Health Benefits Of Tamarind: બાળપણથી સૌની પ્રિય આ વસ્તુમાં છે અનેક ગુણ, ભોજનમાં લેવાથી થશે અસંખ્ય લાભ

તમે નાની ઉંમરમાં શાળાએથી છૂટતી વખતે ખાટી આમલી તો ખાધી જ હશે. પરંતુ શું તમને ખબર છે કે રસોઈમાં વપરાતી આ આમલી તમારા શરીર માટે કેટલી ફાયદાકારક છે? આમલીમાં અનેક પ્રકારના ગુણ છે જે શરીર માટે બહુ લાભકારી છે. આવો જાણીએ આમલી વિશે તમામ ફાયદા.

Health Benefits Of Tamarind: બાળપણથી સૌની પ્રિય આ વસ્તુમાં છે અનેક ગુણ, ભોજનમાં લેવાથી થશે અસંખ્ય લાભ

 

નવી દિલ્લીઃ તમે નાની ઉંમરમાં શાળાએથી છૂટતી વખતે ખાટી આમલી તો ખાધી જ હશે. પરંતુ શું તમને ખબર છે કે રસોઈમાં વપરાતી આ આમલી તમારા શરીર માટે કેટલી ફાયદાકારક છે? આમલીમાં અનેક પ્રકારના ગુણ છે જે શરીર માટે બહુ લાભકારી છે. આવો જાણીએ આમલી વિશે તમામ ફાયદા.

નાનપણમાં મોટા ભાગના બાળકોને ખાટી આમલી ખાવાનું પસંદ હોય છે. આમલી મહિલાઓની પણ વિશેષ પસંદ છે. ભોજન બનાવવામાં પણ આમલીનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકો તો ખાટી આમલીના પાણી સાથે ગોલગપ્પા ખાવાનું પસંદ કરે છે. પંજાબી સમોસા અથવા તીખા ઘુઘરા સાથે આમલીની ખાટી-મીઠી ચટણી મળી જાય તો તેની મજા જ કંઈક અલગ હોય છે. આ તો રહી સ્વાદની વાત, પરંતુ શું તમે જાણો છો આમલી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાભકારી છે?

આમલી ખાવાથી શરીરમાં અનેક ફાયદા મળે છે. આમલીથી નર્વસ સિસ્ટમ અને હૃદય પણ સેહતમંદ રહે છે. આમલી સંક્રમણ અને દુખાવાને ઠીક કરવામાં, ઈમ્યુનિટી મજબુત કરવામાં અને શરીરની ઉર્જા લેવલને વધારવામાં પણ મદદ કરે છે. આમલીમાં કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઈબરની માત્રા વધુ હોય છે. આ સિવાય વિટામીન C, E, B અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે. જે ડાયાબિટીઝને કાબૂ કરવામાં મદદરૂપ થાય છે.

ડાયાબિટીઝ માટે-
આમલી બ્લડ શુગર લેવલને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. આ શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સના અવશોષણને રોકે છે.

ઈમ્યુનિટી વધારવા માટે-
આમલીમાં મોટી માત્રામાં વિટામીન C હોય છે. જેની મદદથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે. સાચી ઈમ્યુનિટી હોવાથી શરીરમાં અનેક પ્રકારના રોગ દૂર રહે છે.

સ્થુળતાથી છુટકારો-
આમલી ખાવાથી સ્થુળતાથી બચી શકાય છે. આમલીમાં આવેલા હાઈડ્રોક્સીસાઈટ્રીક એસિડ સામાન્ય રીતે શરીરમાં બનેલી ચર્બીને ઓછી કરે છે. આ સિવાય, આમલી તમને વધુ ખાવાથી પણ રોકે છે. જેને કારણે વધવાનું પણ જોખમ રહેતું નથી.

કેંસરના જોખમમાં ઘટાડો-
જો તમે કેંસરના જોખમથી બચવા માગો છો, તો તમારા ડાયટમાં આમલીને નિશ્ચિત રૂપથી સામેલ કરો. આમલીમાં એન્ટીઓક્સીડેંટ તત્વોથી ભરપુર હોય છે. અને ટારટારિક એસિડ હોવાથી શરીરમાં કેંસરના સેલને વિકસતા રોકે છે.

બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા-
મોટા પ્રમાણમાં આયરન અને પોટેશિયમ હોવાને કારણે આમલી બ્લડ પ્રેશરને કાબૂમાં કરવામાં મદદ કરે છે. આ સિવાય આમલી રેડ બ્લડ સેલનું નિર્માણ કરવામાં પણ મદદ કરે છે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news