Lockdownના કારણે આ રોગનો શિકાર બની રહ્યા છે લોકો, જાણો શું કહ્યું ડોક્ટરોએ

કોરોના વાયરસ (Coronavirus)ના વધતા કહેરથી લોકોના માનસિક સ્વાસ્થ પર પણ અસર જોવા મળી રહી છે. જાણકોરોનો દાવો છે કે, લોકડાઉન (Lockdown)ના કારણે ગોવા (Goa)માં તણાવ, ચિંતા અને ઘરેલૂ હિંસાના કસેમાં વધારો થયો છે.
Lockdownના કારણે આ રોગનો શિકાર બની રહ્યા છે લોકો, જાણો શું કહ્યું ડોક્ટરોએ

પણજી: કોરોના વાયરસ (Coronavirus)ના વધતા કહેરથી લોકોના માનસિક સ્વાસ્થ પર પણ અસર જોવા મળી રહી છે. જાણકોરોનો દાવો છે કે, લોકડાઉન (Lockdown)ના કારણે ગોવા (Goa)માં તણાવ, ચિંતા અને ઘરેલૂ હિંસાના કસેમાં વધારો થયો છે.

કોસ્ટલ સ્ટેટના સલાહકારોના જણાવ્યા મુજબ, આ સમયગાળા દરમિયાન ઘરેલુ હિંસાની શિકાર બનેલી પીડિતાઓની SOS કોલ અને ચિંતાથી પીડિત લોકોની સંખ્યામાં વધારો થયો છે.

કાઉન્સલર અદિતિ તેંદુલકર કહે છે, અત્યાર સુધી આપણે લોકડાઉન જેવી સ્થિતિનો સામનો નથી કર્યો. તેનો ખ્યાલ અમારા માટે અજાણ છીએ. અમે તેનો સામનો કરવામાં અસમર્થ છીએ. તેમણે કહ્યું કે, લોકોમાં ચિંતા, હતાશા, પેનિક અટેક, અચાનક ભૂખમાં ઘટાડો અથવા ભૂખનું વધી જવું, અનિદ્રા, ડિપ્રેશન, મૂડ સ્વિંગ, ભ્રમ, ભય અને આત્મહત્યાની પ્રવૃતિ, લોકડાઉન દરમિયાન ઘણી સામાન્ય થઈ ગઈ છે.

સાયકિયાટ્રિક સોસાયટી ઓફ ગોવા (PSG)એ લોકડાઉન દરમિયાન નાગરિકોને મફત ઓનલાઇન મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન અને ઉપચાર આપવા માટે કોવિડૈવ (Covidav)નામની સેવા શરૂ કરી છે.

પીએસજીસાથે જોડાયેલા સલાહકાર મનોચિકિત્સક ડૉ. પ્રિયંકા સહસ્રભોજનીના જણાવ્યા અનુસાર લોકડાઉને ત લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. જે પહેલાથી માનસિક મુશ્કેલીઓથી પીડિત હતા. તેમણે કહ્યું કે, દારુ અને અન્ય વસ્તુ ન મળવાથી નશાથી લડી રહેલા દર્દી માટે લોકડાઉન વધારે ચેલન્જિંગ સાબિત થઈ રહ્યું છે. સરળતાથી દવા ન મળવા પર માનસિક સ્વાસ્થ્ય રોગી દવા લઈ શકતા નથી. જેનાકારણે તેમની હાલત વધુ ખરાબ થતી જાય છે.

ડૉ. સહસ્રભોજનીએ આ પણ કહ્યું કે, તાજેતરમાં ઘરેલુ હિંસાની પણ ફરિયાદોમાં વધારો થયો છે. લોકડાઉનના કારણે આ પ્રકારના લોકો એક સાથે રહેવા મજબૂર છે જેમના સંબંધ પરસ્પર સારા નથી. દિવસભર આવા લોકોની એકસાથે હાજરીથી ઘરેલુ હિંસાના કિસ્સા વધી રહ્યાં છે. આ ઉપરાંત તે દરમિયાન જે આર્થિક અનિશ્ચિતતા ઉભી થઈ રહી છે. તેનાથી પણ લોકોમાં તણાવ વધી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news