ઠંડા પવનના જોરથી યાદ આવી ગઈ તૌકતેની તાકાત, સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ

ભરશિયાળે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી ચૂક્યો છે. ક્યાંક ધીમીધારે, તો ક્યાંક પવન સાથે વરસાદ ખાબકી પડ્યો છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે. જેને પગલે ગુજરાતમાં ઠંડા પવનનું જોર વધી ગયું છે. 

ઠંડા પવનના જોરથી યાદ આવી ગઈ તૌકતેની તાકાત, સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ

ઝી મીડિયા/બ્યૂરો :ભરશિયાળે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી ચૂક્યો છે. ક્યાંક ધીમીધારે, તો ક્યાંક પવન સાથે વરસાદ ખાબકી પડ્યો છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે. જેને પગલે ગુજરાતમાં ઠંડા પવનનું જોર વધી ગયું છે. 

અમરેલીથી સામે આવેલા એક વીડિયોમાં સુસવાટા મારતો જોરદાર પવન કેદ થયો છે. રાત્રિ દરમ્યાન વાતાવરણમાં પલટો ઠંડા પવન સાથે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. પવનને કારણે રાત્રે અમરેલી શહેરના અનેક વિસ્તારમાં લાઈટો ગુલ થઈ હતી. તો એસ.બી.આઈ બેંક પાસેના એક વૃક્ષની ડાળી તૂટી ગઈ હતી. તો સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત છે. ગઈકાલે રાત્રે અને આજે સવારે પણ વરસાદ યથાવત છે. 

શનિવારે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં આવશે તોફાન
મોસમ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, થાઈલેન્ડ અને તેના આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે દબાણનું વાતાવરણ બનશે. આ દબાણ ક્ષેત્ર આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. તેના બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધતા 2 ડિસેમ્બરના રોજ દક્ષિણ-પૂર્વ તથા નજીકના ખાડીના મધ્ય ભાગમાં પહોંચી શકે છે. તેના બાદ 4 ડિસેમ્બર, શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. આ દબાણને કારણે ઓરિસ્સાના દરિયા કાંઠે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા 
આ વાવાઝોડાની અસરને પગલે 1 ડિસેમ્બરના રોજ ગુજરાત, ઉત્તરીય મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો 2 ડિસેમ્બરના રોજ ગુજરાત, અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા છે. 

બીજી તરફ, કમોસમી માવઠાને લઈને ગુજરાતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા 1 અને 2 ડિસેમ્બર માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવાના છે. જેથી 2 ડિસેમ્બર બાદ ગુજરાતમાં તાપમાન વધુ ગગડી શકે છે. 1 અને 2 ડિસેમ્બર ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યા પર મુકવા હવામાન વિભાગે સૂચન આપી છે. 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા માછીમારોને સુચના અપાઈ છે. 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ રહેશે. તો સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ બાદ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news