અપના દળ સાથે મળીને AAP લડશે UP ચૂંટણી, વારાણસીમાં નહી લડે કેજરીવાલ
આમ આદમી પાર્ટી (આપ)એ કહ્યું કે, કૃષ્ણા પટેલની આગેવાનીવાળી અપના દળ પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને બંન્ને દળ મળીને તમામ 80 સીટો પર ચૂંટણી લડશે. જો કે ગત્ત વખતની જેમ જ આ વખતે પાર્ટી મુખીયા અરવિંદ કેજરીવાલ વારાણસીથી ઉમેદવારી નહી કરે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહે કહ્યું કે, ફેબ્રુઆરીના અંત સુધી સીટો અને તેના ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવશે.
Trending Photos
લખનઉ : આમ આદમી પાર્ટી (આપ)એ કહ્યું કે, કૃષ્ણા પટેલની આગેવાનીવાળી અપના દળ પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને બંન્ને દળ મળીને તમામ 80 સીટો પર ચૂંટણી લડશે. જો કે ગત્ત વખતની જેમ જ આ વખતે પાર્ટી મુખીયા અરવિંદ કેજરીવાલ વારાણસીથી ઉમેદવારી નહી કરે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહે કહ્યું કે, ફેબ્રુઆરીના અંત સુધી સીટો અને તેના ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવશે.
સિંહે કહ્યું કે, પાર્ટી અથવા કેજરીવાલે ક્યારે પણ નથી કહ્યું કે, તેઓ લોકસભા ચૂંટણી લડવા જઇ રહ્યા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી છે અને 2019ની લોકસભા ચૂંટણીની રેસમાં ઉતરવાની તેમની કોઇ જ યોજના નથી. તેમણે કહ્યું કે, પાર્ટી ઉત્તરપ્રદેશમાં તે સંસદીય ક્ષેત્રોમાં પોતાનાં ઉમેદવારો ઉતારશે. જ્યાં તેનું સંગઠન મજબુત છે. સીટ અને ઉમેદવાર પર ફેબ્રુઆરીના અંત સુધી નિર્ણય લેવામાં આવશે.
સિંહે પોતાની બે દિવસીય ભાજપ ભગાવો- ભગવાન બચાવો યાત્રાના સમાપન પ્રસંગે રવિવારે વારાણસીમાં કર્યું. આ શનિવારે અયોધ્યાથી ચાલુ થઇ હતી. જેમાં ભાજપને અનેક મુદ્દાઓ પર ઘેરવામાં આવ્યા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરમાં કથિત રીતે કાટમાળમાં સેંકડો શિવલિંગ પડેલા હોવાના મુદ્દાનો પણ સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે