પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન, ઘેરા શોકની લાલીમા
ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.
જયશ્રીકૃષ્ણ,આપણા સૌના વડીલ ખેડુતનેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ તા.૨૯/૭/૧૯ ને સોમવારના દિવસે દુ:ખદ અવસાન થયેલ છે.અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭થીબપોરના ૧૨ કન્યા છાત્રાલય-જામકંડોરણા,સ્મશાન યાત્રા : તા.૩૦/૭/૧૯ મંગળવાર બપોરે ૧ કલાકે નિવાસસ્થાનેથી પટેલ ચોક,જામકંડોરણા. pic.twitter.com/cX1hNqu3Ba
— Jayesh Radadiya (@ijayeshradadiya) July 29, 2019
પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાના મોતના સમાચાર તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ લોકોને ટ્વિટરના માધ્યમથી આપ્યા હતા. વિઠ્ઠલ રાદડિયાના મોતથી સમગ્ર સૌરાષ્ટ્ર તથા ખેડૂત સમાજમાં દુખની લાગણી છવાઈ ગઈ હતી. વિઠ્ઠલ રાદડિયાએ સમાજસેવા ક્ષેત્રે સૌરાષ્ટ્ર પંથકમાં અનેક કામ કર્યા હતા. ખાસ કરીને, ખેડૂતોનો હિત, સહકારી ક્ષેત્રોનો વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે તેઓ અગ્રેસર હતા. આથી જ તેઓ સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા કહેવાતા હતા.
વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમજ વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ પણ રહી ચૂક્યા છે. પાંચ વાર ધારાસભ્ય રહ્યા હતા. તેમની રાજકીય કારકિર્દી બહુ જ લાંબી અને રસપ્રદ રહી હતી. તેમના નિધનથી સૌરાષ્ટ્રએ મોટા ખેડૂત નેતા ગુમાવ્યા છે. 1987માં જામકંડોરણાના તાલુકા પંચાયત પ્રમુખપદે રહીને તેમણે રાજકીય કારકિર્દી આરંભી હતી. જેના બાદ તેઓ સતત લોકસંપર્કમાં રહી સૌરાષ્ટ્રના કદાવર નેતા બન્યા હતા. વિઠ્ઠલભાઈ માટે કહેવાતુ કે, તેઓ લોકો સાથે જોડાયેલા નેતા છે. પહેલા તેઓ કોંગ્રેસમાં પક્ષમાં હતા, બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રનાં આશરે દોઢ કરોડ લેઉવા પટેલોનાં પ્રતિનિધિ માનવામાં આવતા હતા. 1990થી સતત પાંચવાર તેઓ વિધાનસભામાં ચૂંટાયા હતા. વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા હતા. લેઉઆ પટેલની વોટબેંક, સહકારી પ્રવૃત્તિમાં વર્ચસ્વ, રાજકોટ જિલ્લા બેંકમાં ચેરમેન રહ્યા હતા. તેઓનું સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ પર સારૂ વર્ચસ્વ હતું. સહકારિતાની સાથોસાથ શિક્ષણમાં પણ તેમનું યોગદાન હતું. જામકંડોરણામાં વિશાળ શૈક્ષણિક સંકુલ જેમાં અંદાજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરતના ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે