વરસાદમાં મકાઈ ખાવાના શોખીનો પણ નહીં જાણતા હોય તેના આ 10 ફાયદા

વરસાદની સિઝન આપવતાની સાથે જ શહેરની સડકો પર મકાઈની લારીઓની લાઈનો લાગી જાય છે. બજારોમાં પણ મકાઈના ભુટ્ટા ખાવા માટે લોકો ભીડ જમાવતા હોય છે. હવે તો મકાઈને પણ ચીઝ અને પનીરની સાથે સ્પેશિયલ ડીશ બનાવીને પીરસવામાં આવે છે. ત્યારે શું તમે તેના ફાયદાઓ વિશે જાણો છો?

વરસાદમાં મકાઈ ખાવાના શોખીનો પણ નહીં જાણતા હોય તેના આ 10 ફાયદા

ઝી બ્યૂરો, અમદાવાદઃ વરસાદની સીઝનમાં મકાઈ ખાવાની મજા કઈક અલગ જ હોય છે. બાફેલી હોય કે શેકેલી હોય. પોપકોર્ન પણ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. મકાઈ આખી દુનિયામાં લોકપ્રિય છે અને તેની અનેક પ્રજાતિ પણ છે. ટાર્ટિલા, ચિપ્સ, કોર્ન મિલ, મકાઈનો લોટ, કોર્ન ઓઈલ જેવી અનેક વસ્તુઓ પણ બનાવવામાં આવે છે.

1) હાર્ટ માટે બેસ્ટ છે મકાઈ-
મકાઈમાં કોલસ્ટ્રેલ અને સોડિયમ બિલકુલ પણ નથી હોતું. મકાઈના લોટમાંથી બનેલી વસ્તુ હદયના દર્દીઓ માટે ઘણી જ ફાયદાકારક છે. એ સિવાય તેમાં મળતા ફાયબર અને વિટામીન બી-3 અથવા ગુડ કોલસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલસ્ટ્રોલમાં કામ કરે છે. જે હદયની ધમનીઓમાં લોહીને જમવા દેતું નથી અને માંસપેશીઓના કાર્યને સરળ બનાવે છે. કુલ મળીને હદય માટે મકાઈ અથવા ભુટ્ટો ઘણો જ ફાયદાકારક છે.

2) આંખો માટે ફાયદાકારક-
મકાઈમાં કેરોટીનોયડ લ્યુટિન અને જેક્સૈન્થિન જેવા જરૂરી એન્ટીઓક્સીડન્ટ હોય છે જે ઓપ્ટિક ટિશ્યૂથી હાનિકારક ફ્રી રેડિકલ્સને હટાવે છે અને આંખોના પ્રકાશને પણ વધારે છે. આ સિવાય આંખોના નમણા ભાગને પણ નુકસાનથી બચાવે છે. આ ઉંમરની સાથે થનારી બીમારીઓ જેવી કે ગ્લુકોમા અને મોતિયાથી પણ બચાવ કરે છે.

3) બ્લડ શુગરને કંટ્રોલ કરે છે-
મકાઈમાં હાજર કાર્બોહાઈડ્રેડ શરીરને તરત એનર્જી આપવાનું કામ કરે છે. જેમાં હાજર ફાઈટેટ્સ, ટેનિન, પોલીફેનોલ્સ જેવા તત્વો પાચનપ્રક્રિયાને ધીમી કરે છે. જેના કારણે હાઈબ્લડ શુગર ઓછુ થઈ જાય છે. ડાયાબિટીઝના દર્દીઓમાં તે ઘણું જ ફાયદાકારક હોય છે. કેલરીમાં ઓછુ અને ફાઈબર વધુ હોવાના કારણે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

4) હાડકાને મજબૂત કરે છે-
મકાઈમાં નેચરલ કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. આ હાડકામાં ઘનત્વને પણ વધારે છે અને ઓસ્ટિયોપોરોસિસથી બચાવે છે. જે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ અને કિડનીની સમસ્યામાં પણ ફાયદાકારક છે. યુવાનોએ રોજ મકાઈનું સેવન કરવું જોઈએ પણ આધેડ અને વૃદ્ધોએ મકાઈ સીમિત માત્રામાં જ ખાવી જોઈએ.

5) વિટામીન્સ અને પોષકતત્વ-
અલગ-અલગ મકાઈમાં અલગ અલગ પ્રકારના વિટામીન અને પોષક તત્વો રહેલા હોય છે. જેમ કે પોપકોર્નમાં મિનરલ્સ અને સ્વીટ કોર્નમાં અનેક પ્રકારના વિટામીન હોય છે. ભુટ્ટા અને પોપકોર્નમાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ, મેંગનીઝ અને ઝીંક મળે છે. ત્યાં જ સ્વીટ કોર્નમાં વિટામીન બી-5 અને બી-9 મળે છે. જે શરીરમાં ફોલિક એસિડની ઉણને પૂરી કરે છે.

6) નર્વસ સિસ્ટમ ફંક્શનને વધારે છે-
મકાઈ ખાવાથી નર્વસ સિસ્ટમ ફંક્શન સારી રીતે કામ કરે છે. જેમાં મળતા અમીનો એસિડ મગજને શાંત કરી યાદશક્તિ વધારવાનું કામ કરે છે. જે તણાવ ઓછુ કરવાની સાથે ઈનસોમ્નિયાના ઈલાજમાં પણ ઘણુ જ ફાયદાકારક છે. મકાઈ ખાવાથી મૂડ તો સારો રહે છે સાથે જ ઉંઘણ પણ સારી આવે છે.

7) એન્ટી-એન્જિંગનું કામ-
મકાઈના બીજ ફેનોલિક એસિડ અને ફ્લેવોનોઈડથી બનેલા હોય છે જે બંને એન્ટીઓક્સિડેન્ટની ફ્રી રેડિક્લસની સમસ્યાને દૂર કરે છે. આ નવા સ્કિન સેલ્સને બનાવવાનું કામ કરે છે સાથે જ ફાઈન લાઈન્સ અને કરચલિયોને સંતાડે છે. મકાઈના સેવનથી શરીરમાં કોલેજન બની જાય છે જેનાથી ચામડી ચીકણી રહે છે. 

8) પેટને અંદરથી ઠંકડ મળે-
બાજરી અને ઘઉં પ્રમાણમાં ગરમ કહેવાય છે. જેથી તેને ખાવાથી શરીરમાં એક પ્રકારે ગરમી ઉત્પન્ન થાય છે. જ્યારે જુવાર અને મકાઈ પ્રમાણમાં ઠંડા હોય છે. એટલેકે, એમની તાસિર ઠંડી હોય છે જેનાથી પેટને ઠંડક મળે છે. 

9) પેટની તકલીફોને દૂર કરે છે-
પેટમાં તકલીફ, અનિયમિત શૌચ, પેટમાં દુખાવો, પેટ ફૂલાવું અને કબજિયાત જેવી સમસ્યામાં મકાઈ આરામ આવે છે. મકાઈમાં મળતા ફાઈબર ગેસ્ટ્રોસ્ટાઈનલ ફંક્શનમાં સુધારો કરે છે. વધુ ફાયબરવાળા ફૂડ પેટની સમસ્યા માટે સારા માનવામાં આવે છે અને મકાઈ તેમાંથી એક છે. આ પાચન અને મેટાબોલિઝમથી જોડાયેલી સમસ્યાને દૂર કરે છે.

10) એનીમિયા દૂર કરે છે-
ભારતમાં વધુ મહિલાઓ, પુરુષ અને બાળકોમાં આયરનની ઉણપ ઓછી હોય છે. અને તેના કારણે વધુ થાક અને પ્રોડક્ટિવિટીનું સ્તર ઓછું થઈ જાયછે. કોર્ન આયરનનું પાવરહાઉસ છે. જે લોકોમાં હીમોગ્લોબિનની ઉણપ હોય છે તેમના માટે મકાઈ દવાનું કામ કરે છે. તે એનીમિયાનો ઈલાજ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news