Vijay Hazare Trophy: યુવા બેટ્સમેન પૃથ્વી શોનો ધમાકો, ફટકારી બેવડી સદી

Vijay Hazare Trophy : પૃથ્વી શોએ 227 રનની ઈનિંગ રમી અને સંજૂ સેમસનનો રેકોર્ડ તોડ્યો. સેમસને 2019માં ગોવા વિરુદ્ધ 212 રનની ઈનિંગ રમી હતી. શોએ પોતાની ઈનિંગમાં 31 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
 

Vijay Hazare Trophy: યુવા બેટ્સમેન પૃથ્વી શોનો ધમાકો, ફટકારી બેવડી સદી

જયપુરઃ યુવા બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw) એ કમાલનું પ્રદર્શન કરતા વિજય હઝારે ટ્રોફીના મુકાબલામાં ગુરૂવારે અણનમ બેવડી સદી ફટકારી હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં શોએ પુડુચેરી વિરુદ્ધ અણનમ 227 રનની ઈનિંગ રમી છે. 

શોએ વિજય હઝારે ટ્રોફી (Vijay Hazare Trophy) ના ઈતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે. શો સિવાય એલીટ ગ્રુપ ડીના આ મુકાબલામાં સૂર્યકુમાર યાદવે પણ ધમાકેદાર બેટિંગ કરતા 133 રન બનાવ્યા હતા. 

ભારત માટે 5 ટેસ્ટ અને 3 વનડે આંતરરાષ્ટ્રીય રમી ચુકેલા 21 વર્ષના બેટ્સમેન શોએ સંજૂ સેમસનના 212 રનનો રેકોર્ડ તોડ્યો હતો. સેમસને 2019માં ગોવા વિરુદ્ધ આ ઈનિંગ રમી હતી. શોએ પોતાની ઈનિંગમાં 31 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. 

Leading the Mumbai side, @PrithviShaw has just hit 200 vs Puducherry in the #VijayHazareTrophy 🔥

Reply using an emoji to describe his knock ⬇️#CAPvMUM pic.twitter.com/I1805UIrF1

— Delhi Capitals (@DelhiCapitals) February 25, 2021

તેની ઈનિંગની મદદથી મુંબઈએ નિર્ધારિત 50 ઓવરોમાં ચાર વિકેટ પર 457 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ શોના કરિયરની પ્રથમ લિસ્ટ એ બેવડી સદી હતી. તે લિસ્ટ એમાં બેવડી સદી ફટકારનાર આઠમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. 

આ સિવાય વિજય હઝારેમાં બેવડી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો છે. 2018માં વીર કૌશલે ઉત્તરાખંડ તરફથી રમતા સિક્કિમ વિરુદ્ધ 202 રન બનાવ્યા હતા, જે વિજય હઝારે ટ્રોફીની પ્રથમ બેવડી સદી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news