સાવધાન!! રોજ 3 કપ ચા પીનારાના શરીરમાં પ્લાસ્ટિકના 75 હજાર સૂક્ષ્મ કણ જાય છે
Trending Photos
- એક કપમાં 15 મિનીટમાં 100 મિલી ગરમ પ્રવાહી રાખવાથી તેમાં 25000 માઈક્રોન આકારના પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણ પીઘળવા લાગે છે
- એટલે કે રોજ ત્રણ કપ ચા કે કોફી પીનારા વ્યક્તિના શરીરમાં પ્લાસ્ટિકના 75000 સૂક્ષ્મ કણ જતા રહે છે
- આ સૂક્ષ્મ કણ આંખોથી દેખાતા નથી. પણ તેનાથી સ્વાસ્થય પર ગંભીર પરિણામ થઈ શકે છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતીઓ ચાના શોખીન હોય છે. દરેક ગલી, દરેક નુક્કડ પર ચાની દુકાન જરૂર હોય છે. ઘરે ભલે ચા પીને નીકળો, પણ નાકે જઈને કટિંગ ચા (Tea Lover) તો પીવાની જ. અનેક ચાના ગલ્લાઓ પર ચાના કપની ડિઝાઈન એવી હોય છે કે, ચા પીવાનું મન થાય જ છે. જો તમે પણ કાગળના કપમાં ચા પીઓ છો તો સાવધાન થઈ જાઓ. નહિ તો તમારી આ ભૂલ તમને ભારે પડી શકે છે. તમારી લાઈફસ્ટાઈલ (Lifestyle Tips) ને ખરાબ રીતે અસર કરી શકે છે. ડિસ્પોઝેબલ કપ (Disposable Cup) માં ચા પીવાની આદત જલ્દી જ બદલી નાંખો.
કાગળના કપ છે નુકસાનકારક
હાલમાં જ એક રિસર્ચમાં સામે આવ્યું કે, જો કોઈ વ્યક્તિ કાગળના કપમાં દિવસમાં ત્રણ વાર ચા પીએ છે, તો તેના શરીરમાં પ્લાસ્ટિકના 75000 સૂક્ષ્મ કણ જતા રહે છે. હવે તમે અંદાજ લગાવી શકો છો કે, કાગળથી બનાવેલ કપનો (Harmful Effect Of Disposable Cup) ઉપયોગ કરવો તમારા હેલ્થ માટે કેટલું નુકસાનકારક બની શકે છે.
આ પણ વાંચો : રાજકોટના રાજકારણમાં "એકડા" નો ખેલ, કોંગ્રેસ માટે 1 અંક બની શકે છે લક્કી
હાઈડ્રોફોબિક ફિલ્મનો થાય છે ઉપયોગ
ઉલ્લેખનીય છે કે, કાગળના કપમાં ચા પીને લઈને આઈઆઈટી ખડગપુરમાં એક રિસર્ચ થયું છે. જેમાં હેલ્થ પર પડનારી અસર વિશે લોકોને ચેતવવામાં આવ્યા છે. આ રિસર્ચનું નેતૃત્વ કરનારી આઈઆઈટી ખડગપુરમાં એસોસિએટ પ્રોફેસર સુધા ગોયલે જણાવ્યું કે, કાગળના ડિસ્પોઝેબલ કપમાં પીણા પીવા સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ તે હેલ્થ માટે ઝેરનું કામ કરે છે.
આ પણ વાંચો : રાજકોટ કોંગ્રેસનાં 39 ઉમેદવારોની યાદી જાહેર, કેટલાક વોર્ડમાં હજી પણ ખેંચતાણ ચાલુ
શું કહે છે રિસર્ચ
રિસર્ચ અનુસાર, આપણા રિસર્ચમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે, આ કપોમાં પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક તત્વોને કારણે ગરમ પ્રવાહી વસ્તુઓ દૂષિત થાય છે. આ કપને બનાવવા માટે સામાન્ય રીતે હાઈડ્રોફોબિક ફિલ્મની એક પરત ચઢાવવામાં આવે છે. જે ખાસ કરીને પ્લાસ્ટિકની બનાવટની હોય છે. તેની મદદથી કપમાં પ્રવાહી પદાર્થ ટકી રહે છે. આ પરત ગરમ પાણી કે અન્ય ગરમ પ્રવાહી નાંખવા પર 15 મિનીટની અંદર ગળવા લાગે છે.
આ પણ વાંચો : વડોદરા કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીનો પેચ ફસાયો, દીપક શ્રીવાસ્તવ બદલી શકે છે પાર્ટી
સૂક્ષ્મ કણોથી સ્વાસ્થ્ય પર ગંભીર પરિણામ
સુધા ગોયલે જણાવ્યું કે, એક કપમાં 15 મિનીટમાં 100 મિલી ગરમ પ્રવાહી રાખવાથી તેમાં 25000 માઈક્રોન આકારના પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણ પીઘળવા લાગે છે. એટલે કે રોજ ત્રણ કપ ચા કે કોફી પીનારા વ્યક્તિના શરીરમાં પ્લાસ્ટિકના 75000 સૂક્ષ્મ કણ જતા રહે છે. જે આંખોથી દેખાતા નથી. તેનાથી સ્વાસ્થય પર ગંભીર પરિણામ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે