સોનલબીજ ચારણોનું નવું વર્ષ શા માટે? જાણો શું છે ઈતિહાસ, જામનગરમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી
જામનગરના 49 દિગ્વિજય પ્લોટ રોડ પર આવેલ આઈ સોનલ ધામ ખાતે માતાજીનાં 99માં જન્મોત્સવની સમસ્ત ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: ચારણ સમાજ દ્વારા આઈ શ્રી સોનલ માંના જન્મોત્સવ સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સોનલ બીજના દિવસે જામનગરના સમસ્ત ચારણ સમાજ દ્વારા આધ્યાદેવી આઈ સોનબાઈ માતાજી ના ગુણગાન ગાવા માટે મોટી સંખ્યામાં ચારણ છોરુઓ ભેગા મળી માતાજીની આરાધના કરી ભજન, ભોજન અને ભક્તિ સમાં ધર્મોત્સવમાં માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. જ્યાં જ્યાં ચારણ સમાજ વસે છે ત્યાં માતાજીની સોનલ બીજ ની ઉજવણી કરવામાં આવે છે.
જામનગરના 49 દિગ્વિજય પ્લોટ રોડ પર આવેલ આઈ સોનલ ધામ ખાતે માતાજીનાં 99માં જન્મોત્સવની સમસ્ત ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. જે બાદ સ્વાગત આરતી અને સમૂહ ભોજન (પ્રસાદ)ચારણ સમાજ તથા અઢારે વરણના લોકોએ લાભ લીધો હતો. સોનલબીજની ઉજવણીમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ભાજપ ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
સોનલબીજ ચારણોનું નવું વર્ષ શા માટે?
મઢડાને "સોનલ તીર્થ" તરીકે ઓળખાવે ત્યારે એક ચારણ તરીકે છાતી ગજ ગજ ફૂલે એ સ્વાભાવિક છે. સમાજ જયારે અંધકારમાં ઘેરાયો હતો. ઘોર નિંદ્રામાં હતો ત્યારે આ શક્તિનું અવતરણ થયુ એ યુગશક્તિનું જ અવતરણ છે. કેટલાય કુરિવાજો ઉધઈની જેમ કોરી ખાતા હતા. લાજ, વિધવાવિવાહ, કન્યા કેળવણી, દીકરીના રૂપિયા લેવા, જેવા ઘણા કુરીવાજ સામે સવાલ ઉઠાવ્યા.
ચારણો ઘોર નિંદ્રામાથી જગાડી આજના સમય સાથે ચાલતા શીખવ્યું એટલા માટે આઇમાંનો જન્મ દિવસ એ ચારણો નવું વર્ષ છે. કારણ કે ત્યાંથી સમાજનાં ઇતિહાસે વળાંક લઈને સોનલ ચીંધ્યા માર્ગે ભણી પગલા માંડ્યા છે. એટલું જ નહિ પણ સમૃદ્ધિનાં શિખર સર કર્યા છે. માટે મને ગમતો એક દુહો કઈ વિરમું છું. જય સોનલ...સોનલ સ્મરણ, સોનલ શરણ.
આઝાદી પછી જે કામ સરકારે કરવાનું હતું એ કામ આઇમાં એ કર્યું કદાચ આ નોંધ સરકારે લીધી નથી. રવીશંકર મહારાજ જેવા ધુરંધર આઈમાંનાં અભિયાનની નોંધ લીધી હતી અને કન્યા કેળવણી માટે ભલામણ કરી હતી. મધર ટેરેસાને એવોર્ડ મળે તો આઈમાંને કેમ નાં મળે સહજ રીતે મનને સવાલ થાય. આ અભિયાનની અસર માત્ર ચારણ સમાજ ઉપર જ નહિ પણ મેર,મૈયા, કાઠી, આહીર, રબારી,સોની,ખારવા, ક્ષત્રિય જેવા બધા સૌરાષ્ટ્ર અને કચ્છના સમાજ ઉપર થઈ હતી.
એટલું જ નહી પણ સમાજમાં રહેલી અંધશ્રદ્ધાઓ દોરા, ધાગા, ધૂણવું જેવી કેટલીય ખોટી માન્યતાનો વિરોધ કર્યો. સમાજના લોકો ને શિક્ષણના માર્ગે દોડતો કરવા ઘરે ઘરે જઈને સૌરાષ્ટ્ર કચ્છ અને નિમાડ સુધી યાત્રા કરી સીધો વ્યક્તિગત સંપર્ક કર્યો. સંમેલન કરીને છૂટો છવાયો અને વેરવિખેર સમાજ એક મંડપ નીચે બેસાડી દીધો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે