ICCએ 1100 ઈન્ટરનેશનલ મેચ બાદ સુધારી DLS સિસ્ટમ, હવે વરસાદ પડતાં મળશે મોટો ટાર્ગેટ

આઈસીસીએ 700 વનડે અને 428 ટી20 ઈન્ટરનેશનલ મેચના આંકડાનો અભ્યાસ કર્યા બાદ ડકવર્થ લુઈસ સિસ્ટમ બદલી નાખી છે, આ ફેરફાર 30 સપ્ટેમ્બરથી લાગુ થશે 

ICCએ 1100 ઈન્ટરનેશનલ મેચ બાદ સુધારી DLS સિસ્ટમ, હવે વરસાદ પડતાં મળશે મોટો ટાર્ગેટ

દુબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ખરાબ હવામાનને કારણે લાગુ પડતી ડકવર્થ લુઈસ સ્ટર્ન (DLS) સિસ્ટમને બદલી નાખી છે. તેનું અપડેટ ફોર્મેટ રવિવાર (30 સપ્ટેમ્બર)ના રોજ રમાનારી દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મચથી લાગુ થઈ જશે. આઈસીસીએ તેના ઉપરાંત પોતાની આચાર સંહિતા અને રમવાની સ્થિતિનું આકલન કરવાની પદ્ધતિમાં પણ સુધારા કર્યા છે. 

ડીએલનું અપડેટ અને ત્રીજું વર્ઝન છે ડીએલએસ 
DLS,2014 માં પ્રથમ વખત આવેલા ડીએલનું ત્રીજું વર્ઝન છે. જેને બીજી વખત નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ અગાઉ ડીએલએસને ડીએલના નામથી ઓળખવામાં આવતું હતું. ડીએલ સિસ્ટમ લાગુ રહેવા દરમિયાન 700 વનડે અને 428 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ ચુકી છે. આ મેચના વિશ્લેષણના આધારે જ નવી ડીએલએસ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. 

અગાઉની સરખામણીએ રનરેટ અને સરેરાશ સ્કોરમાં વધારો કરાયો 
આઈસીસીએ જોયું કે છેલ્લા કેટલાક વર્ષમાં વનડેમાં બેટિંગ સ્ટાઈલ બદલાઈ છે. હવે ટીમ લાંબા સમય સુધી વધુ ઝડપે બેટિંગ કરવામાં સક્ષમ છે. ટીમનો સરેરાશ સ્કોર પણ વધી ગયો છે. સ્લોગ ઓવર (41થી 50મી)માં અગાઉની સરખામણીએ વધુ ઝડપી બેટિંગ કરવામાં આવે છે. નવું ફોર્મેટ લાવતાં પહેલાં વન ડે (છેલ્લી 20 ઓવર) અને ટી20માં રન બનાવવાની પેટર્નનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

મહિલા-પુરુષ ક્રિકેટમાં એક સરખું જ ફોર્મેટ
નવા ફોર્મેટમાં પુરુષ અને મહિલા ક્રિકેટની અલગ-અલગ સ્કોરિંગ પેટર્નનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આંકડાથી એ જાણવા મળ્યું છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટમાં પિચની સ્થિતિ લગભગ એક સરખી હોય છે, પરંતુ સ્કોરિંગ રેટ જુદો-જુદો રહ્યો છે. પિચની સમાનતાને જોતાં એ નિર્ણય લેવાયો છે કે ડીએલએસના એક જ ફોર્મેટને બંને સ્થાને લાગુ કરવામાં આવે. 

હવે બોલ ટેમ્પરિંગ કરતાં થશે કડક સજા
આઈસીસીએ પોતાની આચાર સંહિતામાં કેટલાક નવા અપરાધોને સામેલ કર્યા છે. આ ઉપરાંત, બોલ ટેમ્પરિંગ જેવા અપરાધો માટે કડક સજાની જોગવાઈ કરાઈ છે. બોલ ટેમ્પરિંગ લેવ-3ની શ્રેણીમાં આવે છે. તેનું ઉલ્લંઘન કરવાની સ્થિતિમાં લાગતા 8 પ્રતિબંધિત પોઈન્ટને વધારીને 12 કરાયા છે. 

એટલે કે, હવે આમ કરનારા ખેલાડી પર 6 ટેસ્ટ કે 12 વન ડે મેચનો પ્રતિબંધ લાગુ પડશે. આ યાદીને 2 જુલાઈના રોજ ડબલિનમાં યોજાયેલી આઈસીસીની વાર્ષિક બેઠકમાં મંજુરી મળી હતી. આઈસીસી વિશ્વકપ આવતા વર્ષે 2019માં રમાવાનો છે. આથી પ્લેઇંગ કન્ડિશન્સમાં વધુ ફેરફાર કરાયો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news