રાશી ભવિષ્ય: આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, ક્રોધ ઉપર કાબૂ રાખજો
Trending Photos
આજનું પંચાંગ
તારીખ : 10 જુલાઈ, 2018 સોમવાર
માસ : જેઠ વદ બારશ
નક્ષત્ર : રોહિણી
યોગ : ગંડ
ચંદ્ર રાશી : વૃષભ
અક્ષર : બવઉ
આજે ભૌમ પ્રદોષ છે. દર્શક મિત્રો પ્રદોષના દિવસે શિવજીની ઉપાસના અત્યંત શુભ ફળ આપનારી છે. એમ કહેવાય છે કે પ્રદોષના દિવસે શિવઉપાસના કરવાથી શ્રીમહાલક્ષ્મીદેવી ગજરાજ ઉપર બેસીને આપણા નિવાસે પધારે છે. (શિવમુદ્રા)
આજે મંગળવાર છે. એટલે ગણ ગણેશજીની ઉપાસના પણ અવશ્ય કરજો.
શ્રી ગજમુખાય નમઃ આ મંત્રનો જાપ કરી ગણેશજીને દૂર્વા અર્પણ કરજો.
શ્રી ગણેશ કવચનો પાઠ તેમજ સંકટનાશન સ્તોત્રનો પાઠ પણ કરવો.
આપના નિવાસસ્થાને ગણેશજી સહિત રિદ્ધિ સિદ્ધિ તેમજ શુભ-લાભ અવશ્ય પધારશે.
રાશી ભવિષ્ય
મેષ (અલઈ)
- ધનસ્થાન પ્રબળ બન્યું છે.
- કૌટુંબિક સુખ પણ ખીલ્યું છે.
- લગ્નવાંછુ યુવક-યુવતીઓએ આજે લગ્ન સંબંધી કાર્ય ન કરે તે સલાહભર્યું છે.
- ચંદ્ર અતિ બળવાન છે માતાનું સુખ સારું મળે.
વૃષભ (બવઉ)
- નાની મુસાફરીના યોગ આપની રાશીમાં રચાયા છે.
- મિત્રો દ્વારા આપને કોઈ નવીન તકનો દિશાનિર્દેશ થઈ શકે છે.
- વેપારી મિત્રોને આજે નિરસતા જણાય.
મિથુન (કછઘ)
- વિદ્યાર્થી મિત્રોને આજે સફળતા મળતી દેખાય છે.
- માર્કેટીંગ ક્ષેત્રે સંકળાયેલા જાતકોને સફળતા
- ધનવ્યયના યોગો પણ રચાયા છે.
- વાહન ચલાવતા વિશેષ તકેદારી રાખવી.
કર્ક (ડહ)
- આજે આનંદપૂર્ણ દિવસ છે.
- ધનસ્થાન આજે અત્યંત પ્રબળ થયું છે.
- પણ આજે નેત્રપીડાથી સાચવવું.
- જો આપ વયસ્ક હોવ તો આરોગ્યની જાળવણી કરજો.
સિંહ (મટ)
- ક્રોધ ઉપર કાબૂ રાખજો.
- રાઈનો પહાડ ન બની જાય તે જોજો.
- વેપારી મિત્રોને આવકના યોગો છે.
- વાહન વ્યવહાર સાથે સંકલાયેલાને સાવચેત રહેવું.
કન્યા (પઠણ)
- બોલવામાં સંયમ રાખજો.
- બોલવામાં આપની ફાવટ હોય પણ આજે જરા તોલી તોલીને બોલજો.
- આપના જીવનસાથીને મુસાફરીના યોગ છે.
તુલા (રત)
- પોતાના કાર્યની અડચણો ધીમે ધીમે દૂર થતી જણાશે
- કોઈ ધાર્મિકસ્થાને મુલાકાત લેવાના હોવ તો નદીમાં સ્નાન કરતા પહેલા વિશેષ સાવચેતી રાખજો.
- સ્ત્રી જાતકોને વિશેષ સાનુકૂળતા દેખાય છે.
વૃશ્ચિક (નય)
- જક્કી વલણ આજે છોડજો.
- ભાગ્યનો સાથ આજે મળશે. કાર્ય સરળ બનશે.
- નોકરી કરતા જાતકોને વિશેષ સાનુકૂળતા છે.
ધન (ભધફઢ)
- આપની મહત્ત્વાકાંક્ષા અત્યારે ચરમસીમાએ હશે.
- થોડી લગામ ચોક્કસ ખેંચજો.
- પાણીજન્ય બિમારીથી આપે સાચવવાનું રહેશે.
- સાસરી પક્ષ સાથે આજે સુમેળ રાખજો.
મકર (ખજ)
- તકલીફ તો છે પણ આપ તેનું દમન કરવા માટે સક્ષમ છો.
- પતિ દેવ સાથે સુમેળ રાખજો.
- આજે કામ પણ જીવનસાથીનું જ અવાર નવાર પડે અને ટકરાવ પણ અવારનવાર થાય તેવું લાગે છે.
- મન શાંત રાખજો.
કુંભ (ગશષસ)
- કુંભ રાશીના જાતકો.... જો બુંદ સે ગઈ વો હોજ સે ભી વાપસ નહીં આતી... આ ઉક્તિ યાદ રાખજો.
- સંતાનનું આરોગ્ય આજે સતાવે.
- સ્નાયુની બિમારીથી વિશેષ સાવધાની રાખવી.
મિન (દચઝથ)
- પેટની બિમારીથી સાચવવું.
- થોડી બળતરા પણ વર્તાય તેવું લાગે છે.
- સંતાન સાથે શાંતિથી વર્તન કરવું... થોડો મતભેદ દેખાય છે.
- માતાની આરોગ્ય પણ જાળવવું.
જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે