વિઠ્ઠલ રાદડિયા News

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ....
રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ જેવી સ્થિત ઉભી થઈ છે. રાજકોટ જિલ્લા બેંક ચૂંટણીમાં બેંકની 17 બેઠકમાંથી 15 બેઠકની ચૂંટણી બિનહરીફ થશે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલ આજે ફોર્મ ભરવા જશે. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા પણ ફોર્મ ભરશે. રાજકોટ તાલુકાની બેઠકમાં વિજય સખીયા અને ડી.કે સખીયા વચ્ચેની ખેંચતાણમાં શૈલેષ ગંઢીયા પર પસંદગી ઉતારવામાં આવી છે. શહેરની બેઠક પર અરવિંદ તાળા સામે યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું છે. તો જામકંડોરણા બેઠક પરથી લલિત રાદડિયા અને ઈતર બેઠક પરથી જયેશ રાદડિયા ફોર્મ ભરશે. જયેશ રાદડિયાની પેનલના ઉમેદવાર આજે 11.30 કલાકે ફોર્મ ભરશે.
Jul 9,2020, 11:21 AM IST
રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર થઈ, આ તારીખે 17 બેઠક માટે થશે મતદા
Jul 2,2020, 11:26 AM IST
‘જામકંડોરણાનું રાજકીય ખેતર મારા પિતાએ તૈયાર કર્યું છે, અહીં કોઈને ઘૂસવા નહ
Feb 4,2020, 20:33 PM IST
વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા
અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા છે. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પુત્ર જયેશભાઇએ મુખાગ્નિ આપી હતી. ત્યાર બાદ વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. આ દરમિયાન જયેશ રાદડિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
Jul 30,2019, 17:40 PM IST

Trending news