મેઘરજમાં ડાકણનો વહેમ રાખી મહિલાને જીવતી સળગાવાઈ
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી (ભુતીયા) ગામે ડાકણનો વહેમ રાખી મહિલાને પોતાના જ કૌટુંબિક ભત્રીજાએ કેરોસીન છાંટી જીવતી સળગાવી. મહીલા ગંભીર રીતે દાઝી જતાં મોડાસા ખાતે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
Trending Photos
સમીર બલોચ, અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી (ભુતીયા) ગામે ડાકણનો વહેમ રાખી મહિલાને પોતાના જ કૌટુંબિક ભત્રીજાએ કેરોસીન છાંટી જીવતી સળગાવી. મહીલા ગંભીર રીતે દાઝી જતાં મોડાસા ખાતે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા રામગઢી( ભુતિયા )ગામે કુબેરભાઈ મેઠાભાઇ પરમાર તેમજ તેમની પત્ની શાન્તાબેન એમ બંને પતિ-પત્ની ઘરે જમી પરવારીને સૂઈ જવાની તૈયારી કરતા હતા તે વખતે કુબેરભાઈનો ભત્રીજો બાબુ હીરા પરમાર તથા કોદર હીરા પરમાર તથા તેની પત્ની જોત્સનાબેન બાબુ પરમાર એમ આ ત્રણે ઇસમો કુબેરભાઈ તથા શાંન્તાબેનને અપશબ્દો બોલી કહેતા હતા કે તમોએ અમારા છોકરાને મેલી વિદ્યા કરી ગાંડો કર્યો છે અને તુ ડાકણ છે તેમ કહેવા લાગેલા હતા. જેથી કુબેરભાઈએ ગાળો બોલવાની ના પાડતો તેઓ અપશબ્દો બોલતા બોલતા તેઓ તેમના ઘરે જતા રહ્યા હતા.
ત્યારબાદ ઘરે જઈને જોર -જોરથી અપશબ્દો બોલતા હોઇ જેથી કુબેરભાઈની પત્ની શાન્તાબેન આ ઇસમોના ઘરે જઇને અપશબ્દો બોલવાની ના પાડી હતી. જેથી બાબુ પરમાર તથા કોદર પરમાર અને જોત્સના પરમાર એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને બાબુ પરમારે કેરોસીન ભરેલું ડબલુ શાંન્તાબેન ઉપર રેડ્યુ હતું. કોદર પરમારે દીવાસળીને શાન્તાબેનને આગ ચાંપી હતી. જેથી શાંન્તાબેનને શરીરે આગ લાગતા તેઓ તેમના ઘર તરફ દોડ્યા હતા જ્યાં બુમાબુમ થતાં આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા હતા. શાન્તાબેનને લાગેલી આગ બુજાવી તાબડતોબ 108 એમ્બ્યુલન્સ દ્વારા મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં શાંતાબેન 50 ટકાથી વધુ શરીરે દાજી જતા ડોકટરોએ સારવાર હાથ ધરી છે.
આ ઘટના અંગે શાન્તાબેનના પતિ કુબેર મેઠા પરમારે તેમના ભત્રીજા આરોપી (1)બાબુ. હીરા .પરમાર (2) કોદર . હીરા. પરમાર (3) જોત્સના . બાબુ.પરમાર .તમામ. રહે.રામગઢી ( ભુતિયા) તાલુકો મેઘરજ સામે મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે મેઘરજ પોલીસે સારવાર લઇ રહેલી મહિલાનું ડાઇન્ગ ડિકલેરેશન લઇ આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે