Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા લક્ષણો ના કરો ઇગ્નોર

તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે સત્ય છે. ઘણી વખત અઠવાડિયા પહેલા તમારું શરીર હાર્ટ એટકના સંકેત આપવા લાગે છે અને જો તમે આ લક્ષણો અને સંકેતોને ઓખળી જાઓ છો તો હાર્ટ એટેક જેને એક્યૂટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવાય છે તેને જીવલેણ થતા અટકાવી શકાય છે. હાર્ટ એટેક (Heart Attack) 2 પ્રકારના હોય છે. એક અચાનક (Sudden) અને બીજો ગ્રેડ્યુઅલ (Gradual) એટલે કે ધીરે-ધીરે આવે છે. સોસાયટી ઓફ કાર્ડિયોવસ્કુલર પેશેન્ટ કેરનું માનીએ તો હાર્ટ એટેકના લગભગ 50 ટકા કેસમાં પહેલા જ લક્ષણ જોવા મળે છે અને હાર્ટ એટેકના લગભગ 85 ટકા કેસમાં શરૂઆતના 2 કલાકમાં હાર્ટને નુકસાન (Heart Damage) પહોંચે છે.
Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા લક્ષણો ના કરો ઇગ્નોર

નવી દિલ્હી: તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે સત્ય છે. ઘણી વખત અઠવાડિયા પહેલા તમારું શરીર હાર્ટ એટકના સંકેત આપવા લાગે છે અને જો તમે આ લક્ષણો અને સંકેતોને ઓખળી જાઓ છો તો હાર્ટ એટેક જેને એક્યૂટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવાય છે તેને જીવલેણ થતા અટકાવી શકાય છે. હાર્ટ એટેક (Heart Attack) 2 પ્રકારના હોય છે. એક અચાનક (Sudden) અને બીજો ગ્રેડ્યુઅલ (Gradual) એટલે કે ધીરે-ધીરે આવે છે. સોસાયટી ઓફ કાર્ડિયોવસ્કુલર પેશેન્ટ કેરનું માનીએ તો હાર્ટ એટેકના લગભગ 50 ટકા કેસમાં પહેલા જ લક્ષણ જોવા મળે છે અને હાર્ટ એટેકના લગભગ 85 ટકા કેસમાં શરૂઆતના 2 કલાકમાં હાર્ટને નુકસાન (Heart Damage) પહોંચે છે.

પુરૂષોમાં હાર્ટ એટેકના લક્ષણ
હાર્ટ એટેકને લગતા આંકડા મુજબ, સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જો તમે ધૂમ્રપાન કરો છો, તમને હાઈ બ્લડ પ્રેશર (High BP) છે, હાઈ કોલેસ્ટરોલ (High Cholesterol), મેદસ્વીતા (Obesity) છે, તો પછી તમને હાર્ટ એટેક થવાનું જોખમ વધુ રહેશે. પુરુષોમાં હાર્ટ એટેકનાં લક્ષણો સ્ત્રીઓ કરતા થોડા જુદા હોય છે.

- છાતીમાં તીવ્ર દુખાવો, એવો અનુભવ થવો કે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે અથવા સતત તકલીફ થઈ રહી હોય.
- શરીરના બાહ્ય ભાગમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવી જેમ કે, હાથ, ખભા, પીઠ, ગળા, જડબા અથવા પેટમાં દુખાવો થવો.
- હૃદયના ધબકારા અનિયમિત (Irregular Heart Beat) થવા અથવા ધીમા થઈ જવા.
- પેટમાં દુખાવો અથવા વિચિત્ર અનુભવ કરવો જેમ કે અપચો થયો હોય.
- શ્વાસની તકલીફ અને એવો અનુભવ થવો કે, આરામ કરતી વખતે શ્વાસ લેતા પૂરતી હવા મળી રહી નથી.
- માથામાં દુખાવો, ચક્કર આવવું, એવું લાગવું કે બેભાન થઈ રહ્યા છો.
- ધ્રુજારી સાથે પરસેવો થવો (Cold Sweat).
હાર્ટ એટેકનાં લક્ષણો દરેક વ્યક્તિમાં જુદા જુદા હોય છે અને બધા લોકોમાં તમામ લક્ષણો દેખાવવા જરૂરી નથી. તમે તમારા શરીરને વધુ સારી રીતે સમજો છો, તેથી તમારા લક્ષણો અને ચિહ્નોને ચોક્કસપણે ઓળખો.

સ્ત્રીઓમાં હાર્ટ એટેકનાં લક્ષણો
વર્ષ 2003 માં સર્ક્યુલેશન નામના એક જર્નલમાં એક સ્ટડી પ્રકાશિત થઈ, જેમાં જાણવા મળ્યું હતું કે જ્યારે સ્ત્રીઓમાં હાર્ટ એટેક આવે છે, ત્યારે મોટાભાગે છાતીમાં દુખાવો (Chest Pain) થવાના લક્ષણો નથી. તેના બદલે, સ્ત્રીઓમાં અતિશય અને અસામાન્ય થાક (Fatigue), ઉંઘની સમસ્યાઓ અને અસ્વસ્થતા (Anxiety) છે. અભ્યાસમાં સમાવિષ્ટ 80 ટકા મહિલાઓએ હાર્ટ એટેકના 1 મહિના પહેલાં ઓછામાં ઓછું એક લક્ષણ અનુભવ્યું હતું. સ્ત્રીઓમાં હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો છે.

- ખુબ જ અસામાન્ય થાક અનુભવો, જે ઘણા દિવસોથી અનુભવાતો હોય તો કોઇ કારણ વગર અચાનક થાક અનુભવ થવા લાગે..
- ઉંઘ સાથેની સમસ્યા
- માથું ભારે થવું, ચક્કર આવવા, માથામાં દુખાવો
- ચિંતા થવી
- અપચો, કબજિયાત અથવા પેટમાં દુખાવો
- પીઠના ઉપરના ભાગમાં, ખભામાં અને ગળામાં અથવા કંઠમાં દુખાવો
- જડબામાં તીવ્ર પીડા
- છાતીની મધ્યમાં તીવ્ર પીડા અથવા પ્રેશર અનુભવ થવો જે હાથ સુધી ફેલાય છે.
દુર્ભાગ્યવશ પુરુષોની તુલનામાં સ્ત્રીઓ હાર્ટ એટેક આવતા તેનાથી બચવાની સંભાવના ઘણી ઓછી હોય છે. કેમ કે, તેના લક્ષણો અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ ગંભીરતાથી લેતી નથી અને સમયસર સારવારના અભાવને કારણે મૃત્યુ પામે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news