શરૂ થઇ ગઇ છે તહેવારોની સિઝન, ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ કામની છે 5 વાતો
Diwali 2022: તબીબોનું કહેવું છે કે તહેવારોમાં ડાયાબિટીસના દર્દીઓએ સૌથી વધુ સાવધાની રાખવાની જરૂર છે. બ્લડ સુગર કંટ્રોલ રાખવામાં થોડી બેદરકારી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે જેથી ડાયાબિટીસના દર્દીઓએ તહેવારમાં આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Trending Photos
Diwali 2022: તહેવારોની સિઝનમાં લોકો સ્વાસ્થ્યનું બિલકુલ ધ્યાન રાખતા નથી. ધનતેરસ, દિવાળીથી લઈને ભાઈ બીજ સુધી ઘરમાં મીઠાઈઓનો ઢગલો રહે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ પોતાના સ્વાસ્થ્યની દરકાર રાખ્યા વગર મીઠાઈઓ ખાવા લાગે છે.
1. તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં, એકવાર ગ્લુકોઝનું સ્તર તપાસવાનું નિશ્ચિત કરો. બોડી સ્ક્રિનિંગ કરાવવાથી, તમે સંભવિત જોખમોથી વાકેફ થશો અને સાવધાની સાથે તહેવારોનો આનંદ માણી શકશો.
2. તહેવારોની સિઝનમાં સ્વીટ ડીશ કે મીઠા પીણા બંનેથી દૂર રહો. આ દરમિયાન તમારે તળેલું ખાવાનું પણ ટાળવું જોઈએ. તમારી ખાવા-પીવાની દિનચર્યાનું પણ ધ્યાન રાખો. જો તમે બહાર ક્યાંક રાત્રિભોજન કરવાનું વિચારી રહ્યા છો, તો શુદ્ધ ખાંડ અને સંતૃપ્ત ચરબીવાળી વસ્તુઓ ન ખાઓ.
3. આ દરમિયાન ઘરના સભ્યોએ પણ ડાયાબિટીસના દર્દીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. દર્દીઓ અથવા પરિવારના સભ્યોએ ડૉક્ટરને મૌખિક એન્ટિ-ડાયાબિટીક દવાઓ અને ઇન્સ્યુલિન સંબંધિત સમસ્યાઓ વિશે પૂછવું જોઈએ, જેથી દર્દીના સ્વાસ્થ્યને વધુ નુકસાન ન થાય.
4. દિવાળી અને ભાઈ બીજ જેવા તહેવારો પર મીઠાઈઓ અને મીઠી વાનગીઓનો ઘણો સ્વાદ લેવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ આવી વસ્તુઓથી દૂર રહે તો સારું રહેશે. મીઠી વાનગીઓ અથવા મીઠાઈઓને બદલે, તમે ગોળ, ખજૂર અથવા અંજીરનું સેવન કરી શકો છો.
5. તહેવારો પર મીઠાઈઓ સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ ઘરમાં આવે છે. તમે તબીબની સલાહ લઈને ડાયાબિટીસમાં ફાયદાકારક ફળો અથવા સૂકા ફળોનું સેવન કરી શકો છો. જો તમે નિયમિત વ્યાયામ કરો છો તો આ દિનચર્યાને પણ તોડશો નહીં.
( અહીં આપવામાં આવેલી જાણકારી કોઈ તબીબની સલાહનો વિકલ્પ નથી. અહીં લખવામાં આવેલો લેખ માત્ર તમને જાણકારી આપવા માટે છે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે