ડાયાબિટીસને કારણે આ ત્રણ અંગો થાય છે સૌથી વધુ પ્રભાવિત, જીવ માટે છે ખતરો, આ રીતે કરો કંટ્રોલ
Diabetes Damage Body Parts: ડાયાબિટીસ એક એવી બીમારી છે જે ધીમે-ધીમે શરીરના બીજા અંગોને ખરાબ કરે છે. શરીરમાં વધેલું બ્લડ સુગર લેવલ ઘણા અંગો પર ખરાબ અસર કરે છે. ડાયાબિટીસ થવા પર આ અંગો પર સૌથી વધુ ખરાબ અસર થાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાન-પાનને કારણે આજકાલ ઘણા લોકોને નાની ઉંમરમાં ડાયાબિટીસની સમસ્યા થઈ રહી છે. યુવાઓમાં ડાયાબિટીસની બીમારી ખુબ પરેશાન કરનારી છે. ડાયાબિટીસને હળવાશથી ન લેવો જોઈએ, કારણ કે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધવાથી શરીરના અન્ય ભાગોને ધીમે ધીમે અસર થવા લાગે છે. જો સમય રહેતા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ન આવે તો તેનાથી ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે. ડાયાબિટીસના દર્દીના હાર્ટ, કિડની, આંખ અને મગજ પર ખરાબ અસર પડે છે. આ અંગ સૌથી વધુ પ્રભાવિત થાય ચે. વધેલા બ્લડ સુગરથી વેસ્કુલર હેલ્થ પર પણ નકારાત્મક અસર પડે છે. તેનાથી બ્લડ વેસલ્સમાં ફેરફાર આવવા લાગે છે અને શરીરમાં બીમારીઓ વધી જાય છે. તેવામાં જરૂરી છે કે તમે ડાઇટ અને લાઇફસ્ટાઇલમાં કેટલાક ફેરફાર કરી ડાયાબિટીસને કંટ્રોલ કરો.
ડાયાબિટીસને કઈ રીતે કરો કંટ્રોલ (How To Control Diabetes)
વજન કંટ્રોલ રાખો- ડાયાબિટીસને કંટ્રોલ રાખવી છે તો સૌથી પહેલા પોતાના વજન પર કાબુ કરો. મોટાપો ડાયાબિટીસનું એક કારણ છે. જે લોકો ઓવરવેટ હોય છે, તેને સુગરનો ખતરો વધુ હોય છે. ડાઇટ અને ડેલી વ્યાયામ કરી ડાયાબિટીસ અને મોટાપાને કંટ્રોલ કરી શકાય છે.
ડાઇટમાં કરો ફેરફાર- ડાઇટથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. તે માટે જરૂરી છે કે તમે ફાઇબરથી ભરપૂર ડાઇટ લો. ભોજનમાં વધુ ફળ અને શાકભાજીનો ઉપયોગ કરો. ચોખા અને ખાંડને ડાઇટમાંથી હટાવી દો. મેથીના પાણીનો ઉપયોગ કરો. ઘઉંની જગ્યાએ મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરો.
સ્ટ્રેસ ઓછી લો- તણાવ ઘણી બીમારીઓનું કારણ બને છે. ચિંતા અને તણાવથી શરીરમાં બ્લડ સુગર લેવલ પણ વધી જાય છે. જો તમે દિવસભર તણાવમાં રહો તો તેનાથી કોર્ટિસોલ હોર્મોન વધવા લાગે ચે. જો તમે ઓવર ઈટિંગનો શિકાર થાવ છો તો ધીમે-ધીમે શરીરમાં બ્લડ સુગર લેવલ વધી જાય છે. તેથી સ્ટ્રેસ ઘટાડો.
દરરોજ કસરત- જે લોકો દરરોજ કસરત કરે છે કે કોઈ બીજી ફિઝિકલ એક્ટિવિટી કરે છે તેનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. વ્યાયામ હાર્ટ માટે પણ ફાયદાકારક છે. તેથી દરરોજ 45 મિનિટની વોક કે કસરત જરૂર કરવી જોઈએ. તેનાથી સુગર કંટ્રોલ રહે છે.
નિયમિત તપાસ કરાવતા રહો- સુગરને કંટ્રોલ કરવાની એક રીત તે પણ છે કે તમે નિયમિત રૂપથી સુગર લેવલની તપાસ કરાવતા રહો. જો તમને ખ્યાલ હશે કે તમારૂ સુગર લેવલ કેટલું છે તો તમે સરળતાથી તેને કંટ્રોલ કરી શકશો. એટલે કે તમે પહેલાથી સાવચેતી રાખી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે