કોલકત્તામાં ટીએમસી પર અમિત શાહના પ્રહારો, બાંગ્લાદેશના ઘૂષણખોરો છે ટીમએસીની વોટબેંક

અમિત શાહે પોતાની કોલકત્તા રેલીમાં મમતા બેનર્જી સરકાર પર હુમલો કર્યો. તો તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એનઆરસીના વિરોધમાં રાજ્યભરમાં ધિક્કાર દિવસ મનાવી રહી છે. 
 

કોલકત્તામાં ટીએમસી પર અમિત શાહના પ્રહારો, બાંગ્લાદેશના ઘૂષણખોરો છે ટીમએસીની વોટબેંક

કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોલકત્તામાં રેલીને સંબોધન કર્યું. તેમણે આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર હુમલો કર્યો. અમિત શાહે કહ્યું કે, રેલીની ભીડે તે વાતનો સંકેત આપી દીધો કે બંગાળમાં મમતા બેનર્જીનું શાસન ખતમ થવા જઈ રહ્યું છે. 

અમિત શાહે કહ્યું કે, પહેલા આ રેલીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને હવે પશ્ચિમ બંગાળની તમામ સ્થાનિક ચેનલોને ડાઉન કરી દેવામાં આવી છે, જેથી આ રેલીનું પ્રસારણ ન જોઈ શકે. તેમણે કહ્યું કે, ભાજપ પશ્ચિમ બંગાળની વિરોધી કેમ હોય શકે, જ્યારે અમારી પાર્ટીના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળના જ હતા. તેમણે કહ્યું કે, ભાજપ બંગાળ વિરોધી નહીં મમતા વિરોધી છે. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, મમતા બેનર્જી કે રાહુલ ગાંધીના પ્રયત્નોથી એનઆરસીની પ્રક્રિયા રોકાશે નહીં. તેમણે કહ્યું કે, એનઆરસી ઘુષણખોરોને ભગાવવા માટે છે. આસામમાં ન્યાયિક રીતે તેને લાગૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પહેલા ઘુણષખોરોના મત કોમ્યુનિસ્ટ પાર્ટીઓને મળતા હતા તો મમતા બેનર્જી ઘુષણખોરોનો વિરોધ કરતી હતી પરંતુ હવે તેમને મત મળવા લાગ્યા તો તે એનઆરસીનો વિરોધ કરે છે અને તેમણે પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ બનાવી દીધું છે. 

અમિત શાહે કહ્યું કે, એનઆરસીને આસામમાં અકોર્ડ રીતે બનાવવામાં આવ્યું છે, જે પૂર્વ પીએમ રાજીવ ગાંધીએ કર્યું હતો. ત્યારે કોંગ્રેસે તેનો વિરોધ ન કર્યો અને આજે વોટબેંક માટે તેનો વિરોધ કરી રહી છે. ઘુષણખોરો પશ્ચિમ બંગાળમાં વિસ્ફોટ કરે છે. અમારી પાર્ટી આ રાજ્યમાં હિન્દૂ શરણાર્થિઓને વિશ્વાસ અપાવવા ઈચ્છે છે કે અમે સિટિજનશિપ અમેન્ડમેન્ટ બિલ 2016 લઈને આવ્યા, જેમાં તેને નાગરિકતા આપવામાં આવશે. 

શાહે કહ્યું કે, મમતા સરકાર જ્યારથી આવી છે, બધી બાજુ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. કાયદો-વ્યવસ્થાને મજાક બનાવી દીધી છે. કારખાનાઓ બંધ થઈ રહ્યાં છે અને બોમ્બ બનાવવાના કારખાના ખૂલ્યા છે. ગુનાઓના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ભાજપની સરકાર આપી તો ઈમાનદાર, સખત કાયદો વ્યવસ્થાવાળી અને પશ્ચિમ બંગાળને પૂની સાંસ્કૃતિક ઓળખ અપાવવાનું કામ કરશે. 

અમિત શાહે કહ્યું કે, હાલમાં પંચાયતની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારોને ઉતરવા ન દીધા અને ઉમેદવારોને બિનહરીફ ચૂંટવાનો પણ રેકોર્ડ બનાવી દીધો. પાર્ટીના 65 કાર્યકર્તાઓને મારી દેવામાં આવ્યા, તેમ છતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટીઓ કે ટીએમસીને પશ્ચિમ બંગાળે તક આપી પરંતુ તે રાજ્યનો વિકાસ ન કરી શક્યા. ભાજપને તક મળશે તો વિકાસ થશે. કેન્દ્રએ આપેલું કરોડોનું પેકેજ ગામ સુધી પહોંચવા દીધું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news