Corona: દેશની આ મોટી યુનિવર્સિટીમાં કોરોનાના નવા વેરિએન્ટનો કહેર!, માત્ર 20 દિવસમાં 26 પ્રોફેસરના મોત

20 દિવસની અંદર 26 પ્રોફેસર્સના મોત થઈ ચૂક્યા છે. જેમાંથી 16 વર્કિંગ અને 10 રિટાયર્ડ ફેકલ્ટી મેમ્બર્સ સામેલ છે.

Corona: દેશની આ મોટી યુનિવર્સિટીમાં કોરોનાના નવા વેરિએન્ટનો કહેર!, માત્ર 20 દિવસમાં 26 પ્રોફેસરના મોત

અલીગઢ: ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે અને સતત નવા નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. હવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કોવિડ-19ના નવા વેરિએન્ટને લઈને ચિંતા વધી ગઈ છે અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તારિક મન્સૂરે આ મામલે ICMR ને નમૂનાની તપાસ માટે એક પત્ર લખ્યો છે. 

ICMR દ્વારા પ્રમાણિત લેબે ભેગા કર્યા છે સેમ્પલ
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા મોત બાદ એએમયુમાં બનેલી ICMR દ્વારા પ્રમાણિત લેતે સેમ્પલ ભેગા કર્યા છે. યુનિવર્સિટીના વીસી તારિક મન્સૂરે આઈસીએમઆરના ડીજી પ્રો.બલરામ ભાર્ગવને પત્ર લખીને કહ્યું કે જેટલું જલદી થઈ શકે એટલું જલદી કોવિડ સેમ્પલ્સની જીનોમ સ્ટડી  કરાવો જેનાથી ખબર પડી શકે કે શું યુનિવર્સિટીમાં કોવિડનો નવો વેરિએન્ટ વિક્સિત થયો છે.

20 દિવસમાં 16 વર્કિંગ અને 10 રિટાયર્ડ પ્રોફેસર્સના મોત
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 20 દિવસની અંદર 26 પ્રોફેસર્સના મોત થઈ ચૂક્યા છે. જેમાંથી 16 વર્કિંગ અને 10 રિટાયર્ડ ફેકલ્ટી મેમ્બર્સ સામેલ છે. રિપોર્ટ મુજબ એએમયુના કુલપતિ તારિક મન્સૂરના મોટા ભાઈનું પણ કોરોના વાયરસની ઝપેટમાં આવવાથી મોત થઈ ચૂક્યું છે. આ બધા લોકો યુનિવર્સિટીના કેમ્પસમાં જ રહેતા હતા. 

ICMR કે સરકારની પ્રતિક્રિયાની જોવાઈ રહી છે રાહ
યુનિવર્સિટીના વીસી તારિક મન્સૂરે નવા વેરિએન્ટની આશંકા વ્યક્ત કરી છે અને ભેગા કરાયેલા સંમ્પલ્સને તપાસ માટે દિલ્હીમાં સીએસઆઈઆર-ઈન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીમાં મોકલ્યા છે. તેમણે એ વાતનો શક વ્યક્ત કર્યો છે કે મોતના આંકડામાં વૃદ્ધિ કોરોનાના નવા વેરિએન્ટના કારણે થઈ રહી છે. જો કે હજુ સુધી આઈસીએમઆર કે સરકાર તરફથી તેના પર કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news