સવાર-સવારમાં ઊઠીને તરત ખાલી પેટે ચા પીતા લોકો સાવધાન...આ 5 નુકસાન વિશે જાણો

સવાર-સવારમાં ઊઠીને તરત ખાલી પેટે ચા પીતા લોકો સાવધાન...આ 5 નુકસાન વિશે જાણો

આપણામાંથી ઘણા બધાને સવારે ઉઠીને તરત જ ચા પીવાની આદત હોય છે. કેટલાક તો તેને બેડ ટી પણ કહેતા હોય છે. અનેક લોકો એવા હોય છે જેમના દિવસની શરૂઆત દમદાર મસાલાવાળી કે પછી આદુવાળી, ફૂદીનાવાળી ચાથી જ થતી હોય છે. ટેસ્ટમાં લાજવાબ ચા વગર કેટલાય લોકોનો તો જાણે દિવસ જ શરૂ નથી થતો. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે સવારે ઉઠીને તરત જ ખાલી પેટે ચા પીવાથી તમારા શરીરને ફાયદો તો નહીં પરંતુ નુકસાન જરૂર થઈ શકે છે. ચાના શોખીનોએ શરીરને થતા આ નુકસાન વિશે જાણવું ખુબ જરૂરી છે. 

તણાવ વધી શકે
મોટા ભાગના લોકો તણાવ અને ટેન્શનને કોસો દૂર રાખવા માટે સવારે ઉઠીને ચાનું સેવન કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ રીતે ઉઠીને તરત ચા પીવાથી ઉલ્ટું તણાવ વધી શકે છે. ચામાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે જે ઊંઘને એક ઝટકામાં ભગાડે છે પરંતુ સ્વાસ્થ્ય તજજ્ઞો માને છે કે તેનાથી તમારા ટેન્શનમાં વધારો થઈ શકે છે. 

પાચનક્રિયા નબળી થઈ શકે
સવાર સવારમાં ઉઠીને ખાલી પેટે ચા પીવાની ટેવ હોય તો તે તમારા શરીરમાં પાચનક્રિયા માટે સારી બાબત નથી. કારણ કે તેના કારણે પેટમાં ગેસની સમસ્યા ઊભી થઈ શકે છે અને પાચનક્રિયા પણ ધીમી પડી શકે છે. 

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે તો ક્યારેય સવારે ઉઠીને તરત જ ખાલી પેટે ચા પીવી જોઈએ નહીં. કારણ કે તેમા રહેલું કેફીન શરીરમાં ઘૂસતાની સાથે જ બ્લડ પ્રેશર વધારે છે જેના કારણે ભવિષ્યમાં હ્રદય સંલગ્ન  બીમારીનું જોખમ ઊભું થઈ શકે છે. 

ડાયાબિટિસ
સવારે ઊઠીને તરત જ ખાલી પેટે ચા પીવાથી તમારા શરીરમાં શુગર લેવલ પણ વધી જાય છે તથા શરીરને અનેક કોશિકાઓને જરૂરી પોષકતત્વો મળી શકતા નથી. જેનાથી લાંબા ગાળે ડાયાબિટિસનું જોખમ ઊભું થાય છે. 

અલ્સર
સવારે ખાલી પેટે ચા પીવાની આદત કેટલું નુકસાન કરે છે તે જાણવા સાથે એ પણ જાણો કે તેનાથી પેટના અંદરના ભાગમાં ઈજા પણ થઈ શકે છે. જે અલ્સર (ચાંદુ)નું કારણ બની શકે છે. 

(Disclaimer: અહીં અપાયેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક આ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news