AIIMS માં ગાઇડના ત્રાસથી કંટાળી પીએચડીના વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)ના મામાઇક્રોબાયોલોજી વિભાગના પીએચડીના એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેણે પોતાની સુપરવાઇઝર પર માનસિક ત્રાસ, ગાળાગાળી કરવા અને ફેલોશિપ અપાવવામાં મોડું કરવાનો આરોપ લગાવ્યો. 

AIIMS માં ગાઇડના ત્રાસથી કંટાળી પીએચડીના વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)ના મામાઇક્રોબાયોલોજી વિભાગના પીએચડીના એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેણે પોતાની સુપરવાઇઝર પર માનસિક ત્રાસ, ગાળાગાળી કરવા અને ફેલોશિપ અપાવવામાં મોડું કરવાનો આરોપ લગાવ્યો. ઘટના બાદ પીએચડીના વિદ્યાર્થીઓએ વિરોધ-પ્રદર્શન કર્યું અને આરોપી સુપરવાઇઝરને સસ્પેંડ કરવા અને તેના વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગણી કરી. 

પાંચમા વર્ષના 36 વર્ષીય વિદ્યાર્થીએ રવિવારે ગૌતમ નગર સ્થિત પોતાના ઘરે વધુ માત્રામાં દવાઓ ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેના એક સહયોગીએ જણાવ્યું કે પીડિતની હાલ ઠીક છે અને તેને કાઉંસલિંગ માટે હોસ્પિટલના સાઇકિયાટ્રી વોર્ડમાં ભરતી કરાવવામાં આવ્યો છે. જોકે પોલીસે જણાવ્યું કે આ ઘટના વિશે તેમને કોઇ ઔપચારિક ફરિયાદ મળી નથી. 

નાયબ પોલીસ કમિશનર (દક્ષિણ) રોમિલા બાનિયાએ જણાવ્યું કે ડો. રજત પ્રકાશે ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી, ત્યારબા તેને એમ્સમાં દાખલ કરાવવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દર્દી પીએચડીનો વિદ્યાર્થી છે અને તેના અનુસાર ગાઇડ તેને ત્રાસ આપતો હતો. તેણે ઉંઘની ગોળી ખાઇ લીધી. તેની હાલત સ્થિર છે પરંતુ હજુ સુધી એમ્સમાં દાખલ છે. પોલીસને આ અંગે કોઇ ઔપચારિક ફરિયાદ મળી નથી.  

એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાને મોકલવામાં આવેલા પત્રમાં વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે ઓગસ્ટ 2013માં તેમને જે સુપરવાઇઝરના આધીન પંજીકૃત કરવામાં આવ્યા, તે તેને માનસિક ત્રાસ આપી રહી છે. 

વિદ્યાર્થીએ પત્રમાં લખ્યું કે 'હું સતત માનસિક ત્રાસ અને અપમાનના દૌરમાં પસાર થઇ રહ્યો છું. તે દરેક સામે ખરાબ ગાળાગાળીવાળી ભાષાનો ઉપયોગ કરે છે. કામ સારું હોવાછતાં મારા પર ગુસ્સો કરે છે. તેણે પત્રમાં દાવો કર્યો છે કે તે ગાઇડના આધીન પીએચડી કરઈ રહેલા કેટલા અન્ય વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં કામ કરતી વખતે ટીબી થઇ ગઇ કારણે કે યોગ્ય સાધનો અને તેમને પોતાના બચાવ માટે આપવામાં આવતી વસ્તુઓ નથી. એમ્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીના આરોપોની તપાસ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news