શું 2019માં કોંગ્રેસ માટે મોટી ભુમિકામાં સામે આવશે પ્રિયંકા ગાંધી ?

અભિષેક મનુ સિંધવી સાથે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પુર્વ કેન્દ્રીયમંત્રી સલમાન ખુર્શીદે નિવેદન અંગે પ્રતિક્રિયા માંગવામાં આવી હતી

  • અભિષેક મનુ સિંધવીએ કોઇ પણ પ્રકારનાં ક્યાસ લગાવવાનો ઇન્કાર કર્યો
  • સલમાન ખુર્શીદે એક ઇન્ટરવ્યું દરમિયાન પ્રિયંકાને ગેમચેન્જર ગણાવ્યા હતા
  • ખુર્શીદે પ્રિયંકાને પર્દા પાછળ રહીને કામ કરવાની ટ્રીકનાં પણ વખાણ કર્યા હતા

Trending Photos

શું 2019માં કોંગ્રેસ માટે મોટી ભુમિકામાં સામે આવશે પ્રિયંકા ગાંધી ?

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીમાં સોનિયા ગાંધીનાં અધ્યક્ષ પદ છોડ્યા અને રાહુલ ગાંધીનાં અધ્યક્ષ બન્યા બાદથી પાર્ટીની ઘણી ચૂંટણીમાં પરાજયનો સામનો  કરવો પડ્યો. ત્યાર બાદથી જ ક્યાંકને ક્યાંક પાર્ટીનું એક જુથ માનવા લાગ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે પ્રિયંકા વાડ્રા મોટી ભુમિકામાં આવીને ગેમ ચેન્જર હોઇ શકે છે. આ સવાલનો જવાબ આપવા માટે કોંગ્રેસ પાર્ટીનાં પ્રવક્તા અભિષેક મનુ સિંધવી સામે આવ્યા હતા. સિંધવીએ કહ્યું કે, હાલ કોઇ પણ ક્યાસ લગાવવામાં આવી શકાય નહી, આ તેમનો નિર્ણય છે. 

અભિષેક મનુ સિંધવી પાસે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદનાં નિવેદન અંગે પ્રતિક્રિયા માંગવામાં આવી હતી, સિંધવીએ કહ્યું કે, આ તે વાતનો સંકેત છે કે પ્રિયંકા ગાંધીને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તેને બખુબી નિભાવશે. જો કે આ તેમનો અંગત નિર્ણય હશે. ખુર્શીદ જીએ એમ નથી કહ્યું કે, તેઓ (પ્રિયંકા ગાંધી) ચૂંટણી લડવા જઇ રહ્યા છે. તેવા કોઇ પણ પ્રકારનાં ક્યાસ લગાવવાની જરૂરિયાત નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુમાં સલમાન ખુર્શીદને પુછવામાં આવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી વાડ્રા રાજનીતિમાં આવ્યા, તો શું તેમને ગમચેન્જર હોઇ શકે છે ? તેનાં જવાબમાં ખુર્શીદે કહ્યું હતું કે તેઓ હજી પણ ગેમચેન્જર છે, ખુર્શીદનાં અનુસાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ જે પ્રકારે રાહુલ અને કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ કર્યો છે, તે કાબિલેતારીખ છે. 

ખુર્શીદે કહ્યું હતું કે, પ્રિયંકાજી જે પ્રકારે કામ કરી રહ્યા છે, તેનાંથી પાર્ટીને સપોર્ટ મળે છે અને કોંગ્રેસ પાર્ટીમાં પરદાની પાછળ તેમનો ઘણો જ મહત્વનો રોલ છે. જો કે સલમાન ખુર્શીદે તેમ પણ કહ્યું કે, જો પ્રિયંકા ગાંધી પરદા પર સામે આવ્યા તો ઘણું સારૂ છે, પરંતુ આ પરિવારનો મુદ્દો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news