13 ઓગસ્ટ સ્પેશિયલઃ આજના દિવસે ભારતમાં વિમાને ભરી હતી પ્રથમ ઉડાન

ઈતિહાસના પાનામાં 13 ઓગસ્ટના દિવસે દેશના વિમાનના ઉદ્યોગ માટે ખુબ જ મહત્વનો છે.  આજના દિવસે એટલે કે 13 ઓગસ્ટ 1951માં ભારતમાં પ્રથમ વિમાન ‘હિન્દુસ્તાન ટ્રેનર 2’એ પ્રથમ ઉડાન ભરી હતી. 

13 ઓગસ્ટ સ્પેશિયલઃ આજના દિવસે ભારતમાં વિમાને ભરી હતી પ્રથમ ઉડાન

નવી દિલ્હીઃ દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક ઘર પર ભારતની આન બાન અને શાન સમો તિરંગો લહેરાઈ રહ્યો છે. દરેક દેશવાસીને રાષ્ટ્રધ્વજ પ્રત્યે એક અનેરુ માન હોય છે અને તેના જ કારણે જ્યારે તિરંગો ફરકે ત્યારે દેશવાસીની છાતી ગજ ગજ ફુલી જાય છે. મા ભારતીને અંગ્રેજીનો ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે અનેક શૂરવીરોએ પોતાના પ્રાણોની આહૂતી આપી છે. હજારો લોકોના બલિદાનથી દેશને આઝાદી મળી છે. આજે આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં હવાઈ સફર કરી શકીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની સફર રાઈટ બંધુઓએ સરળ બનાવી દીધી છે. વિમાનની શોધ વિશ્વની સફળ શોધમાંની એક છે. ભારતમાં આજે અનેક ફ્લાઈટ રોજ અવર જવર કરે છે. પરંતુ આપને ખ્યાલ નહીં હોય કે આજના દિવસે ભારતમાં પ્રથમ ફ્લાઈટે ઉડાન ભરી હતી.

ઈતિહાસના પાનામાં 13 ઓગસ્ટના દિવસે દેશના વિમાનના ઉદ્યોગ માટે ખુબ જ મહત્વનો છે.  આજના દિવસે એટલે કે 13 ઓગસ્ટ 1951માં ભારતમાં પ્રથમ વિમાન ‘હિન્દુસ્તાન ટ્રેનર 2’એ પ્રથમ ઉડાન ભરી હતી. આ વિમાનની ઉડાન સાથે જ ભારતમાં એક નવા યુગનો પ્રારંભ થયો હતો. આજે આપણે સરળતાથી જે હવાઈ મુસાફરી કરી શકીએ છીએ તેમાં આજની તારીખનું ખુબ જ મહત્વ રહેલું છે.

ભારતમાં ‘હિન્દુસ્તાન ટ્રેનર 2’એ જે પ્રથમ ઉડાન ભરી તે વિમાન ખાસ હતું. આ વિમાન માત્ર બે સીટો વાળું જ હતું. આજે વિમાનમાં એક સાથે અનેક લોકો બેસી શકે છે પરંતુ તે સમયે આ વિમાનમાં માત્ર બે લોકો જ સવાર થઈ શક્તા હતા. ભારતના આ પહેલા વિમાનનો પછી સેનામાં ઉપયોગ થવાનો શરૂ થયો અને વર્ષ 1953માં ભારતીય વાયુસેના અને નૌસેના માટે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું.

જ્યારે આ વિમાને પહેલી ઉડાન ભરી તે સમયે દેશને આઝાદી મળ્યાનો વધુ સમય થયો ન હતો, ત્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા આ પ્રથમ વિમાન ડિઝાઈન કરવાની સૌથી મોટી ઉપલબ્ધી હતી. આ વિમાનનો ઉપયોગ અન્ય ઉદેશ્યોની સાથે ભારતીય વિમાન સ્કૂલ દ્વારા પણ કરવામાં આવ્યો હતો.

આજે હિન્દુસ્તાન એરોનોટિક્સ અનેક એવી ટેક્નોલોજીનું ઉત્પાદન કરે છે જે દરેક દેશવાસીને ગૌરવ અપાવે છે. ખાસ કરીને દેશની ત્રણેય પાંખની સેના માટે બનાવવામાં આવતા વિવિધ હથિયારો અને ટેક્નોલોજીથી વિશ્વમાં હિન્દુસ્તાન એરોનોટિક્સે એક અલગ ઓળખ ઉભી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news