close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઉનાળામાં જો નજર હટી, તો આવી દુર્ઘટનાઓ ઘટી શકે છે

જેમ જેમ મોસમ બદલાય છે, બીમારીઓનું રૂપ બદલાય છે અને મોસમ બદલવાની સાથે જ પગપેસારો કરવા લાગે છે. આવી જ કેટલીક બીમારી છે, જે ગરમીમાં તેજીથી એટેક કરે છે. આમ તો આ બીમારીઓ બહુ જ સામાન્ય હોય છે, પરંતુ જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો ઘાતક સાબિત થઈ શકે છે. જોકે, આ બીમારીઓનો ઈલાજ ઘરમાં જ સંભવ છે, બસ જરૂર છે તેની માહિતી હોવી. આ વિશે તમારે જાણી લેવું બહુ જ જરૂરી છે.

Updated: May 6, 2019, 11:56 AM IST
ઉનાળામાં જો નજર હટી, તો આવી દુર્ઘટનાઓ ઘટી શકે છે

નવી દિલ્હી :જેમ જેમ મોસમ બદલાય છે, બીમારીઓનું રૂપ બદલાય છે અને મોસમ બદલવાની સાથે જ પગપેસારો કરવા લાગે છે. આવી જ કેટલીક બીમારી છે, જે ગરમીમાં તેજીથી એટેક કરે છે. આમ તો આ બીમારીઓ બહુ જ સામાન્ય હોય છે, પરંતુ જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો ઘાતક સાબિત થઈ શકે છે. જોકે, આ બીમારીઓનો ઈલાજ ઘરમાં જ સંભવ છે, બસ જરૂર છે તેની માહિતી હોવી. આ વિશે તમારે જાણી લેવું બહુ જ જરૂરી છે.

હીટ સ્ટ્રોક
હીટ સ્ટ્રોક, જેને ગુજરાતમાં લૂ કહેવાય છે. ગરમીમાં સૌથી કોમન બીમારી છે. જે શરીરમાં પાણીના ઘટાડાની સાથે ઝપેટમાં આવે છે. જો યોગ્ય સમયે લૂ લાગવાથી વ્યક્તિને સારવાર ન મળે તો તે જાનલેવા સાબિત થઈ શકે છે. હીટ સ્ટ્રોકમાં ફૂડ પોઈઝનિંગ, તાવ, પેટ દર્દ અને ઉલ્ટી આવવાની શક્યતા થવા લાગે છે. 

બચવા માટે શું કરવું
હીટ સ્ટ્રોકથી બચવા માટે ખાણીપીણીમાં ધ્યાન રાખવું. શરીરમાં પાણી ઓછું થવા ન દેવું. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખો. વધુ પાણી પીઓ, લીલા શાકભાજી, સલાડ અને ફળોનું સેવન વધારો. 

એસિડિટી
ગરમીમાં આ સમસ્યા સૌથી વધુ થાય છે. મુસાફરી દરમિયાન જો એસિડિટીનો પ્રોબ્લમ થાય તો એવુ લાગે છે કે જાણે હમણા જ જીવ જશે. આ સમસ્યા વારંવાર થાય તો સમજો કે તે ગંભીર રૂપ લેશે જ. અનેકવાર તે હોસ્પિટલના ધક્કા કરાવે છે. આવામાં ખાણીપીણીમાં કન્ટ્રોલ રાખીને તેને કન્ટ્રોલમાં રાખી શકો છો.

બચવા માટે શું કરવું
એસિડિટીથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે, તળેલા અને મસાલેદાર ખોરાકને ગરમીમાં તમારાથી દૂર રાખો. કેમ કે, તે એસિડિટી થવાનુ સૌથી મોટું કારણ છે. ગરમીમાં ખાવાનો ક્રમ પણ જાળવી રાકો. આ ઉપરાંત ચૂર્ણ કે કાઢાનું સેવન કરવાનું રાખો, જેથી એસિડિટીમાં ફાયદો થાય. 

પીલિયા
ગરમીમાં બાળક હોય કે મોટા, પીલિયાનો ખતરો વધી જાય છે. પીલિયાને હિપેટાઈટિસ-એ પણ કહેવાય છે. પીલિયા હોવાનું સૌથી મોટું કારણ છે દૂષિત પાણી અને દૂષિત ખાવાનું. આ બીમારીમાં રોગીના આંખો તથા નખ પીળા રંગના થઈ જાય છે, પેશાબ પણ પીળા રંગની થાય છે. યોગ્ય ઈલાજ ન મળવાથી પીલિયા પણ ગંભીર રૂપ ધારણ કરી લે છે. 

બચવા માટે શું કરશો
દૂષિત તથા બિનજરૂરી ખાવાના પદાર્થો ખાવાથી બચો. તળેલા ખોરાક પણ ન ખાઓ. શક્ય હોય તો માત્ર બાફેલો તથા હળવો ખોરાક લો. પાણી પણ ઉકાળીને પીવું. 

ચિકન પોક્સ
ગરમીની શરૂઆત થતા જ ચિકન પોક્સની બીમારી આવી જાય છે. તેનાથી શરીરમા પર લાલ ચકામા પડી જાય છે. આ સાથે જ માથાનો દુખાવો, તાવ અને ગળામાં ખારાશની તકલીફો પણ શરૂ થઈ જાય છે. ચિકન પોક્સમાં શરદી-ખાંસી થવી પણ સામાન્ય વાત છે, જે આજુબાજુના લોકોને પણ થવાની શક્યતા વધી જાય છે. આવામાં સાવધાની રાખવી જ જરૂરી છે.

આવી રીતે બચો
બાળકો અને યુવાઓને તે સૌથી વહેલા ઝપેટમાં આવે છે. તેથી સમયસર તેના ટીપા પીવડાવવાનું રાખો. જે તેનાથી બચવાનો સૌથી યોગ્ય રસ્તો માનવામાં આવે છે. પરંતુ તેનાથી બચવુ હોય તો બહારથી આવ્યા બાદ સૌથી પહેલા હાથ દુઓ અને પીડિત વ્યક્તિને અલગ રૂમમાં રાખો.