Winter Health Tips:ઉંઘતી વખતે માથાથી પગ સુધી ઓઢી લો છો ધાબળો, તાત્કાલિક બદલો ટેવ

Sleeping With Overhead Blanket: શિયાળાની સિઝનમાં કેટલાક લોકો રાત્રે માથાથી પગ સુધી ધાબળો ઓઢી લે છે. હેલ્થ એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે સૂવાની આ રીત ખતરનાક સાબિત થઇ શકે છે. 

Winter Health Tips:ઉંઘતી વખતે માથાથી પગ સુધી ઓઢી લો છો ધાબળો, તાત્કાલિક બદલો ટેવ

Blanket Sleeping Tips: દેશભરમાં મોટાભાગના વિસ્તારોમાં શિયાળાની અસર શરૂ થઇ ગઇ છે. તેનાથી બચવા માટે મોટાભાગના ઘરોમાં પંખાની સ્પીડ ઓછી કરી દેવામાં આવી છે. આ સાથે જ મોટાભાગના લોકો ધાબળાનો સહારો લેવાનું શરૂ કરી દીધું છે. શિયાળાની ઠંડીથી બચીને આરામની ઉંઘ લેવા માટે લોકો વિવિધ પ્રકારના નુસખા અપનાવે છે. તેના માટે કેટલાક લોકો રૂમમાં હિટ ચાલુ કરીને સુવે છે તો કેટલાક લોકો રૂમને ગરમ રાખવા માટે અંગારા સળગાવીને સુવે છે. આ પ્રકારની આદત કોઇ દિવસ જીવ પણ લઇ શકે છે. કેટલા લોકો શિયાળામાં ઠંડીથી બચવા માટે માથાથી પગ સુધી ધાબળો ઓઢી લે છે. એવામાં લોકો માટે હેલ્થ એક્સપર્ટએ ખાસ ચેતવણી આપી છે. જો તમે પણ ધાબળો ઓઢીને સુવો છો તો તમારી આદત બદલી નાખો નહીતર તમને ઘણા પ્રકારના ખતરનાક પરિણામ જોવા મળશે. 

હેલ્થ એક્સપર્ટ્સની ચેતાવણી
1. હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે જે પણ રાત્રે સુતી વખતે ધાબળો મોંઢા પર ઓઢીને સુવે છે તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સહન કરવી પડી શકે છે. ધાબળો ઓઢી લેવાથી ઓક્સિજનનો પ્રવાહ બાધિત થાય છે. તેના લીધે અસ્થમા અને હાર્ટ સંબંધી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. 

2. સારા મેંટલ હેલ્થ માટે જરૂરી છે કે તમારા મગજને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળે. જ્યારે આપણે પોતે શરીને સંપૂર્ણપણે ધાબળાથી લપેટી લઇએ છીએ તો શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. તેના લીધે માથાનો દુખાવો, થાક અને ઉંઘ પુરી ન થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઉંઘ પુરી ન થવાથી મેંટલહેલ્થ પર અસર પડે છે. 

3. બોડીમાં ઓક્સિજનની સપ્લાય ઓછી થવાથી શરીરનું મેટાબોલિઝમ પણ પ્રભાવિત થાય છે. તેના લીધે બોડીમાં ઝડપથી ફેટ જમા થવા લાગે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી) 

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news