Water scarcity News

ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં સૌરાષ્ટ્ર બાદ ઉત્તરગુજરાતમાંથી પણ પાણીની બુમ
 સાબરકાંઠા જિલ્લામાં આવેલ જળાશય ચાલુ સાલે ચોમાસા દરમિયાન પૂર્ણ સપાટીએ ભરાયા ના હોવાને લઇ આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે સમસ્યા સર્જાઈ શકે છે. જિલ્લાના ગુહાઈ જળાશયમાં ઉનાળા પૂર્વે જ નહિવત પાણીના જથ્થાને લઈ સ્થાનિકો ચિંતિત બન્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલ જળાશય પૈકીના ગુહાઈ જળાશય આજુબાજુના સ્થાનિકો માટે આશીર્વાદ સમાન છે પરંતુ ચાલુ સાલે ચોમાસા દરમિયાન ગુહાઈ જળાશય પૂર્ણ સપાટીએ ભરાયો ના હોવાને લઇ આગામી ઉનાળા સિઝન માં સમસ્યા સર્જાવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ગુહાઈ જળશાય પીવાના પાણી સહિત સિંચાઇ માટે પાણી પૂરું પાડે છે પરંતુ હાલમાં નહિવત પાણીના જથ્થાએ સ્થાનિકોને ચિંતિત કર્યા છે.ગુહાઈ જળાશયમાં ૧૦.૯૫  mcm(મિલિયન ક્યુબીક મીટર) જથ્થો હાલમાં છે જેમાંથી  ૩.૪૨ mcm જીવંત જથ્થો  છે. 
Mar 15,2021, 23:13 PM IST

Trending news