આ 59 દવાઓ તપાસમાં ફેલ થતાં હડકંપ! જેણે ગોળીઓ ગળી એનું શું? ક્યાંક તમે તો નથી લેતાને આ દવાઓ?

CDSCO Medicine Alert:  ઘણી મોટી કંપનીઓની 59 દવાઓના સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ જોવા મળ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

આ 59 દવાઓ તપાસમાં ફેલ થતાં હડકંપ! જેણે ગોળીઓ ગળી એનું શું? ક્યાંક તમે તો નથી લેતાને આ દવાઓ?

CDSCO Medicine Alert: ઘણાં લોકોને ઊંધું ખાલીને આડેધડ દવાઓ લેવાની આદત હોય છે. તો ઘણાં લોકોને જરા કંઈક થાય તો ડોક્ટર પાસે દોડવાની આદત હોય છે. કેટલાંક ડોક્ટરો પણ પેસન્ટને ઉચ્ચક ગમે તે દવાઓ પધરાવી દેતા હોય છે. જોકે, આવી સ્થિતિની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. જેમાં ઢગલાબંધ દવાઓના સેમ્પલ તપાસ દરમિયાન ફેલ નીકળ્યાં છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છેકે, આટલાં સમય સુધી જેણે આ દવાઓ લીધી, જેણે આ ગોળીઓ ખાધી એનું શું?

ઘણી મોટી કંપનીઓની 59 દવાઓના સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ જોવા મળ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. સીડીએસસીઓ અનુસાર, આ દવાઓની ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરતી નથી. આ દવાઓ લેવાથી નુકસાન થઈ શકે છે. સીડીએસસીઓના જણાવ્યા અનુસાર ઓક્ટોબરમાં આ દવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તપાસમાં 1105 દવાઓના સેમ્પલ લેવાયા હતા-
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) અનુસાર, ઓક્ટોબરમાં, પ્રતિષ્ઠિત કંપનીઓની દવાઓ સહિત 59 દવાઓના નમૂનાઓ 'સ્ટાન્ડર્ડ ગુણવત્તાને અનુરૂપ નથી' જાહેર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જારી કરાયેલી ચેતવણીમાં, સીડીએસસીઓએ જણાવ્યું હતું કે 1105 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

61 નમૂનાઓ પ્રમાણભૂત ગુણવત્તાના નથી-
સીડીએસસીઓની તપાસમાં કુલ નમૂનાઓમાંથી 61 પ્રમાણભૂત ગુણવત્તાના ન હોવાનું જણાયું હતું. જોકે, બે વખત બે દવાઓના સેમ્પલ લેવાના કારણે આ સંખ્યા વધીને 59 થઈ ગઈ છે.

લેબલ વગરની શીશીઓના બે નમૂના પણ સામેલ છે-
આ 61 નમૂનાઓમાં સફેદ સીલ સાથે લેબલ વગરની શીશીઓના બે નમૂનાઓનો સમાવેશ થાય છે, જેમાં કથિત રીતે 50 મિલિગ્રામ ટિગેસાયક્લાઇન હોય છે. ફેનોલિક જંતુનાશક મલ્ટી-પર્પઝ સરફેસ ક્લીનર-કમ-ડિઓડોરાઇઝર (લીટનર)ના બે નમૂનાઓ પણ હલકી ગુણવત્તાના હોવાનું જણાયું હતું.

આ દવાઓની ગુણવત્તા પણ ખરાબ છે-
'માનક ગુણવત્તાને અનુરૂપ નથી' જાહેર કરાયેલા અન્ય નમૂનાઓમાં સેફિક્સાઈમ ઓરલ સસ્પેન્શન આઈપી, એમોક્સિસિલિન, પોટેશિયમ ક્લેવ્યુલેનેટ અને લેક્ટિક એસિડ બેસિલસ ટેબ્લેટ્સ, રેબેપ્રાઝોલ સોડિયમ (એન્ટરિક કોટેડ) અને ડોમ્પેરીડોન (સસ્ટેઈન રીલીઝ) કેપ્સ્યુલ્સ (20) નો સમાવેશ થાય છે.

આ દવાઓમાં પણ પ્રમાણભૂત ગુણવત્તા જોવા મળતી નથી-
mg/30 mg), Diclofenac Sodium Tablet IP 50 mg, Albendazole Tablet I.P. 400 mg, Ofloxacin, Ornidazole, Itraconazole અને Clobetasol Propionate Cream (Derma-Rx Cream) અને વિટામિન C (Orange Syrup) ધરાવે છે. (ઈનપુટ- સમાચાર એજન્સીની ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news