સવારે ઉઠતાવેંત નિયમિત ખાલી પેટ આ પાણી પીવાથી દૂર થાય છે અનેક બીમારીઓ
મેથીનું પાણી અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. ખાસ કરીને જ્યારે તમે તેને સવારે ખાલી પેટ પર પીવો છો. મેથીના પાણીના ફાયદા જાણીને તમને પણ આશ્ચર્ય થશે, કારણ કે મેથીનું પાણી વાળ અને ત્વચા માટે પણ વપરાય છે. મેથીની અંદર અનેક પોષક તત્ત્વો જોવા મળે છે, જે શરીર માટે જરૂરી છે.
Trending Photos
નવી દિલ્લીઃ મેથીનો ઉપયોગ કોઈ ન કોઈ રૂપે દરેક ઘરે થાય છે આપણે બધાં મેથીના લાડુ, મેથીના પરાઠા, મેથીની ચટણીના રૂપમાં ખૂબ જ ઉત્સાહ સાથે મેથી ખાઈએ છીએ. નિષ્ણાંત તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા મુજબ ઘણા મેથીમાં વિટામિન અને ખનિજ તત્વો હોય છે મેથીથી અનેક પ્રકારના વિકારો અને રોગોની સારવાર કરી શકીએ છીએ. મેથીના દાણામાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણધર્મો હોય છે.
મેથીનું પાણી અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. ખાસ કરીને જ્યારે તમે તેને સવારે ખાલી પેટ પર પીવો છો. મેથીના પાણીના ફાયદા જાણીને તમને પણ આશ્ચર્ય થશે, કારણ કે મેથીનું પાણી વાળ અને ત્વચા માટે પણ વપરાય છે. મેથીની અંદર અનેક પોષક તત્ત્વો જોવા મળે છે, જે શરીર માટે જરૂરી છે. મેથીમાં પ્રોટીન, કુલ લિપિડ, એનર્જા, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, મેંગેનીઝ, વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ વગેરે હોય છે.
કેવી રીતે બનાવશો મેથીનું પાણી?
1- રાત્રે મેથીના દાળાનેએક ગ્લાસ શુધ્ધ પાણીમાં પલાળી રાખો.
2- સવારે ઉઠ્યા પછી આ પાણીને સારી રીતે ગાળી લો અને ત્યારબાદ ખાલી પેટ પર પીવો.
3-જો તમે ઇચ્છો તો પછી તમે મેથીના દાણા પણ ખાઈ શકો છો.
4-સવારે ખાલી પેટે મેથીનું પાણી પીવાથી શરીરમાં હાજર ઝેરી તત્વો બહાર આવે છે.
5-મેથી ગરમ છે, તેથી સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ મુજબ સેવન કરવું જોઈએ.
મેથીનું પાણી પીવાન ફાયદા-
1-સવારે ખાલી પેટ પર મેથીનું પાણી પીવાથી શરીરમાં રહેલ કચરાને બહાર કાઢે છે..મોથીનું પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે.
2- મેથીનું પાણી પાચનમાં સુધારવાની સાથે સાથે સ્વસ્થ ત્વચા અને પેટની ઘણી સમસ્યાઓ પણ કબજિયાત, અપચો અને એસિડિટીથી છુટકારો મેળવી શકે છે.
3- મેથીનું પાણી બ્લડ સુગર લેવલને અંકુશમાં રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
4- મેથીના પાણીના નિયમિત સેવનથી કિડનીમાં રહેલ પથરીથી રાહત મળે છે. મેથીમાં હાજર તત્વો પથરીને ઓગાળી લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
5- વાળની ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મેથીનું પાણી મદદરૂપ થઈ શકે છે. તમે અઠવાડિયામાં એકવાર મેથીના પાણીથી તમારા વાળ પણ ધોઈ શકો છો. મેથીનું પાણી વાળના વિકાસમાં ઘણી મદદ કરી શકે છે.
6- જે લોકોને જલ્દી શરદી, ઉધરસ, ખાંસી થઈ જતી હોય તેના માટે મેથીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં ગરમી પેદા કરે છે. આથી શરદી, કફ, ખાંસીમાં તે લાભદાયક છે.
7- મેથીનું પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે જેને કારણે જલ્દી બીમારી નથી થતી. મેથીનું પાણી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ ઘણું મદદરૂપ છે.
8- સવાર સવારમાં મેથીનું પાણી પીવાતી મેટાબોલિઝમ વધે છે. જેને કારણે પાચન ક્રિયા મજબૂત બને છે. આથી મેથીનું પાણી પીવાથી શરીરમાં ચરબી જમા નથી થતી અને વજન ઉતરે છે.
9- કોઈ સારી ચીજનો અતિરેક પણ તમને નુકસાન કરી શકે છે. વધારે પડતુ મેથીનું પાણી પીવાથી તમારી સ્કિન ડ્રાય થઈ શકે છે. મેથીની એક નાની ચમચી જ તમારા શરીરમાં આ ફેરફાર કરવા માટે પૂરતી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે