વ્યક્તિના નામે એક વખત રૂપિયા 31 હજાર ભરવાના રહેશે. ત્યારબાદ રજિસ્ટર થયેલા પરિવારના કોઈપણ સભ્યનું નિધન થાય તો આ યોજના હેઠળ રૂપિયા 10 લાખ મળવાપાત્ર થશે.
મંદિરના ગર્ભગૃહમાં 52 ફૂટ ઊંચા સ્થાનક પર મા ઉમિયાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે. ધ્વજ દંડ સાથે મંદિરની ઉંચાઉ 451 ફુટને આંબી જશે. બે દિવસના કાર્યક્રમમા 2 લાખ કરતા વધુ ભક્તો જાસપુરની મુલાકાત લેશે. કોઇ અગવડ ન પડે તે માટે કુલ 10 હજાર કરતાં વધારે સ્વયં સંવકો ખડે પગે રહેશે. શિલાન્યાસ અને પુજા માટે કુલ 2 લાખ 11 હજાર બહેનોની દ્વારા શોભાયાત્રા યોજાશે. આ શિલાન્યાસમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જિતુ ભાઇ વાઘાણી, વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના સામાજિક અને રાજકીય દિગ્ગજો હાજરી આપશે.
બે દિવસના કાર્યક્રમમાં ઉમિયાધામ ઉંઝા અને ખોડલધામના ટ્રસ્ટીઓ હાજરી આપશે. જાસપુર ખાતે આકાર પામનારા મંદિની વાત કરીએ તો મંદિરની ડિઝાઇન જર્મન આર્કીટેક અને ઇન્ડીયન આર્કીટેકના સંયુક્ત ઉપક્રમે બની છે. મંદિરની વ્યુ ગેલેરીમાંથી અમદાવાદનો નઝારો જોઇ શકાશે. મંદિરની વ્યુ ગેલેરી ૮૨ મીટર અને 90 મીટર ઊંચી હશે મંદિરનું ગર્ભગૃહ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવીયેલી ડિઝાઇન પ્રમાણે હશે. જેમાં ૫૨ ફુંટ ઉંચી માતાજીની પ્રતિમા હશે માતાજીની પ્રતિમા સાથે મહાદેવનું પારાનું શિવલિંગ સ્થાપિત કરાશે.
શિલાન્યાસના આયોજન માટે ૫૦થી વધુ સમિતિઓ બનાવવામાં આવી છે. મંદિર સિવાય જાસપુરના પ્રાંગણમાં જાસપુર કેમ્પસમાં સ્કીલ યુનિવર્સિટી એન્ડ કેરીયર ડેવલપમેન્ટ ,હેલ્થ સ્પોર્ટસ એન્ડ કલ્ચર કોમ્પલેક્ષ ,કુમાર અને કન્યા વર્કીગ વુમન છાત્રાલય, અધ્યતન સુવિધાથી સજ્જ એનઆરઆઇ ભવન, સામાજિક સંગઠન ભવન તથા રોજગાર ભવન, આરોગ્ય અને પ્રી પોસ્ટ મેડીકલ કેર યુનિટ આકાર પામશે. આ સિવાય જોબ પ્લેસમેન્ટ મહેસૂલી માર્ગદર્શન કેન્દ્ર ,કાનુની ઇમીગ્રેશન સલાહ કેન્દ્ર ,સામાજિક વ્યાપારી સંબંધોનું વૈશ્વિક જોડાણની કેન્દ્ર તૈયાર કરાશે ,પ્રાંગણમાં કોર્ટ કચેરીથી બચવા માટે સમાધાન પંચ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ ,કાયમી ભોજનશાળા, મેટ્રોમોનીયલ અને કાયમી લગ્ન કેન્દ્ર ,તથા વિધવા ત્યક્તા બેહનો માટે રોજગાર કેન્દ્ર આકાર પામશે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલે કહ્યુ કે આ ટુરીઝમ ટેમ્પલ હોવાથી તેની ઉંચાઇ પ્રમાણે બેઝ નક્કી કરવાનો હોવાથી તેની ડિઝાઇન ભારતીય પ્રણાલીથી થોડી અલગ છે. તેમણે ઉમેર્યુ કે આ માત્ર પાટીદાર સમાજનુ નહી પણ તમામ વર્ણ અને સમુદાય માટેનું આસ્થાનું કેન્દ્ર બનશે. આકાર પામનાર મંદિરના કળશને સુર્વણ જડ઼ીત કરવાની ઓફર અન્ય સમાજના દાતા તરફથી મળી છે. 28 અને 29 ફેબ્રુઆરીના રોજ 51 હજારથી 51 કરોડ સુઘીના દાતાઓની હાજરીમાં શીલાન્યાસ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે