હાર્ટ એટેકથી બચાવી શકે છે આ રસોડાના આ મસાલા, જાણો કઈ રીતે બચી શકાય છે

હાર્ટ એટેક (Heart Attack) ગમે ત્યારે અચાનક આવી શકે છે. પરંતુ કેટલાક લક્ષણ છે, જે હાર્ટ એટેક આવે તેના 1 મહિના પહેલા ખબર પડી જાય છે. હાર્ટ એટેકથી બચવાની સૌથી સારી રીત તમે તણાવ મુક્ત રહો. આ ઉપરાંત હાર્ટ એટેકથી બચવા માટે અન્ય કેટલીક રીત છે જેમ કે, વધારે કેલેરી વાળા ખોરોકથી દુર રહેવું અને નિયમિત વ્યાયામ (exercise) કરવું વગેરે... પરંતુ જો તમે તમારા હૃદયના સ્વાસ્થ્યને લઇને પરેશાન છો તો આ પાંચ મસાલાનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. આવો તમને જણાવીએ...
હાર્ટ એટેકથી બચાવી શકે છે આ રસોડાના આ મસાલા, જાણો કઈ રીતે બચી શકાય છે

નવી દિલ્હી: હાર્ટ એટેક (Heart Attack) ગમે ત્યારે અચાનક આવી શકે છે. પરંતુ કેટલાક લક્ષણ છે, જે હાર્ટ એટેક આવે તેના 1 મહિના પહેલા ખબર પડી જાય છે. હાર્ટ એટેકથી બચવાની સૌથી સારી રીત તમે તણાવ મુક્ત રહો. આ ઉપરાંત હાર્ટ એટેકથી બચવા માટે અન્ય કેટલીક રીત છે જેમ કે, વધારે કેલેરી વાળા ખોરોકથી દુર રહેવું અને નિયમિત વ્યાયામ (exercise) કરવું વગેરે... પરંતુ જો તમે તમારા હૃદયના સ્વાસ્થ્યને લઇને પરેશાન છો તો આ પાંચ મસાલાનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. આવો તમને જણાવીએ...

આ પણ વાંચો:- કેસરના આ ગુણ તમારા માટે થશે ફાયદાકારક, અનેક બીમારીથી બચવામાં છે મદદરૂપ

કાળા મરી
કાળા મરી (black papper) કોર્ડિયોપ્રોટેક્ટિવ એક્શનને સક્રિય કરવાનું કામ કરે છે. આ ના માત્ર ઓક્સીડેટિવ ડેમેજથી સુરક્ષા આપે છે પરંતુ કાર્ડિયક ફંક્શનને પણ વધારે છે.

લસણ
કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. તમારા ખોરાકમાં લસણ (garlic) સામેલ કરવાથી તમારા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરી શકાય છે. લસણમાં એલિસિન નામનુ એન્ટી-ઓક્સીડેન્ટ મળે છે. જે ના માત્ર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે પરંતુ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. એવામાં લસણ ખાવું હૃદયની બીમારીઓને દૂર રાખવામાં અસરકારક સાબિત થયા છે.

આ પણ વાંચો:- AIIMSના ડિરેક્ટરની ચેતવણી....જો આમ થશે તો ખતરનાક સ્તરે જઈ શકે કોરોના વાયરસ!

ધાણાના બીજ
ધાણાના બીજ (coriander seeds)માં એન્ટી ઓક્સીડેન્ટનું સારું પ્રમાણ હોય છે. તેમાં હાજર તત્વો ફ્રી રેડિકલ્સથી હૃદયને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે બ્લડ ફ્લો વધારવા માટે ધાણાના બીજનો ઉપયોગ ફાયદાકારક હોય છે.

હળદર
એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈફ્લેમેટરી ગુણોથી ભરપૂર હળદર બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદગાર સાબિત થયા છે. આ ઉપરાંત તે ડાયાબિટીઝથી બચવાનો પણ સારો ઉપાય છે.

આ પણ વાંચો:- જાપાનથી આવ્યા કોરોનાને લઈને ચોંકાવનારા સમાચાર

તજ
ખાવામાં તજ (cinnamon)ના ઉપયોગથી બ્લડ ફ્લો સોરો થયા છે. જેના કારણે લોહીના ગંઠાઇ જવાની સંભાવના ખૂબ ઓછી થઈ છે. હૃદયને લગતી બીમારીઓથી સુરક્ષિત રહેવા માટે દરરોજ એક ચપટી તજનો ઉપયોગ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news