લંડન પહોંચી સીરમના CEO પૂનાવાલાનો મોટો આરોપ, ભારતમાં શક્તિશાળી લોકો કરી રહ્યા છે પરેશાન, પરત જવાની ઈચ્છા નથી

અદાર પૂનાવાલાએ 'ધ ટાઈમ્સ'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, ભારતના પાવરફુલ લોકો આક્રમક રૂપથી કોલ કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે કોવિશીલ્ડ પ્રથમ વેક્સિન છે, જેને ડીસીજીઆઈએ કોરોનાના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. 

Updated By: May 1, 2021, 10:13 PM IST
 લંડન પહોંચી સીરમના CEO પૂનાવાલાનો મોટો આરોપ, ભારતમાં શક્તિશાળી લોકો કરી રહ્યા છે પરેશાન, પરત જવાની ઈચ્છા નથી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના દરરોજ રેકોર્ડ કેસ સામે આવવા વચ્ચે શનિવારે દેશમાં વેક્સિનેશન અભિયાન (Corona vaccination) નો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોવિશીલ્ડ વેક્સિનનું પ્રોડક્શન કરનાર કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) ના પ્રમુખ અદાર પૂનાવાલા (Adar Poonawalla) એ વેક્સિનની ડિમાન્ડ માટે વધતા દબાણને લઈને વાતચીત કરી છે. બ્રિટનમાં પૂનાવાલાએ આરોપ લગાવ્યો કે, વેક્સિનને લઈને ભારતના ઘણા શક્તિશાળી લોકો તેમને પરેશાન કરી રહ્યા છે. પૂનાવાલાને હાલમાં કેન્દ્ર સરકારે વાઈ કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. 

આક્રમક રૂપથી કોલ કરી માંગે છે વેક્સિન
સિક્યોરિટી મળ્યા બાદ પ્રથમવાર આ વિશે વાત કરતા અદાર પૂનાવાલાએ 'ધ ટાઈમ્સ'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, ભારતના પાવરફુલ લોકો આક્રમક રૂપથી કોલ કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે કોવિશીલ્ડ પ્રથમ વેક્સિન છે, જેને ડીસીજીઆઈએ કોરોનાના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. કોવિશીલ્ડનું ઉત્પાદન દુનિયાની વેક્સિન બનાવનારી મુખ્ય કંપનીઓમાંથી એક સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા કરી રહી છે. 

પુત્રી અને પત્ની સાથે લંડન પહોંચ્યા પૂનાવાલા
એસઆઈઆઈના પ્રમુખે જણાવ્યુ કે, આ દબાવને કારણે તે પોતાની પુત્રી અને પત્ની સાથે લંડન આવી ગયા છે. 40 વર્ષીય પૂનાવાલાએ કહ્યુ, હું આ વધારાના સમય સુધી એટલે રોકાયો છું, કારણ કે હું આ સ્થિતિમાં ફરી જવા ઈચ્છતો નથી. બધુ મારા ખભા પર આવી ગયુ છે, પરંતુ હું એકલો કંઈ કરી શકુ નહીં. હું આવી સ્થિતિમાં રહેવા ઈચ્છતો નથી, જ્યાં તમે તમારૂ કામ કરી રહ્યા હોય અને તમે એક્સ, વાઈ કે ઝેડની માંગોની સપ્લાઈને પૂરી ન કરી શકો. તે પણ ખબર નથી કે તે તમારી સાથે શું કરવાના છે. 

બધાને લાગે છે કે તેને વેક્સિન મળવી જોઈએ
તેમણે કહ્યુ, આશા અને આક્રમકતાનું સ્તર ખરેખર અભૂતપૂર્વ છે. તે ભારે છે. બધાને લાગે છે કે તેને રસી મળવી જોઈએ. તે સમજી શકતા નથી કે તેની પહેલા બીજાને શું કામ મળવી જોઈએ. પૂનાવાલાએ ઈન્ટરવ્યૂમાં સંકેત આપ્યા કે, તેમનું લંડનમાં પગલુ ભારતની બહારના દેશોમાં વેક્સિન નિર્માણનો વિસ્તાર કરવાની વ્યાવસાયિક યોજના સાથે પણ જોડાયેલું છે. જેમાં બ્રિટન તેમને વધુ પસંદ હોઈ શકે છે. જ્યારે ભારતની બહાર રસી નિર્માણને લઈને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યું, આગામી થોડા દિવસમાં મોટુ જાહેરાત થવાની છે. અખબાર અનુસાર, આ વર્ષે જાન્યુઆરીમાં ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકા વેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી, ત્યાં સુધી સીરમે 80 કરોડ અમેરિકી ડોલરના રોકાણથી પોતાની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1.5 થી 2.5 બિલિયન ડોઝ સુધી વધારી દીધી હતી અને પાંચ કરોડ ડોઝનું પ્રોડક્શન પણ કરી લીધુ છે. 

કોવિશીલ્ડ પર વધુ નફો કમાવાના આરોપ પર શું બોલ્યા પૂનાવાલા?
કંપનીએ વેક્સિન બ્રિટન સહિત 68 દેશોમાં નિકાસ શરૂ કરી દીધી હતી. પરંતુ આ દરમિયાન ભારતમાં કોરોનાથી સ્થિતિ ખરાબ થવા લાગી. પૂનાવાલાએ ટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ, 'અમે ખરેખર બધી મદદ કરવા માટે હાફી રહ્યા છીએ. મને નથી લાગતુ કે ભગવાન પણ પૂર્વાનુમાન લગાવી શકે કે આવુ થવાનું હતું. તો વધુ પૈસા કમાવાના આરોપ પર પૂનાવાલાએ કહ્યુ કે, તે પાયાવિહોણા આરોપ છે. તેમણે આ વેક્સિનને ગ્રહ પર સૌથી વસ્તી વેક્સિન બનાવી. તેમણે કહ્યું, અમે નફાખોરી કરવાની જગ્યાએ જે પણ સારૂ થઈ શકે તે કર્યું છે. હું ઈતિહાસ માટે તેની રાહ જોઈશ.'
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube