VIDEO : વિનોદ કાંબલીની પત્નીએ મોલમાં ફેમસ સિંગરના પિતાને મારી દીધો મુક્કો, કારણ છે શોકિંગ

આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે

VIDEO : વિનોદ કાંબલીની પત્નીએ મોલમાં ફેમસ સિંગરના પિતાને મારી દીધો મુક્કો, કારણ છે શોકિંગ

રાકેશ ત્રિવેદી, મુંબઈ : પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રિયાએ એક વ્યક્તિ પર બદઇરાદાથી સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો છે. એન્ડ્રિયાએ જે વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે એ બોલિવૂ ડના મ્યુઝિક ડિરેક્ટર અંકિત તિવારીના પિતા રાજેન્દ્ર તિવારી છે. આરોપ છે કે રાજેન્દ્ર તિવારીએ બદનિયતથી એન્ડ્રિયાને સ્પર્શ કર્યો જેના પછી એન્ડ્રિયાએ તેમને મુક્કો મારી દીધો. આ મામલે રાજેન્દ્ર તિવારી તેમજ તેના બીજા અંકુર તિવારી સાથે એન્ડ્રિયાની માથાકુટ થઈ ગઈ.  અંકિત તિવારી આશિકી-2 ફિલ્મનું ગીત ‘સૂન રહા હૈ ના તૂ’ ગાઈને ફેમસ થયો છે.

આ મામલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને પછી એન્ડ્રિયાએ પોલીસમાં ફરિયાદ કરી દીધી. એક તબક્કે પત્નીના ઝઘડામાં વિનોદ કાંબલી પણ કૂદી પડ્યો હતો જેના કારણે આખો ઝઘડો વધી ગયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ મોલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. પોલીસ ફરિયાદમાં એન્ડ્રિયાએ આરોપ લગાવ્યો છે કે આરોપી રાજેન્દ્ર તિવારીએ અનેકવાર તેને સ્પર્શ કર્યો અને પછી તેણે પોતાની બેગ તેમના માથા પર મારી હતી. 

vinod kambliવિનોદ કાંબલીએ કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે, રવિવારે તે પત્ની એન્ડ્રિયા સાથે ઈનઓર્બિટ મોલના ગેમ ઝોનમાં હતા ત્યારે એક વૃદ્ધ વ્યક્તિએ તેની પત્નીને ખોટી રીતે અડી. જે બાદ કાંબલીની પત્નીએ તે વૃદ્ધને ધક્કો મારીને હટાવ્યા. થોડીવાર પછી બે લોકો આવ્યા અને તેમણે કાંબલી પર હુમલો કર્યો. કાંબલીએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેણે તે શખ્સોને પાછા હટવાનું કહ્યું તો તે શખ્સોએ ધમકી આપી. વિનોદ કાંબલીએ આ મામલે અંકુર તિવારી અને તેના પિતા સામે બાંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સ્પોર્ટસના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news