close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

કેન્સરનું પ્રમાણ ભારતના એ રાજ્યમાં સૌથી વધુ છે, જ્યાં સૌથી વધુ સાક્ષરતા છે

Updated: Feb 4, 2019, 11:50 AM IST
કેન્સરનું પ્રમાણ ભારતના એ રાજ્યમાં સૌથી વધુ છે, જ્યાં સૌથી વધુ સાક્ષરતા છે

આ એક ડરાવણું સત્ય છે કે, દુનિયાભરમાં દર વર્ષે 80 લાખથી વધુ લોકો કેન્સરથી દમ તોડે છે. જેમાંથી 40 લાખ લોકો સમય પહેલા એટલે કે 30-69 વર્ષની ઉંમરમાં મરી જાય છે. આ બીમારીની સામે ચારેતરફ જંગ છેડવી જોઈએ, નહિ તો વર્ષ 2025 સુધી આને કારણે મરનારાઓની સંખ્યા વધીને 60 લાખ સુધી થઈ જશે.

વર્લ્ડ કેન્સર દિવસ એક વૈશ્વિક કાર્યક્રમ છે. જે દુનિયાના દરેક વ્યક્તિને આ જાનલેવા બીમારીની વિરુદ્ધ એકજૂટ કરવાનું આહવાન કરે છે. તેનો હેતુ જાગૃતતા ફેલાવવી, કેન્સર વિશે અવેરનેસ વધારવી તથા વિશ્વમાં સરકાર અને વ્યક્તિઓને કાર્યવાહી કરવા માટે સંવેદનશીલ બનાવવું છે. 4 ફેબ્રુઆરી, 2000ના રોજ પેરિસમાં નવી સદીમાં કેન્સરની વિરુદ્ઘ સંમેલનમાં આ દિવસને વર્લ્ડ કેન્સર દિવસના રૂપમાં ઉજવવાની શરૂઆત થઈ હતી. કેન્સર ભારતમાં સૌથી તેજ વધતી બમારી બની ગઈ છે. ગત અઢી દાયકામાં કેન્સરથી થતા મોતની સંખ્યા બમણી થઈ છે. એટલું જ નહિ, દેશમાં થતા કુલ મોતમાં કેન્સરથી થતા મોતનો આંકડો પણ 8.3 ટકા છે. 

કેન્સરથી કેટલા મોત
ભારતીય મેડિકલ સાયન્સ અનુસંધાન પરિષદ અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના એક રિસર્ચ રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે, વર્ષ 1990માં દેશમાં કેન્સરને પગલે 3.82 લાખ મોત થયા હતા. 2016માં આ સંખ્યા વધીને 8.13 લાખ થઈ હતી. આ ચિંતાનો વિષય છે કે, સામાન્ય રીતે અવેરનેસની ઉણપને કારણે કેન્સર હોવાની વાત કરવામાં આવે છે. પંરતુ કેન્સરના સૌથી વધુ કિસ્સા કેરળમાં સામે આવ્યા છે. સાક્ષરતા દર દેશમાં સૌથી વધુ છે. વર્ષ 2016માં કેરળમાં કેન્સરનો દર પ્રતિ લાખ આબાદી પર 135.3 હતો. કેરળ બાદ મિઝોરમ 121.7, હરિયાણા 103.., દિલ્હી 102.9 ક્રમશ બીજા, ત્રીજા અને ચોથા સ્થાન પર છે. પ્રતિ લાખ 53.9ના દર સાથે બિહારમાં કેન્સરનો પ્રકોપ સૌથી ઓછો છે. તો ઝારખંડ-મિઝોરમમાં 64.3 સંયુક્ત રૂપથી ઓછા કેન્સરના મામલામાં બીજા સ્થાન પર અને રાજસ્થાન-તેલંગણા 72.6થી ત્રીજા સ્થાન પર છે. 

ખોટી લાઈફસ્ટાઈલને કારણે બીમારી વધી 
એક્સપર્ટસનું કહેવું છે કે, કેન્સર હકીકતમાં ખોટી લાઈફસ્ટાઈલને કારણે વધતી બીમારી છે અને શરૂઆતનું નિદાન તથા સારી સમજ માટે તેનાથી બચવું શક્ય છે. કદાચ તેથી જ વર્લ્ડ કેન્સર ડેની થીમ પણ ‘આઈ એમ એન્ડ આઈ વિલ’ રાખવામાં આવી છે. એટલે કે દર્દી પ્રબળ ઈચ્છાશક્તિથી તેને મ્હાત આપી શકે છે. 

જાગૃતતાનો અભાવ
ધર્મશિલા નારાયણા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના સીનિયર સર્જિકલ ઓન્કોલોજી કન્સલટન્ટ, ડો.અતુલ કુમાર શ્રીવાસ્તવનું કહેવું છે કે, જાગૃતતાના અભાવમાં અપર્યાપ્ત ડાયગ્નોસિસ હોવાને કારણે કેન્સરને 50 ટકા દર્દી ત્રીજા કે ચોથા સ્ટેજ પર પહોંચી જાય છે. જેને કારણે દર્દીના બચવાની શક્યતા બહુ જ ઓછી રહી જાય છે. જ્યાં પુરુષોમાં પ્રોસ્ટેટ, મોઢું, ફેપડા, પેટ, મોટા આંતરડાનું કેન્સર સામાન્ય છે, ત્યાં મહિલાઓમાં બ્રેસ્ટ અને ઓવરી કેન્સર વધુ જોવા મળે છે. તેનું સૌથી મોટું કારણે બદલતી લાઈફસ્ટાઈલ, પ્રદૂષણ, ખાણીપીણીમાં મિક્સિંગ અને તંબાકુ કે ધૂમ્રપાનનું વધતુ સેવન છે.