યોગી આદિત્યનાથ બાદ અનુપ્રિયા પટેલ અમિત શાહને મળ્યા, યૂપીમાં મોટા ફેરફારના સંકેત
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને ભાજપ નેતૃત્વ તેની પહેલા સામાજીક, રાજકીય અને સંગઠાનાત્મક સ્તર પર ખુદને મજબૂત કરવામાં લાગેલું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના રાજકીય ઘટનાક્રમમાં ગુરૂવારે અચાનક દિલ્હી પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આદિત્યનાથ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળશે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય મંત્રીમંડળના વિસ્તાર અને સંગઠનમાં જરૂરી ફેરફારને જોતા મુખ્યમંત્રીનો આ પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ભાજપની સહયોગી અપના દળના નેતા અનુપ્રિયા પટેલે પણ અમિત શાહ સાથે મુલાકાત કરી છે.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને ભાજપ નેતૃત્વ તેની પહેલા સામાજીક, રાજકીય અને સંગઠાનાત્મક સ્તર પર ખુદને મજબૂત કરવામાં લાગેલું છે. કોરોનાની બીજી લહેરમાં જનતાની પ્રતિક્રિયા, ધારાસભ્યો તથા સંગઠનનો ફીડબેક અને પંચાયત ચૂંટણીના પરિણામોએ પાર્ટી નેતૃત્વને ગંભીરતાથી લીધુ છે. તે સમય રહેતા જરૂરી ફેરફારની તૈયારીમાં છે. આ સિલસિલામાં મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી આવતા પહેલા આદિત્યનાથે બુધવારે લખનઉમાં પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ અને સંગઠન મહામંત્રી સુનીલ બંસલની સાથે બેઠક કરી હતી.
દોઢ કલાક ચાલી મુલાકાત
સૂત્રો અનુસાર કેન્દ્રીય નેતૃત્વ રાજ્યમાં જરૂરી ફેરફાર કરતા પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વ્યાપક વિચાર-વિમર્શ કરી રહ્યુ છે. સૌથી પહેલા અમિત શાહ સાથે મુખ્યમંત્રીની મુલાકાત તેનો સંકેત છે. નેતૃત્વ સારી પરિસ્થિતિઓ પર મુખ્યમંત્રીનો મત જાણવા માગે છે. સૂત્રો અનુસાર લગભગ દોઢ કલાકની મુલાકાતમાં શાહ અને આદિત્યનાથ વચ્ચે બધા મુદ્દા પર વ્યાપક ચર્ચા થઈ છે.
શુક્રવારે પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત
હવે મુખ્યમંત્રી શુક્રવારે સવારે 11 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે 12.30 કલાકે તેમની મુલાકાત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે થશે. સૂત્રોનું કહેવું છે કે મોદી અને શાહ સાથે મુલાકાત બાદ ભાજપ અધ્યક્ષ મુખ્યમંત્રીને જરૂરી નિર્દેશ આપશે. આ વચ્ચે ભાજપના અધ્યક્ષ નડ્ડાએ ગુરૂવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં સંભવિત થનારા ફેરફારને લઈને આ બેઠક મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચોઃ હિમંત બિસ્વા સરમાની મુસલમાનોને અપીલ- ગરીબી દૂર કરવા ઓછી કરો જનસંખ્યા, અપનાવો પરિવાર નિયોજન
અનુપ્રિયા ઈચ્છે છે પાર્ટી માટે યોગી કેબિનેટમાં જગ્યા
આ વચ્ચે ભાજપની સહયોગી અનુપ્રિયા પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. અનુપ્રિયાની મુલાકાત આદિત્યનાથની મુલાકાત બાદ થઈ છે. હકીકતમાં રાજ્ય મંત્રિમંડળના સંભવિત વિસ્તારમાં અનુપ્રિયા પોતાની પાર્ટીનો કોટા ઈચ્છે છે. હાલ તેમના એક રાજ્ય મંત્રી છે અને તે વધુ બે મંત્રી ઈચ્છે છે. પાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા સામાજીક સમીકરણોમાં અપના દળની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે