Orange Side Effects: આ 4 તકલીફ હોય તેણે શિયાળામાં ન ખાવું એક પણ સંતરું, શરુ થઈ જશે દવાખાનાના ધક્કા

Orange Side Effects: સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર શિયાળામાં સંતરા ખાવાથી ફાયદા તો ચોક્કસથી થાય છે પરંતુ જે લોકો કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત હોય તેમના માટે સંતરા નુકસાનકારક સાબિત થાય છે. આજે તમને એ સમસ્યાઓ વિશે જણાવીએ જેમાં સંતરાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

Orange Side Effects: આ 4 તકલીફ હોય તેણે શિયાળામાં ન ખાવું એક પણ સંતરું, શરુ થઈ જશે દવાખાનાના ધક્કા

Orange Side Effects: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળો શરૂ થાય કે બજારમાં તમને અલગ અલગ પ્રકારના શાકભાજી અને ફળ દેખાવા લાગે છે. આ ઋતુ દરમિયાન લીલા શાકભાજી અને ફળનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને બીમારીઓ દૂર થાય છે. શિયાળામાં મળતા ફળની વાત કરીએ તો તેમાં સંતરા સૌથી વધુ જોવા મળે છે. વિટામીન સી થી ભરપૂર સંતરાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ શરીરને જરૂરી બધા જ પોષક તત્વો મળે છે.

પરંતુ શિયાળામાં સંતરા ખાવા બધા જ લોકો માટે હિતાવહ નથી. ઘણા લોકો જો સંતરા ખાય તો તેમની તબિયત બગડી જતી હોય છે. આજે તમને આ અંગે જાણકારી આપીએ. ઘણા લોકોના મનમાં પણ આ પ્રશ્ન થતો હોય કે ઠંડીની ઋતુમાં ખાટા મીઠા સંતરા ખાવા યોગ્ય રહે કે નહીં? આજે તમને આ પ્રશ્નનો જવાબ પણ જણાવી દઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર શિયાળામાં સંતરા ખાવાથી ફાયદા તો ચોક્કસથી થાય છે પરંતુ જે લોકો કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત હોય તેમના માટે સંતરા નુકસાનકારક સાબિત થાય છે. આજે તમને એ સમસ્યાઓ વિશે જણાવીએ જેમાં સંતરાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

લીવર

જે લોકોને લીવર સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તેમણે સંતરા ખાવાથી બચવું જોઈએ. આમ કરવાનું કારણ એ છે કે સંતરામાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેનાથી લીવર અને કિડની પર અસર થઈ શકે છે.

દાંતની સમસ્યા

જે લોકોને દાંત સંબંધિત કોઈ સમસ્યા હોય તેમણે પણ સંતરા ખાવાથી બચવું જોઈએ સંતરાનું સેવન કરવાથી દાંતને નુકસાન થઈ શકે છે કારણ કે તેમાં એવા એસિડ હોય છે જે કેલ્શિયમ સાથે મળીને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઊભું કરી શકે છે.

એસીડીટી

જે લોકોને એસીડીટી વારંવાર થતી હોય તેમને સંતરા ખાવાથી બચવું જોઈએ કારણકે સંતરા ખાવાથી એસિડિટી અને છાતીમાં બળતરા ની તકલીફ વધી શકે છે. સંતરામાં એવા એસિડ હોય છે જે શરીરમાં એસિડ લેવલને વધારી શકે છે તેથી શિયાળામાં આવા લોકોએ સંતરા બિલકુલ નફાવવા.

સાંધાનો દુખાવો

જે લોકોને આર્થરાઇટિસ કે પછી સાંધામાં દુખાવાની સમસ્યા રહેતી હોય તેમણે પણ સંતરા ખાવાનું ટાળવું જોઈએ કારણકે સંતરાની તાસીર ઠંડી હોય છે અને શિયાળામાં સામાન્ય રીતે પણ સાંધાનો દુખાવો વધારે રહેતો હોય છે. જો તમે ઠંડીમાં સંતરા ખાશો તો સાંધાનો દુખાવો અસહ્ય થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news