સુરતમાં ધર્મના નામે ધતિંગ: ગણપતિની મૂર્તિ સામે દારૂની મહેફીલ

સુરતના ગણેશ ઉત્સવમાં દારૂની રેલમછેલ થતો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગણેશજીની મૂર્તિની સામે જ યુવા લોકો ખુલ્લેઆમ દારૂ-બિયરની મજા માણી રહ્યાં છે. એક તરફ કાયદાની મજાક તો બીજી તરફ ધાર્મિક ભાવના દુભવતો આ વીડિયો છે. જેમાં ભક્તિના નામે ધતિંગ ચાલી રહ્યાં છે. જે અંગે પોલીસે સાત લોકોની અટકાયત કરી છે.

સુરતમાં ધર્મના નામે ધતિંગ: ગણપતિની મૂર્તિ સામે દારૂની મહેફીલ

તેજસ મોદી/સુરત :સુરતના ગણેશ ઉત્સવમાં દારૂની રેલમછેલ થતો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગણેશજીની મૂર્તિની સામે જ યુવા લોકો ખુલ્લેઆમ દારૂ-બિયરની મજા માણી રહ્યાં છે. એક તરફ કાયદાની મજાક તો બીજી તરફ ધાર્મિક ભાવના દુભવતો આ વીડિયો છે. જેમાં ભક્તિના નામે ધતિંગ ચાલી રહ્યાં છે.

ગણેશજીની પ્રતિમાની આગળ ખુલ્લેઆમ બોટલ ઉછાળીને દારૂ-બિયર પીતો યુવાનોનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સુરતના કોટસફિલ રોડ વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસ પેટ્રોલિંગ છતા ગણેશ ઉત્સવના નામે કાયદાની મજાક ઉડાવતો આ વીડિયો પુરાવો છે કે, સુરતમાં કેવી રીતે ધાર્મિક પ્રસંગના નામે દારૂ પીવાઈ રહ્યો છે. યુવકો ગણેશજીની મૂર્તિની આગળ હિન્દી ફિલ્મો પર નાચી રહ્યા છે અને હાથમાં દારૂની બોટલ લઈને ખુલ્લેઆમ દારૂ પી રહ્યાં છે. આ વીડિયો બહાર આવતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. ભક્તિના નામે ગણેશ પંડાલોમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે. 

7ની ધરપકડ કરાઈ
સુરતનો આ વીડિયો અંગેના ઝી 24 કલાકના અહેવાલની તાત્કાલિક અસર જોવા મળી છે. આ મામલે સુરતના મહિધરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે અને મૂર્તિ સામે દારૂ પીને નાચનારા સાતની અટકાયત કરવામાં આવી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news