પાણી માટે રણસંગ્રામ : પાણી નહિ તો મત નહિ... મહેસાણા-બનાસકાંઠાના ગામોએ પાણી માટે બાંયો ચઢાવી

Water crises in Gujarat : મહેસાણાના ખેરાલુ તાલુકાના પાણી મુદ્દે જાણે કે આંદોલન છેડાઈ ગયું છે. ખેરાલુ તાલુકાના 30 જેટલા ગ્રામજનોએ નિર્ણય લીધો છે કે પાણી નહી તો મત નહી

પાણી માટે રણસંગ્રામ : પાણી નહિ તો મત નહિ... મહેસાણા-બનાસકાંઠાના ગામોએ પાણી માટે બાંયો ચઢાવી
  • મહેસાણા અને બનાસકાંઠામાં પાણી માટે ખેડૂતો અને સ્થાનિકો આંદોલનના માર્ગે
  • 130 જેટલા ગામમાં પાણી નહીં તો વોટ નહીંના લાગ્યા પોસ્ટર
  • ગામલોકોએ પાણીની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી 

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં એપ્રિલ મહિના સુધી માત્ર પાણીની પોકાર ઉઠી હતી, પરંતુ હવે મે મહિનો આકરો બની રહ્યો છે. ત્યારે હવે પાણી માટે રણસંગ્રામ થઈ રહ્યો છે. પાણી માટે હવે લોકો અને ખેડૂતો રસ્તા પર ઉતરી રહ્યાં છે. પાણી માટે અંદાલનના માર્ગે વળ્યાં છે. મહેસાણા અને બનાસકાંઠામાં 130 થી વધુ ગામોએ પાણી માટે આક્રમક બન્યા છે. આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ ગામોમાંથી ‘પાણી નહિ તો મત નહિ....’ તેવા સૂર ઉઠ્યા છે. ખેરાલુમાં 30 થી વધુ ગામોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. તો બનાસકાંઠામાં 100 જેટલા ગામડાઓમાં ‘પાણી નહીં તો વોટ નહિ’ ના પોસ્ટર લાગ્યા છે.

30 ગામનો નિર્ણય, દરેક ચૂંટણીનો બહિષ્કા કરીશું
મહેસાણાના ખેરાલુ તાલુકાના પાણી મુદ્દે જાણે કે આંદોલન છેડાઈ ગયું છે. ખેરાલુ તાલુકાના 30 જેટલા ગ્રામજનોએ નિર્ણય લીધો છે કે પાણી નહી તો મત નહી. 30 ગામના ગ્રામજનો ખેરાલુ તાલુકાના મન્દ્રોપુર ગામે એકઠા થયા હતા અને આ વિસ્તારમાં પાણીના વિકટ પ્રશ્નને લઈને ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે 20 ગામના લોકોએ નિર્ણય લીધો હતો કે, હવે પાણી નહી તો મત નહિ. એટલે કે આગામી દરેક ચુંટણીનો આ વિસ્તારના ગ્રામજનો બહિષ્કાર કરશે.

ગામમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગ્યા 
મન્દ્રોપુર ગામમાં આસપાસના 30 ગામમાંના લોકો પાણી મુદ્દે એકઠા થયા હતા. ખેરાલુ તાલુકાના 30 ગામના લોકોએ એકઠા મળીને વિરોધ દર્શાવ્યો હતો. 30 ગામના લોકોએ ચુંટણી બહિષ્કારની ચીમકી આપી છે. સિંચાઈ માટે ‘પાણી નહીં તો મત નહિ’ના ગામેગામ બોર્ડ લગાવવામાં આવશે. અત્યાર સુધીમાં 4 ગામના લોકો બોર્ડ લગાવી ચુક્યા છે. 

No description available.

ગ્રામજનોએ નેતાઓ પર રોષ ઠાલવ્યો
સાથે જ ગ્રામજનો રાજકીય નેતાઓથી પણ રોષે ભરાયાં હતાં. કારણ કે, વર્ષોથી અહી મત માંગવા આવતા રાજકીય નેતાઓ પાણી આપવાના વચન આપીને મત લઈ જાય છે. અને પાણી મળતું નથી. આ વિસ્તારમાં સિંચાઇના પાણીની વિકટ સમસ્યા વર્ષોથી છે. અહી આવેલું ચીમનાબાઈ સરોવર ભરવા માંગ વર્ષોથી કરવામાં આવી છે. અને આ મુદ્દે જ નેતાઓ મત માટે વચન આપી જાય છે અને બાદમાં ફરકતા પણ નથી. જેથી ચુંટણી બહિષ્કારનો નિર્ણય આ વિસ્તારના ગામના લોકોએ લીધો છે. 

No description available.

તો બીજી તરફ, પાણી આંદોલન મહેસાણા બાદ બનાસકાંઠામાં પણ જોવા મળ્યું. બનાસકાંઠાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી મુદ્દે પાંચ તાલુકાના ખેડૂતો આંદોલનના માર્ગે નીકળ્યા છે. 100 જેટલા ગામડાઓમાં ‘પાણી નહીં તો વોટ નહિ’ ના પોસ્ટર લાગ્યા છે. દરેક ગામડામાં ઢોલ વગાડી ખેડુતોને જાગૃત કરી પોસ્ટર અને બેનર લગાવાાઈ રહ્યાં છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણીની માંગ સાથે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યાં છે. દિયોદરના ઝાલમોર ખાતે આજે 1 વાગે ખેડૂતોની પાણી મુદ્દે મોટી મીટીંગ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news