મંડપમાં જતા પહેલા મતદાન બૂથ પર પહોંચી દુલ્હનો, સજીધજીને કર્યું મતદાન

આજે ગુજરાતભરમા શાંતિપૂર્ણ રીતે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (Local Body Polls) માટે મતદાન ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં મતદાનોનો અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે. સાથે જ ગ્રામીણ મતદારો મતદાન પ્રત્યે શહેરી મતદારોની સરખામણીમાં વધુ જાગૃત જોવા મળ્યાં છે. અનેક લોકો આજે રવિવાર હોવા છતાં પોતાના મહત્વના કામને બાજુમાં મૂકીને મતદાન કરવા પહોંચ્યા છે. તો સાથે જ કેટલાક ગ્રામીણ મતદારોમાં આજે લગ્ન હોવા છતાં પોતાની ફરજ બજાવવાનું ચૂક્યા નથી. સુરતમાં આવો જ રસપ્રદ કિસ્સો જોવા મળ્યો છે. સુરતમાં બે બહેનોએ આજે પોતાના લગ્ન પહેલા મતદાન કરવાનું નક્કી કરીને બૂથ પર પહોંચી ગઈ હતી.
મંડપમાં જતા પહેલા મતદાન બૂથ પર પહોંચી દુલ્હનો, સજીધજીને કર્યું મતદાન

ચેતન પટેલ/સુરત :આજે ગુજરાતભરમા શાંતિપૂર્ણ રીતે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (Local Body Polls) માટે મતદાન ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં મતદાનોનો અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે. સાથે જ ગ્રામીણ મતદારો મતદાન પ્રત્યે શહેરી મતદારોની સરખામણીમાં વધુ જાગૃત જોવા મળ્યાં છે. અનેક લોકો આજે રવિવાર હોવા છતાં પોતાના મહત્વના કામને બાજુમાં મૂકીને મતદાન કરવા પહોંચ્યા છે. તો સાથે જ કેટલાક ગ્રામીણ મતદારોમાં આજે લગ્ન હોવા છતાં પોતાની ફરજ બજાવવાનું ચૂક્યા નથી. સુરતમાં આવો જ રસપ્રદ કિસ્સો જોવા મળ્યો છે. સુરતમાં બે બહેનોએ આજે પોતાના લગ્ન પહેલા મતદાન કરવાનું નક્કી કરીને બૂથ પર પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો : હાર્દિક પટેલે કોને મત આપ્યો? જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી...

સજીધજીને વોટિંગ કરવા નીકળી બહેનો
આ વર્ષે ચૂંટણીમાં મતદાન બૂથ પર લગ્નની તૈયારીઓ વચ્ચે સજીધજીને આવેલા જાનૈયાઓ વધુ જોવા મળ્યા છે. ઘરમાં સારો પ્રસંગ હોવા છતાં આ લોકો પોતાની ફરજ બજાવી રહ્યાં છે. પરંતુ સુરતનો આ કિસ્સો અજબ છે. સુરતમાં આજે બે બહેનો દ્વારા લગ્ન પહેલા મતદાન કરવામાં આવ્યું છે. આ બંને બહેનોના આજે લગ્ન (wedding day) છે. પાર્લરમાં સજીધજીને તૈયાર છે, થોડીવારમાં લગ્ન મંડપમાં જવાનું છે, પણ બંને બહેનો મંડપમાં જતા પહેલા મતદાન બૂથ પર આવી પહોંચી હતી. લગ્નના પહેરવેશમાં મતદાન કરવાનો ઉત્સાહ તેમનામાં જોવા મળ્યો હતો. સુરતના કામરેજની બે બહેનોએ પ્રભુતામાં પગલાં માંડતા પહેલા મતદાન કર્યું હતું. કામરેજની બે બહેનો દીપાલી અને રિદ્ધી નામની બંને બહેનો સજીઘજીને જાગૃત નાગરિક તરીકેને ફરજ બજાવવા પહોંચી હતી. મતાધિકાર કરવાને પોતાની પ્રાથમિકતા ગણી હતી. 

આ પણ વાંચો : રાણો રાણાની રીતે... એવુ ફેસબુક પર લખનાર ભાવનગરના યુવકને બે શખ્સોએ રહેંસી નાંખ્યો
 
ઓલપાડમાં પીઠી લગાવેલી કન્યા વોટ આપવા પહોંચી 
તો ઓલપાડમાં પણ બે યુવતીઓ દ્વારા લગ્ન પહેલા મતદાન કરવામાં આવ્યું હતું. લગ્નની પીઠી ભરેલી યુવતીઓ મતદાન કરવા પહોંચી હતી. ઓલપાડની જાગૃતિ નામની યુવતીના આજે લગ્ન છે. તો આવતીકાલે નેહા નામની યુવતીના લગ્ન છે. બંને યુવતીઓ ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામની વતની છે. ત્યારે બંનેએ લોકોને મતદાન કરવા બહાર નીકળવાની અપીલ કરી હતી. 

No description available.

ગોંડલમાં વાહા પરિવારની દીકરીઓએ લગ્ન પહેલા મતાદન કર્યું 
ગોંડલ તાલુકાના મોવિયા ગામે લગ્ન પહેલા બે બહેનોએ મતદાન કર્યું. મોવિયામાં લગ્ન પહેલા બંને બહેનોએ મતદાન કર્યું છે. ગોંડલના વાહાની પરિવારની બંને યુવતીઓએ લગ્ન પહેલા મતદાન કર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news