માણસને કઈ બીમારી છે તેની ઓળખ પ્રાણીઓ સુંઘીને કરી લેશે! જાણો પ્રાણીઓની સુંઘવાની શક્તિની રોચક વાતો

મોટા ભાગે તમને કોઈ બિમારી હોય તો તે અંગે તબીબો કહે ત્યાર બાદ ખબર પડે છે. પરંતુ વિચારો કે હવે તબીબો પાસે ગયા પહેલાં જ તમને બિમારી અંગે ખબર પડી જાય તો. આવું શક્યા છે પ્રાણીઓની મદદથી. પ્રાણીઓ સૂંઘવાની શક્તિથી હવે બિમારીઓની ઓળખ પર કરશે.

Updated By: Dec 7, 2021, 05:20 PM IST
માણસને કઈ બીમારી છે તેની ઓળખ પ્રાણીઓ સુંઘીને કરી લેશે! જાણો પ્રાણીઓની સુંઘવાની શક્તિની રોચક વાતો

નવી દિલ્હીઃ મોટા ભાગે તમને કોઈ બિમારી હોય તો તે અંગે તબીબો કહે ત્યાર બાદ ખબર પડે છે. પરંતુ વિચારો કે હવે તબીબો પાસે ગયા પહેલાં જ તમને બિમારી અંગે ખબર પડી જાય તો. આવું શક્યા છે પ્રાણીઓની મદદથી. પ્રાણીઓ સૂંઘવાની શક્તિથી હવે બિમારીઓની ઓળખ પર કરશે.

શ્વાનમાં રાસાયણિક ગંધને સૂંઘવી અને ઓળખવાની વિશેષ શક્તિ હોય છે. એટલા માટે ડોગને એરપોર્ટ, કસ્ટમ વિભાગ, પોલીસમાં સુરક્ષા માટે રાખવામાં આવે છે. અસુરક્ષિત વસ્તુઓને શોધવા માટે શ્વાનનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે હવે પ્રાણીઓનો ઉપયોગ બિમારીઓને શોધવા માટે પણ થઈ શકે છે.

હત્યાર સુધી તમે પ્રાણીઓને ઘરમાં પાળ્યા હશે. સુરક્ષા એજન્સીઓમાં મદદ માટે શ્વાન જોયા હશે. પરંતુ હવે પ્રાણીઓ તબીબોનું પણ કામ કરશે. પ્રાણીઓ પોતાની આગવી ક્ષમતાથી હવે બિમારીઓને શોધી કાઢશે. જેનો તબીબી ક્ષેત્રમાં ખુબ જ ફાયદો થઈ શકે છે. તો આવો જોઈએ કે કેવી રીતે પ્રાણીઓના ઉપયોગ બિમારીઓ શોધી શકાય છે.

પ્રાણીઓમાં સૂંઘવાની ક્ષમતા વધુ હોય છે:
શ્વાન, ઊંટ, ઊંદર જેવા પ્રાણીઓમાં બિમારીને ઓળખવાની ક્ષમતા વધુ હોય છે. તેમના નાકમાં 15 કરોડથી 30 કરોડ ગ્રંથિઓ આવેલી હોય છે. જ્યારે માણસોમાં આ ગ્રંથીઓની સંખ્યા 50 લાખ સુધી હોય છે. આટલી મોટી માત્રમાં ગ્રંથીઓ હોવાથી જ પ્રાણીઓમાં સૂંઘવાની ક્ષમતા વધુ હોય છે. અલગ અલગ પ્રકારની ગંધને પારખવામાં પ્રાણીઓ સક્ષમ હોય છે. જેથી શ્વાન જમીન અને પાણીની અંદર રહેલ વસ્તુઓને પણ ગંધના આધારે શોધી કાઢે છે.

બિમારીઓની પણ કરે છે ઓળખ:
અગાઉ મલેરિયાથી સંક્રમિત વ્યક્તિની શ્વાને ઓળખ કરી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેને અમેરિકામાં આયોજીત વૈજ્ઞાનિક બેઠકમાં મેડિકલ ડિટેક્સન ડોગ સંસ્થાએ રજૂ કરી હતી. મેડિકલ ડિટેક્શન ડોગ સંસ્થા શ્વાનની સૂંઘવાની ક્ષમતાથી કેન્સરની ઓળખ કરવા પર કામ કરી ચૂકી છે. જેના માટે શ્વાનને વ્યક્તિના કપડા, પરસેવા સહિતની વસ્તુઓની ગંધ સૂંઘાડવામાં આવી હતી. જેનાથી શ્વાન કેન્સરની ઓળખ કરી શકે. જેમાં સામે આવ્યું કે મલેરિયા અને કેન્સર સહિત ટાઈપ-1 ડાયાબિટીશની પણ શ્વાન ઓળખ કરી શકે છે. સાથે અન્ય કેટલીક બિમારીઓને પણ શ્વાન ઓળખ કરી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

શરૂઆત કેવી રીતે થઈ હતી:
50 વર્ષથી વધુ સમયથી બિમારીઓની ઓળખ માટે શ્વાનની મદદ લેવામાં આવે છે. જેમાં વર્ષ 2014માં ક્લિનિકલ કેમિસ્ટ્રી જર્નલમાં પ્રકાશિત થયેલ 'એનિમલ આલ્ફેક્ટરી ડિટેક્શન ઓફ ડિસીઝ: પ્રોમિસ એન્ડ પિટફલ્સ' વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. જેમાં શ્વાન સહિત અન્ય પ્રાણીઓની સૂંઘવાની શક્તિ અંગે વાત કરવામાં આવી છે. શ્વાનમાં કેન્સરને ઓળખવાની ક્ષમતા હોવાની 1989માં ખબર પડી હતી. શ્વાન પોતાની દેખરેક કરનાર વ્યક્તિના પગના મસને સતત સૂંઘવા લાગ્યો હતો. જેની તપાસ કરતા ખબર પડી કે શરીરના આ ભાગમાં ચામડીનું કેન્સર છે.

બિમારીઓને શોધવા અપાય છે તાલીમ:
શ્વાનને અમુક સુક્ષ્મસજીવો જેવા કે ટીબી માટે જવાબદાર બેક્ટેરિયા અને આંતરડાને અસર કરતા ક્લોસ્ટ્રીડિયમ ડિફિસિલ બેક્ટેરિયાને ઓળખવા માટે પણ તાલીમ આપવામાં આવી છે. પ્રાણીઓમાં માસણ કરતા અનેક ગણી ગંધ પારખવાની ક્ષમતા હોય છે. બેડોઇન્સ ઊંટ 80 કિલોમીટર દૂરથી પાણીના સ્ત્રોત શોધે છે. ભીની જમીનમાં હાજર રાસાયણિક જીઓસિમિનની ગંધ પરથી દૂરથી ઊંટ પાણીની શોધ કરી લે છે.

આફ્રિકન ઉંદર ઓળખી બતાવે છે બિમારીને:
વિવિધ ગંધને ઓળખવા માટે દરેક જગ્યાએ ઊંટ કે શ્વાનની મદદ લઈ શકાતી નથી. પરંતુ આફ્રિકન પાઉચ ઉંદરની મદદ લઈ શકાય છે. ઉંદરો દૂરથી જુદી જુદી ગંધને ઓળખવાની ઉત્તમ ક્ષમતા ધરાવે છે. તેમને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને તેઓ રહેવા માટે ઓછી જગ્યા પણ લે છે. આ ઉંદરો ઉષ્ણકટિબંધીય વિસ્તારોના રોગોને ઓળખવા માટે સક્ષમ છે. ભૂતકાળમાં અમુક બિમારીની ઓળખ માટે આફ્રિકન પાઉચ ઉંદરોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યાર તાંઝાનિયા અને મોઝામ્બિકમાં આ ઉંદરોની મદદથી ફેફસાના ટીબીની ઓળખ કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં પણ રોગોની ઓળખ માટે સ્થાનિક ઉંદરોની મદદ લઈ શકાય છે.

ભારતમાં પણ થઈ શકે છે પ્રાણીઓનો ઉપયોગ:
ભારતમાં શ્વાનની તાલીમ માટે સારી સુવિધાઓ છે, જેનો ઉપયોગ ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ અને સુરક્ષા એજન્સીઓમાં કરી શકાય તેમ છે. વસ્તીની ગીચતા અને ઉંદરોના ઉપયોગમાં સરળતા જોતાં, રોગોની તપાસ માટે ગ્રામીણ વિસ્તારોમાં ઉંદરોની મદદ લઈ શકાય છે. જરૂરી હોય તો રોગની ખાતરી કરવા માટે વિશ્વસનીય સાધનોની પણ મદદ લઈ શકાય છે. જેનાથી બિમારી અંગે આરોગ્ય કેન્દ્રો અને આરોગ્ય કર્મચારીઓને ચેતવવામાં મદદ મળશે. રોગની પહેલાંથી જાણ થઈ જાય તો દવા, રસી અને સારવારની વહેલી શોધ થઈ શકે છે. પશુ ચિકિત્સા સંસ્થાઓ યોગ્ય અને વધુ સારા સ્થાનિક પ્રાણીઓની પસંદગી કરી શકે છે. તેમને રોગોના નિદાન માટે તાલીમ આપી શકે છે. અને આ તાલીમ પામેલા પ્રાણીઓને ઉપનગરીય અને ગ્રામીણ રોગની તપાસ માટે તૈનાત કરી શકાય છે.