દૂધ પડે છે મોંઘું તો ડાયેટમાં સામેલ કરો આ 5 ફૂડ, દૂધ કરતાં વધારે મળશે કેલ્શિયમ
Calcium Rich Foods: મોટાભાગે ડેરી પ્રોડક્ટસને કેલ્શિયમનો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જેઓ દૂધનું સેવન નથી કરતા તેમના માટે તેઓ નીચેના સ્ત્રોતમાંથી કેલ્શિયમ મેળવી શકે છે.
Trending Photos
Calcium Rich Foods: કેલ્શિયલ આપાણા શરીર અને હાડકા માટે મહત્વનું છે. હાડકાઓને મજબૂત રાખવા માટે અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. સાથે જ હ્રદયના સ્વાસ્થ્ય માટે સારું છે. તે શરીરના PH લેવલને પણ મેઈનટેઈન રાખવાનું કામ કરે છે. સાથે જ દાંતો માટે પણ તે જરૂરી છે. મોટાભાગે ડેરી પ્રોડક્ટસને કેલ્શિયમનો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જેઓ દૂધનું સેવન નથી કરતા તેમના માટે તેઓ નીચેના સ્ત્રોતમાંથી કેલ્શિયમ મેળવી શકે છે.
આ પણ વાંચો:
દહીં
દહીં ખાવામાં તો સ્વાદ હોય છે અને સાથે તેમાં અનેક પૌષ્ટિક તત્વો હોય છે. કેલ્શિયમની સાથે દહીંમાં પ્રોબાયોટિક હોય છે. જે પેટ અને પાચન માટે સારું છે. દહીંમાં ઈમ્યુનિટી બુસ્ટર્સ પણ હોય છે.
કાળા તલ
કાળા તલમાં કેલ્શિયમની સાથે વિટામિન બી, હેલ્ધી ફેટ્સ જેવા પૌષ્ટિક તત્વો પણ હોય છે. જો તમારા બાળકો દૂધ નથી પીતા તો તમે તેના ડાયેટમાં તલના બીજને સામેલ કરી શકો છે.
લીલા શાકભાજી
મોટાભાગના લીલા શાકભાજીમાં કેલ્શિયમ હોય છે. ખાસ કરીને મેથી, બ્રોકોલી, મૂળાના પાન, પાલક વગેરે ત્યાં સુધી કે ધાણાભાજી અને ફોદીનાની ચટણીમાં પણ કેલ્શિયમ હોય છે. તેને તમે રોટલી કે સેન્ડવિચ સાથે લઈ શકો છે.
આ પણ વાંચો:
દાળ
રાજમા, કાબુલી ચણા, કાળા ચણા, લીલા ચણામાં પણ કેલ્શિયમ ભારોભાર હોય છે. તેને ઉકાળીને ટામેટા, ડુંગળીની સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે.
નટ્સ
અખરોટ, ખજૂર અને ખુબાની જેવા નટ્સમાં ખૂબ જ પોષણ હોય છે. જેમાં કેલ્શિયમ, પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામિન હોય છે. જેને હેલ્થી સ્નેક્સના રૂપમાં ખાઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે