ઉત્તરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો, 4 ના મોત, ધાબા પરથી પડવાના 48 કેસ નોંધાયા

અમદાવાદમાં ધાબેથી પડી જવાના 12 કેસો, દોરી વાગવાના 16 કેસો, ઇમર્જન્સીના 25 કેસો નોંધાયા છે. મહેસાણના કસ્બા વિસ્તારના લવાર ચકલામાં બાળકને પતંગની દોરી વાગવાથી બાળકનું મોત થયું છે.

ઉત્તરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો, 4 ના મોત, ધાબા પરથી પડવાના 48 કેસ નોંધાયા

અમદાવાદ: આજે ઉત્તરાયણના પર્વને લઇ પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ગત બે-ત્રણ વર્ષ કરતા આ વર્ષે સારો પવન હોવાથી પતંગરસિયાઓને પંતગ ઉડવવા અને એકબીજાના પેચ કાપવામાં લોકને મોજ પડી ગઇ છે. તો કેટલીક જગ્યાએ આ પર્વ કાળ સમાન બન્યો છે. ધાબેથી પડી જવાના 48 કેસો, દોરી વાગવાના 42 કેસો, આગ અને દાઝવાના 3 કેસ, હુમલાના 17 કેસ, અને વાહન સાથે અકસ્માતના 78 કેસ નોંધાયા નોંધાયા છે. મહેસાણના કસ્બા વિસ્તારના લવાર ચકલામાં બાળકને પતંગની દોરી વાગવાથી બાળકનું મોત થયું છે. તો બીજી બાજુ બનાસકાંઠાના ડીસાના વાડીરોડ વિસ્તારમાં ધાબા પરથી નીચે પડી જતા એક બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય સુરતમાં પણ કપાયેલો પતંગ પકડવાની ઉતાવડમાં અજાણ્યા વાહનની અડફેટે એક બાળનું મોત નીપજ્યું છે.

અમદાવાદમાં ઇમજન્સીને પહોંચી વળવા 108ની ટિમો તૈનાત
એક બાજુ લોકો ઉત્તરાયણના પર્વની મજા માણી રહ્યા છે તો બીજી બાજુ ધાબેથી પડી જવાના 12 કેસો, દોરી વાગવાના 16 કેસો અને ઇમર્જન્સીના 25 કેસો નોંધાયા છે. જેને લઇ અમદાવાદમાં ઇમરજન્સીને પહોંચી વળવા ફસ્ટ એડ, EMT ડોકટર ટીમ સાથે 108ની ટીમો તૈનાત કરવામાં આવી છે.

ડીસામાં ધાબા પરથી પડતા બાળકીનું મોત
બનાસકાંઠાના ડીસા જિલ્લામાં એક બાળકીનું મોત થયું છે. મળતી માહિતી મુજબ ડીસાના વાડીરોડ વિસ્તારમાં એક પરિવાર ધાબા પર પતંગ ઉડાવવાની મજા માણી રહ્યો હતો. ત્યારે જાણે ઉત્તરાણયનો પર્વ કાળ બની આવ્યો હોય તેમ આ પરિવારનો ઉત્સાહ અને ઉમંગ માતમમાં ફેરવાઇ ગયો છે. ધાબા પર પતંગ ચગાવવાની મજા માણી રહેલા આ પરિવારની 10 વર્ષની બાળકી ધાબા પરથી નીચે પડી ગઇ અને તેનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. જેને લઇ આ પરિવારમાં તહેવારનો માહોલ શોકમાં ફેરવાઇ ગયો છે.

મહેસાણામાં પતંગની દોરી વાગવાથી બાળકનું મોત
મહેસાણાના કસ્બા વિસ્તારના લવાર ચક્લામાં પતંગની દોરી વાગવાથી આઠ વર્ષના બાળકનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેજીબ ફિરોઝ પઠાણ નામના બાળકને ગળાના ભાગમાં દોરી વાગવાથી તેનું મોત કરૂણ મોત થયું છે. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તો બાળકના મોતથી પરિવાર તેમજ આસપાસના સ્થાનિક રહીશોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

સુરતમાં પતંગ પકડવા જતા બાળકનું મોત
સુરતના નાના વરાછા ફ્લાયઓવર બ્રિજ પાસે કપાયેલો પતંગ પકડવા જતા અજાણ્યા વાહનની ટક્કરે એક બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ સ્થળ પર દોડી આવી છે અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદમાં પતંગની દોરીથી યુવકનું મોત
આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાદ દરમિયાન મોત નિપજ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news