આવનારા ત્રણ દિવસમાં મુંબઈમાં થશે આફતનો વરસાદ : મોસમ વિભાગ 

આ સંજોગોમાં કેટલીક જગ્યા પર લોકલ ટ્રેન સર્વિસ રોકી દેવામાં આવી છે

આવનારા ત્રણ દિવસમાં મુંબઈમાં થશે આફતનો વરસાદ : મોસમ વિભાગ 

મુંબઈ : દેશના કેટલાક વિસ્તારોમાં હજી ચોમાસુંનું આગમન પણ નથી થયું પણ આર્થિક રાજધાની મુંબઈમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે જેમાં આગામી દિવસોમાં પણ રાહત મળવાની સંભાવના નથી. ભારતીય મોસમ વિભાગનું અનુમાન છે કે 13 જુલાઈ સુધી મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. આ વરસાદનો માર ગ્રેટર મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરને સૌથી વધારે પડશે. 

હાલમાં ભારે વરસાદને પગલે વાશી અને વિરાર વચ્ચેની લોકલ ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે અને કેટલીક સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ માહિતી આપી છે કે વાશી અને વિરાર વચ્ચેના રેલવે ટ્રેકના પાટા પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે સર્વિસ રદ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ સંજોગોમાં લોકોને પરિવહનમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 

— ANI (@ANI) July 10, 2018

સોમવારે મુંબઈમાં બહુ જોરદાર વરસાદ પડ્યો હતો જેના કારણે મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા  હતા. રસ્તા, ગલી તેમજ સોસાયટીમાં બધી જગ્યાએ વરસાદનું પાણી ભરાઈ ગયું છે અને પરિવહન સેવા ઠપ થઈ ગયી છે. સોમવારે રાત્રે બોરીવલી પૂર્વના ત્રણ ઘરોનો કેટલોક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલમાં ફાયરબ્રિગેડ તેમજ એનડીઆરએફની ટીમ કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે. 

આ પહેલાં રવિવારે કુર્લા વિસ્તારમાં 4 માળની ઇમારત પડી ગઈ હતી. મુંબઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ નદી જેવા દેખાઈ રહ્યા છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં તો રસ્તાની બંને બાજુ બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news