હિન્દુ-મુસ્લિમ કપલને મળ્યો પાસપોર્ટ, અધિકારીએ કહ્યું હતું - ધર્મ બદલો, મંત્રોચ્ચાર કરો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુ-મુસ્લિમ દંપતિને પાસપોર્ટ ન મળવાના મામલે મોટું પગલું લેવાયું છે
Trending Photos
લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુ-મુસ્લિમ દંપતિને પાસપોર્ટ ન મળવાના મામલે મોટું પગલું લેવાયું છે. આ વિવાદ પછી બંનેને નવો પાસપોર્ટ ઇશ્યૂ કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેની પત્ની તન્વી સેઠે આ વાતની જાણકારી આપી હતી. અનસે કહ્યું હતું કે અધિકારીએ મને કહ્યું હતું કે ધર્મ પરિવર્તન કરીને તમારું નામ બદલી લો. ગૌ મંત્ર વાંચો અને ફેરા લઈ લો. આ પછી જ પાસપોર્ટ બનશે.
બુધવારે હિન્દુ-મુસ્લિમ દંપતિનીત પાસપોર્ટ અરજી પાસપોર્ટ ઓફિસે રદ કરી દીધી હતી. મોહમ્મદ અનસ સિદ્દીકી તેમજ તેની પત્ની તન્વી સેઠે 2007માં લગ્ન કર્યા હતા અને તેમણે લખનૌમાં પાસપોર્ટ માટે અરજી કરી હતી. તન્વીનો આરોપે છે કે પાસપોર્ટ ઓફિસર વિકાસ મિશ્રાએ તેને નામ બદલવાની તેમજ તેના પતિને ધર્મ બદલવાની સલાહ આપી હતી. ફરિયાદના એક દિવસ પછી સંબંધિત અધિકારીની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. લખનૌના રિજનલ પાસપોર્ટ અધિકારીએ માહિતી આપી છે કે આવા કિસ્સાઓમાં દંપતિનું લગ્નનું પ્રમાણપત્ર લેવાનો પણ નિયમ નથી.
આ દંપતિએ 19 જૂને પાસપોર્ટ માટે અરજી આપી હતી અને 20 જૂને પાસપોર્ટ ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લેવા ગયા હતા. અનસ પોતાનો પાસપોર્ટ બીજી વાર ઇશ્યૂ કરાવવા ગયો હતો જ્યારે તન્વીએ નવા પાસપોર્ટ માટે અરજી કરી છે. આ કપલે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ટ્વિટ અને ઇ-મેઇલ કરીને ફરિયાદ કરી હતી. આ દંપતિને 6 વર્ષની એક દીકરી છે અને તેમણે ફરિયાદ કરી છે કે પાસપોર્ટ ઓફિસરે તેમને અપમાનિત કર્યા છે. તેમનો આરોપ છે કે નામ ન બદલવાનો નિર્ણય તેમનો અંગત છે અને આ મામલે પાસપોર્ટ અધિકારી તેમને કંઈ કહી ન શકે.
As promised, Regional Passport Officer met Mrs Tanvi and Mr Anas and redressed the concern today. Passports have been delivered. @CPVIndia pic.twitter.com/a9xHrsmqQr
— RPO Lucknow (@rpolucknow) June 21, 2018
એપોઇન્ટમેન્ટના દિવસે પાસપોર્ટ ઓફિસમાં કપલે ઇન્ટરવ્યૂમાં બે રાઉન્ડ તો પાર કરી લીધા પણ કાઉન્ટર સી પર તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તન્વીનો કાઉન્ટર સી પર પહેલાં નંબર આવ્યો અને વિકાસ મિશ્રા નામના અધિકારીએ જ્યારે દસ્તાવેજોમાં પતિનું નામ મોહમ્મદ અનસ સિદ્દીકી જોયું તો તે બુમો પાડવા લાગ્યો. અનસે આરોપ મૂક્યો છે કે અધિકારીએ તન્વીએ કહ્યું કે તેણે મારી સાથે લગ્ન નહોતા કરવા જોઈએ. તન્વીએ પણ કહ્યું છે કે અધિ્કારી મારી સાથે એટલી ખરાબ રીતે વાત કરી રહ્યો હતો કે મને બહુ અપમાનજનક લાગ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે