આતંકીઓનો ગઢ બની રહ્યું છે પશ્ચિમ UP! 10થી વધુ આતંકી સંગઠનો સક્રિય

ઉત્તર પ્રદેશ આતંકીઓના ગઢ તરીકે ઉભરી રહ્યું છે. પશ્ચિમ યુપીમાં આતંકીઓ શરણ લઈને મોટા પાયે  પોતાની ગતિવિધિઓને અંજામ આપી રહ્યાં છે. આ વાત તપાસ એજન્સીઓના સૂત્રોના હવાલે સામે આવી છે. જે મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 10થી વધુ આતંકી સંગઠનો સક્રિય છે. જે જિલ્લાઓમાં આતંકી સંગઠનો સક્રિય છે તેમાં સહારનપુર, શામલી, અમરોહા, આગરા, મેરઠ, મથુરા, મુઝફ્ફરપુર, મુરાદાબાદ અને હાપુડ સામેલ છે. 

આતંકીઓનો ગઢ બની રહ્યું છે પશ્ચિમ UP! 10થી વધુ આતંકી સંગઠનો સક્રિય

નવી દિલ્હી/લખનઉ: ઉત્તર પ્રદેશ આતંકીઓના ગઢ તરીકે ઉભરી રહ્યું છે. પશ્ચિમ યુપીમાં આતંકીઓ શરણ લઈને મોટા પાયે  પોતાની ગતિવિધિઓને અંજામ આપી રહ્યાં છે. આ વાત તપાસ એજન્સીઓના સૂત્રોના હવાલે સામે આવી છે. જે મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 10થી વધુ આતંકી સંગઠનો સક્રિય છે. જે જિલ્લાઓમાં આતંકી સંગઠનો સક્રિય છે તેમાં સહારનપુર, શામલી, અમરોહા, આગરા, મેરઠ, મથુરા, મુઝફ્ફરપુર, મુરાદાબાદ અને હાપુડ સામેલ છે. 

એવું કહેવાય છે કે આ આતંકીઓ વિરુદ્ધ તપાસ કરી રહેલી એજન્સીઓએ છેલ્લા 10 વર્ષના રેકોર્ડ પણ ચકાસવાના શરૂ કરી દીધા છે. છેલ્લા દસ વર્ષમાં અમેરિકામાં પકડાયેલા પાકિસ્તાની આતંકી ડેવિડ હેડલી, તસવ્વુર રાણા અને અલકાયદા આતંકી ઈલિયાસ કાશ્મીરી સુદ્ધાની મેરઠમાં ગતિવિધિઓ જોવા મળી હતી. 

સંભવિત સક્રિય આતંકી સંગઠન
તપાસ એજન્સીઓએ છેલ્લા દસ વર્ષના રેકોર્ડની તપાસ કરતા જે લોકોની શોધ ચલાવી રીહ છે તેમાં મેરઠમાં સલમાન, મુઝફ્ફરનગરમાં હાફિઝ, શહજાદ અને ઈકબાલ, આગરામાં સાલાર, મુરાદાબાદમાં મો.હનીફ મુખ્ય સામેલ છે. તપાસ એજન્સીઓ મજુબ પશ્ચિમ યુપીમાં અલકાયદા, લશ્કર એ તૈયબા, હૂજી, ઈસ્લામિક સ્ટેટ, આઈએસઆઈએસ, સિમી જેવા સક્રિય છે. 

જૂનો છે ઈતિહાસ

મેરઠ: 26 જાન્યુઆરી 2010ના રોજ મેરઠની રૂબી અને પાકિસ્તાની અસદને રુરકી (હરિદ્વાર)માં દબોચવામાં આવ્યાં હતાં. અસદ નામ બદલીને રહેતો હતો અને પાસપોર્ટ પણ બનાવડાવ્યો હતો. બંને આઈએસઆઈના એજન્ટ ગણાવાયા હતાં. 11 જાન્યુઆરી 2010ના રોજ આબુલેનમાં આઈએસઆઈ એજન્ટ નાસિરની ધરપકડ થઈ હતી. 12 સપ્ટેમ્બર 2009ના રોજ કાનપુરમાં પકડાયેલા આઈએસઆઈ એજન્ટ ઈમ્તિયાઝ, 10 જાન્યુઆરી 2009ના રોજ કેન્ટમાં પકડાયેલો આઈએસઆઈ એજન્ટ અમીર અહેમદ, 2 જૂન 2011ના રોજ રૂરકીમાં પકડાયેલો મેરઠવાસી આઈએસઆઈ એજન્ટી ફુરકાન અહેમદ ઉર્ફે અજયે મેરઠ સાથે કનેક્શન હોવાનો ખુલાસો કર્યો હતો. અજયની પૂછપરછમાં જ ખુલાસો થયો હતો કે જયપુર સીરિયલ બ્લાસ્ટમાં સામેલ શમીમ બાગપતના કિરઠલનો રહીશ હતો અને તે હૂજીનો કમાન્ડર છે. 

મુઝફ્ફરનગર: બુઢાનાના ગામ જૌલાથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો કમાન્ડર મોહમ્મદ વારિસ ધરપકડ કરાયો હતો. અટારી બોર્ડર પર હેરોઈન સાથે કાંધલા નિવાસી સાબિર અને નસીરન પકડાયા હતાં. આઠ વર્ષ પહેલા મહલના રહીશ નેત્રહીન કારી સલીમની ધરપકડ કરાઈ હતી. 

સહારનપુર: શાહિદ ઈકબાલ ભટ્ટી ઉર્ફે દેવરાજ સહગલ પટિયાલામાં પકડાયો હતો. સહારનપુરમાં તેણે જન્મ પ્રમાણપત્ર, ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવડાવ્યું હતું. બે કાશ્મીરી વિદ્યાર્થીઓ પકડાયા જે ચાર મહિના પહેલેથી મેરઠ જેલથી સજા પૂરી થયા બાદ છૂટ્યા. અયોધ્યામાં આતંકી હુમલાના કાવતરા સંબંધિત એક આરોપી ડોક્ટર સહારનપુરના તીતરોથી પકડાયો હતો. 

શામલી: વર્ષ 2005માં એસટીએફએ પાંચ કીલો આરડીએક્સ અને અત્યાધુનિક અસલહો સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જે જમ્મુ અને કાશ્મીરના રહીશ હતાં. કૈરાના નિવાસી ઈકબાલ કાના અને દિલશાદ મિરઝા પાકિસ્તાનમાં રહીને નકલી નોટોના નેટવર્ક સંભાળે છે. ગઠરી ઉદ્યોગ દ્વારા સમજૌતા એક્સપ્રેસથી કૈરાના પહોંચેલી 40 પિસ્તોલ પણ જપ્ત થઈ હતી. 

બિજનૌર: દિલ્હીમાં ધરપકડ કરાયેલા જનપથ નિવાસી બે યુવકો આતંકી સંગઠન હૂજી માટે કામ કરી રહ્યા હતાં. બિજનૌરથી મુકીમ અને નાસિરની ધરપકડ કરાઈ હતી. 

હાપુડ: પિલખુવા નિવાસી અબ્દુલ કરીમ ઉર્ફે તુંડાની ધરપકડ થઈ . હાપુડથી ચાર આતંકીઓની ધરપકડ કરાઈ હતી જેમના પર પોટા પણ લાગ્યો હતો. 

આગરા: જનવરી નિવાસી મહેરુનિસા ઉર્ફે જ્યોતિ ઓક્ટોબર 2009માં કોલકાતામાં દબોચાઈ હતી. તેણે મેરઠમાં ડઝન જેટલા એજન્ટ બનાવ્યાં હતાં. 

અત્રે જણાવવાનું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં દરોડા પાડીને મોટા પાયે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના મોડ્યુલ  સાથે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટા પાયે ગોળા બારૂદ અને હથિયારો પણ મળી આવ્યાં હતાં. એનઆઈએ આ મામલે સતત  દરોડા પાડી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news