સપ્તાહમાં બે વખત ખીચડી ખાવાથી જલદીથી થશે વેઈટ લોસ, જાણો ખીચડી ખાવાના ફાયદા

ખીચડીને જોઈને તમે ગમે તેટલું મોઢું બગાડો પણ ખીચડી તમારા સ્વાસ્થ્ય માટે કોઈ પ્રોટીન ફૂડથી ઓછી નથી. દાળ-ચોખા, શાકભાજી અને મસાલા એક સાથે નાખીને બનાવેલી ખીચડી સ્વાદિષ્ટ લાગે છે.

સપ્તાહમાં બે વખત ખીચડી ખાવાથી જલદીથી થશે વેઈટ લોસ, જાણો ખીચડી ખાવાના ફાયદા

નવી દિલ્લીઃ ખીચડીને જોઈને તમે ગમે તેટલું મોઢું બગાડો પણ ખીચડી તમારા સ્વાસ્થ્ય માટે કોઈ પ્રોટીન ફૂડથી ઓછી નથી. દાળ-ચોખા, શાકભાજી અને મસાલા એક સાથે નાખીને બનાવેલી ખીચડી સ્વાદિષ્ટ લાગે છે. જો તમે ડાઈટિંગ કરો છો અને અશક્તિ વગર વેટ લોસ કરવા માગો છો તો સપ્તાહમાં બે દિવસ ખીચડી ખાવાનું શરૂ કરી દો. ઘણા સેલિબ્રિટી પણ વેટ લોસ કરવા માટે ખીચડીને ડાયટમાં શામેલ કરે છે.

ખીચડી ખાવાથી ઓછું થાય છે વજન-

વજન ઓછું કરતા સમયે પ્રોટીનનું લેવલ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. ખીચડી સામાન્ય રીતે મગદાળથી બનાવવામાં આવે છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે. તેનાથી પેટ વધારે સમય સુધી ભરેલું રહે છે. અને વારંવાર ભૂખ નથી લાગતી.

ખીચડી ખાવાના અનેક ફાયદાઃ

1. પેટની સમસ્યામાંથી મળે છે રાહત-

જે લોકોને વારંવાર પેટની સાથે જોડાયેલી સમસ્યા રહે છે તેઓએ અલગ દાળ અને કઠોળથી બનાવેલી ખીચડી ખાવી જોઈએ. દિવસમાં ઓછામાં ઓછી એકવાર આ ખીચડી ખાવી જોઈએ. કબજીયાતની સમસ્યા ધરાવતા લોકો માટે ખીચડી ફાયદાકારક છે.

2. લૂઝ મોશન પછી અશક્તિની સમસ્યા કરે છે દૂર

જો કોઈને લૂઝ મોશનની સમસ્યા છે, તો ફોતરાવાળી મગની દાળની બનેલી ખીચડી ખાવી જોઈએ. આ ખીચડી થોડી લચીલી બનાવવી જોઈએ. તેનાથી લૂઝ મોશન અને પેટના દુખાવામાં રાહત મળશે. સાથે જ આનાથી અશક્તિ પણ નથી આવતી.

3. બોડીને ડિટૉક્સ કરે છે ખીચડી

કફ, ફીવર, વીકનેસમાં ખીચડી ખાવાથી શરીરે જરૂરી પોષક તત્વો મળે છે અને બોડી જલી હીલ કરી શકે છે. ખીચડી બોડીને ડિટોક્સ કરવાનું કામ પણ કરે છે.

4. સુગર કંટ્રોલ કરે છે ખીચડીઃ ડાયાબિટીઝના દર્દીઓ અને ડાયટ કંટ્રોલ સાથે જોડાયેલ લોકોએ દરરોજ એક વાર ખીચડી ખાવી જોઈએ. તેનાથી સુગર કંટ્રોલ રાખવામાં અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

5. વેઈટ કંટ્રોલ કરવા ડાઈજેશન માટે ઉપયોગી

જે ડેસ્ક જોબ કરે છે તેમને કલાકો સુધી એક જ જગ્યા પર બેસી રહેવું પડે છે. તેમના માટે ખીચડી ખૂબ લાભકારક છે. તેઓ ડિનરમાં ખીચડી ખાઈ શકે છે. દરરોજ અલગ અલગ દાળ અને બીન્સની સાથે ખીચડી ખાઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news