AIMIM નેતા અકબરૂદ્દીન ઓવૈસીનું ભડકાઉ ભાષણ, '15 મિનિટ'વાળી ધમકી ફરીથી દોહરાવી
AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અને ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીએ કરીમનગરની જનસભામાં એકવાર ફરીથી ભડકાઉ ભાષણ આપતા 15 મિનિટવાળી ધમકીની વાત ફરીથી દોહરાવી છે.
Trending Photos
હૈદરાબાદ: AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અને ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીએ કરીમનગરની જનસભામાં એકવાર ફરીથી ભડકાઉ ભાષણ આપતા 15 મિનિટવાળી ધમકીની વાત ફરીથી દોહરાવી છે. આરએસએસ પર નિશાન સાધતા કહ્યું કે 15 મિનિટનું દર્દ એવું છે કે હજુ સુધી તે ઘા રૂઝાયો નથી. યાદ રાખો દુનિયા તેનાથી જ ડરે છે જે ડરાવવાનું જાણે છે. કોઈ પણ આરએસએસવાળા અમારો વાળ પણ વાંકો કરી શકે નહીં.
અકબરૂદ્દીન ઓવૈસીએ મોબ લિંચિંગ પર મુસલમાનોને સિંહ બનવાની સલાહ આપી અને એકવાર ફરીથી પોતાની 15 મિનિટવાળી ધમકી દોહરાવી. તેમણે કહ્યું કે દુનિયા તેનાથી જ ડરે છે જે ડરાવવાનું જાણે છે. તેમણે કહ્યું કે, 'મોબ લિંચિંગ કરનારા અને આરએસએસવાળા એટલે તેમનાથી ડરે છે. મુસલમાનોએ સિંહ બનવું પડશે જેથી કરીને કોઈ ચાવાળો તેમની સામે ઊભો ન રહી શકે. લોકો આજે કહે છે કે મોબ લિંચિંગ, હું તમને કહું છું કે તમે લોકો આટલા પરેશાન કેમ છો, પરેશાન ન થાઓ. યુવાઓને હું કહીશ કે જે આપણે અહીં કરીશું તેના બદલામાં જન્નત કે સ્વર્ગ મળશે. શહીદોને જન્નતોની જન્નત મળે છે. યુવાઓ તેઓ નારા ગમે તે લગાવે પરંતુ તમે ફક્ત અલ્લાહનું નામ લો.'
જુઓ LIVE TV
અકબરૂદ્દીને ભાષણમાં કહ્યું કે આરએસએસને અકબરૂદ્દીન ઓવૈસીથી આટલી નફરત કેમ છે? કારણ કે તેઓ ડરે છે. સો સુનાર કી એક લુહાર કી. 15 મિનિટ એવો જખ્મ છે જે ઘા હજુ રૂઝાયો નથી. ઉલ્લેખનીય છે કે 2013માં ખુબ જ વિવાદાસ્પદ નિવેદન આપતા અકબરૂદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે અમે (મુસલમાનો) 25 કરોડ છીએ અને તમે (હિન્દુ) 100 કરોડ છો. 15 મિનિટ માટે પોલીસ હટાવી દો પછી જોઈશું કોનામાં કેટલો દમ છે.
તેમણે લોકોને એકજૂથ થઈને ભાજપને હરાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે એક સમય હતો કે જ્યારે નિઝામાબાદના ડેપ્યુટી મેયર AIMIMના હતાં પરંતુ હવે અહીં ભાજપના ધારાસભ્ય છે. જો તમે લોકો AIMIMને જીતાડવા ન માંગતા હોવ તો કોઈ વાંધો નથી પરંતુ ભાજપને હરાવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે