Kuwait Tragedy: કુવૈતની હાઇરાઇઝ બિલ્ડીંગમાં લાગી આગ, 40 ભારતીયોના મોત

Fire in Kuwait Buidling: કુવૈતના દક્ષિણી મંગફમાં બુધવારે એક અકસ્માત સર્જાયો હતો. અહીં એક બિલ્ડીંગમાં આગ લાગવાના કારણે 40થી વધુ ભારતીયોના મોત થયા છે. વિદેશમંત્રી એસ જયશંકરે તેના પર દુખ વ્યક્ત કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 

Kuwait Tragedy: કુવૈતની હાઇરાઇઝ બિલ્ડીંગમાં લાગી આગ, 40 ભારતીયોના મોત

Kuwait Fire: કુવૈતના દક્ષિણી મંગફમાં  એક બિલ્ડીંગમાં આગ લાગી ગઇ છે. ઘટનામાં 40 ભારતીયોના મોત થયા છે. અકસ્માતમાં 30 ભારતીય ઘાયલ છે અને લગભગ 90 ભારતીયોને રેક્સ્યૂ કરવામાં આવ્યા છે. આગ બુધવારે સવારે લાગી હતી. કુવૈત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મંત્રાલ્યે કહ્યું કે મેડિકલ ટીમો ઘાયલ લોકોને યોગ્ય સારવાર પુરી પાડવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ ભારતીય દૂતાવાસે પણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 

અકસ્માત પર વિદેશ મંત્રી એસ જયશંકરે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે આગની ઘટનાના સમાચારથી તે ખૂબ જ આઘાતમાં છે. 40 થી વધુ લોકોના મોત થયા છે અને 50 થી વધુ હોસ્પિટલમાં દાખલ છે. અમારા રાજદૂત કેમ્પસમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે આગળ લખ્યું કે દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. હું ઘાયલ થયેલા લોકોના ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.

— Ayman Mat News (@AymanMatNews) June 12, 2024

ઇમારતમાં રહેલા હતા મોટાભાગના મજૂર
રિપોર્ટ અનુસાર આગ બુધવારે સવારે 4:30 વાગે એક લેબર કેમ્પના કિચનમાં લાગી હતી. કેટલાક લોકોના મોત આગ જોઇને એપાર્ટમેન્ટની બહાર કૂદવાથી થયા હતા, ત્યારે અન્ય લોકો દાઝી ગયા હોવાથી અને શ્વાસમાં ધૂમાડો જતો રહેવાથી મૃત્યું પામ્યા હતા. એક રિપોર્ટ અનુસાર બિલ્ડીંગમાં લગભગ 195 લોકો રહેતા હતા. તેના સ્વામિત્વ એક મલયાલી બિઝનેસમેન કેજી અબ્રાહમ પાસે છે. જોકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ અત્યારે કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાના સમાચાર છે. 

મંગફ વિસ્તારમાં રહેતા હતા વિદેશી મજબૂર 
કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે બુધવારે સવારે દક્ષિણી મંગાફ જિલ્લામાં જ્યાં આગ લાગી હતી તે વિસ્તાર વિદેશી મજૂરોથી ભરેલો હતો. કુવૈતના ઉપપ્રધાનમંત્રી શેખ ફહદ અલ યૂસૂફ અલ સબાહે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ બિલ્ડીંગના માલિકની ધરપકડનો આદેશ આપ્યો છે. શેખ ફહદએ કહ્યું કે રિયલ એસ્ટેટ માલિકોની લાલચ જ આવા કિસ્સાઓને જન્મ આપે છે. 

ધૂમાડાના લીધે થયું મોત
કુવૈનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જે બિલ્ડીંગમાં આગ લાગી હતી ત્યાં ફક્ત મજૂર રહેતા હતા. તેમાંથી ડઝન લોકોને બચાવી લીધા છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે ધૂમાડાના લીધે ભારતીય મજૂરોના મોત થયા છે. અલ જઝીરા સાથે વાત કરતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે અમે લોકોને આ અંગે ચેતવણી આપતા રહીએ છીએ, પરંતુ તેમ છતાં પણ મજૂર શિબિરોમાં કામદારો ખરાબ રીતે તણાઈ જાય છે અને આવા અકસ્માતો થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news