અજમાવી તો જુઓ... માઈગ્રેનનો દુખાવો દવા વિના મટાડવો હોય તો ટ્રાય કરો આ પાવડર, 10 મિનિટમાં મળશે રાહત

Migraine Pain: માથાનો દુખાવો માઈગ્રેનના કારણે હોય તો મુશ્કેલી વધી જાય છે. માઈગ્રેન દરમિયાન માથાના અડધા ભાગમાં તીવ્ર પીડા થાય છે. આ દુખાવો સહન કરવો મુશ્કેલ હોય છે. માઈગ્રેન ની તકલીફ હોય તેઓ દુખાવાની શરૂઆત થાય એટલે દવા ખાઈ જ લેતા હોય છે. પરંતુ જો તમારે આ દુખાવો દવા વિના મટાડવો હોય તો આજે તમને કેટલાક પાવડર વિશે જણાવીએ. આ પાવડર ખાધાની 10 જ મિનિટમાં માઈગ્રેનનો દુખાવો પણ દૂર થઈ જશે.

અજમાવી તો જુઓ... માઈગ્રેનનો દુખાવો દવા વિના મટાડવો હોય તો ટ્રાય કરો આ પાવડર, 10 મિનિટમાં મળશે રાહત

Migraine Pain: આજના સમયમાં લોકોની જીવનશૈલી એટલે વ્યસ્ત થઈ ગઈ છે કે માથાનો દુખાવો સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણી વખત લોકોને માથાના દુખાવાની ફરિયાદ હોય છે. પરંતુ આ માથાનો દુખાવો માઈગ્રેનના કારણે હોય તો મુશ્કેલી વધી જાય છે. માઈગ્રેન દરમિયાન માથાના અડધા ભાગમાં તીવ્ર પીડા થાય છે. આ દુખાવો સહન કરવો મુશ્કેલ હોય છે. માઈગ્રેન ની તકલીફ હોય તેઓ દુખાવાની શરૂઆત થાય એટલે દવા ખાઈ જ લેતા હોય છે. પરંતુ જો તમારે આ દુખાવો દવા વિના મટાડવો હોય તો આજે તમને કેટલાક પાવડર વિશે જણાવીએ. આ પાવડર ખાધા ની 10 જ મિનિટમાં માઈગ્રેન નો દુખાવો પણ દૂર થઈ જશે. આ પાવડર તમારે બજારમાંથી લેવા પણ નહીં પડે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને આ પાવડર તૈયાર કરવાના છે. 

આ પણ વાંચો:

માઈગ્રેનનો દુખાવો દૂર કરતા ઘરગથ્થુ પાવડર

1. સૂકા ધાણા સાકર અને વરીયાળી 100 ગ્રામની માત્રામાં લઈને એક સાથે પીસી પાવડર બનાવી લો. માઈગ્રેન ની તકલીફ હોય તેણે આ પાવડર દિવસમાં ત્રણ વાર એક-એક ગ્રામની માત્રામાં લેવો. એક અઠવાડિયામાં જ માઈગ્રેન મટી જશે.

2. રાત્રે એક ગ્લાસ હુંફાળા પાણીમાં લવિંગનો પાવડર ઉમેરીને પલાળી દો. સવારે જાગીને આ પાણી પી જવું. તેનાથી જૂનામાં જૂનો માથાનો દુખાવો પણ મટી જશે. 

આ બંને ઉપચાર કરવાની સાથે માઇગ્રેન મટાડવું હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જેમકે ઊંઘ બરાબર કરવી. આ સિવાય ચોકલેટ, ડેરી પ્રોડક્ટ, ખાટા ફળ, ડુંગળી, ફાસ્ટ ફૂડ વગેરે વસ્તુઓનું સેવન શક્ય હોય ત્યાં સુધી ન કરવું. કારણ કે આવો આ ખોરાક માઈગ્રેનનો દુખાવો વધારે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news