અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં પાણીની તકલીફો, ‘પાણી નહિ તો વોટ નહિ’ના લાગ્યા પોસ્ટરો

મેગાસીટી અમદાવાદમાં હજી તો ઉનાળાની શરૂઆત જ થઇ છે, ત્યાં પીવાના પાણીની બુમો ઉઠવા લાગી છે. એમાંય પૂર્વના વિસ્તારોમાં દૂષિત અને અપુરતા પાણીના કારણે લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઘોડાસર વિસ્તારમાં તો પાણી નહી તો વોટ નહીના પોસ્ટર લાગ્યા છે. તો ખોખરામાં દૂષિત પાણીના કારણે લોકો રોગચાળામાં સપડાતા હોવાથી લોકોમાં મ્યુનિસિપલ તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો. પરંતુ તંત્ર છે કે હાલ ચૂંટણી આચારસંહીતાના નામે કેમેરા સમક્ષ કઇંપણ કહેવાનું ટાળી રહ્યુ છે.

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં પાણીની તકલીફો, ‘પાણી નહિ તો વોટ નહિ’ના લાગ્યા પોસ્ટરો

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: મેગાસીટી અમદાવાદમાં હજી તો ઉનાળાની શરૂઆત જ થઇ છે, ત્યાં પીવાના પાણીની બુમો ઉઠવા લાગી છે. એમાંય પૂર્વના વિસ્તારોમાં દૂષિત અને અપુરતા પાણીના કારણે લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઘોડાસર વિસ્તારમાં તો પાણી નહી તો વોટ નહીના પોસ્ટર લાગ્યા છે. તો ખોખરામાં દૂષિત પાણીના કારણે લોકો રોગચાળામાં સપડાતા હોવાથી લોકોમાં મ્યુનિસિપલ તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો. પરંતુ તંત્ર છે કે હાલ ચૂંટણી આચારસંહીતાના નામે કેમેરા સમક્ષ કઇંપણ કહેવાનું ટાળી રહ્યુ છે.

મેગાસીટી અમદાવાદમાં હજીનો ગરમીની શરૂઆત ભર થઇ છે. પરંતુ શહેરના કેટલાય વિસ્તારો પીવાના પાણીની સમસ્યાથી પીડાવા લાગ્યા છે. ખાસ કરીને ખોખરાની ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતમાં આવેલા આવાસોના રહીશો તેમને મળતા પીવાના અત્યંત દૂષિત પાણીથી પારાવાર મુશ્કેલીમાં મૂકાયેલા છે.

AHD-PANI-2.jpg 

કોઇકની ડોલમાં પીળુ પાણી છે, તો કોઇકની ડોલમાં અત્યંત કાળુ પાણી. સ્થાનીકોના આરોપ છે કે આ પાણી તેઓને મ્યુનિસિપલ કોર્પોરેશનની લાઇનમાંથી છેલ્લા 20 દિવસ કરતા વધુ સમયથી અપાઇ રહ્યુ છે. અત્યંત દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીના કારણે આ વિસ્તારના તમામ ઘરોમાં કોઇ વ્યક્તી પાણીજન્ય રોગચાળાથી પિડાઇ રહી છે.

તો આ તરફ ઘાડાસર વિસ્તારમાં કેડીલા બ્રીજની નજીક આવેલા આ વિસ્તારમાં લાગ્યા છે. પાણી નહી તો વોટ નહીના પોસ્ટર. આ વિસ્તારની કેટલીય સોસાયટીના 400 થી વધુ ઘરના લોકો છેલ્લા કેટલાય સમથી અપુરતા પાણીની સમસ્યાથી પિડાઇ રહ્યા છે. સ્થાનીકોનું કહેવુ છે આ મામલે સ્થાનીક કોર્પોરેટરથી લઇે ધારાસભ્ય સુધી રજૂઆત કરી છે પરંતુ કોઇ જ નિરાકરણ આવ્યુ નથી. ગરીબ અને મધ્યમવર્ગીય વસ્તી ધરાવાતા વિસ્તારના લોકો એ પણ કહી રહ્યા છે આવી પરિસ્થીતમાં તેઓને ખાનગી ટેન્કર મંગાવવું પણ પોસાય એમ નથી.

મહત્વનું છેકે લોકસભાની ચૂંટણીના આ સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશના ભાજપી શાષકો કે વહીવટી અધિકારીઓ આચારસંહીતાના નામે કેમેરા સમક્ષ કઇપણ કહેવા તૈયાર નથી. પરંતુ વિપક્ષી નેતા દિનેશ શર્માએ આ મોકાનો લાભ લઇને મ્યુનિસિપ તંત્ર અને તેના ભાજપી શાષકો પર નિષ્ફળતા અને બેદરકારીના ગંભીર આરોપ લગાવ્યા છે. હજી તો ઉનાળાની શરૂઆત છે અને શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની બુમો ઉઠવા લાગી છે. ત્યારે પ્રશ્નએ થાય કે જેમ જેમ ગરમી વધશે તેમ તેમ પરિસ્થીતી કેવી થશે.?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news